આ રીતે ઓળખી લો તમે પણ કે સામેવાળી વ્યક્તિ તમારી સાથે દગો તો નથી કરતી ને?

લગભગ ઘણી બધી વખત કોઈ એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય કે જે તમને વિચારવા મજબૂર કરી દે છે કે આપણે કેવી રીતે ખુશ રહીએ કે પછી આપણે પોતાની જાતને એકલપણાંથી કેવી રીતે દૂર રાખી શકીએ.

image source

જીવનની દરેક પળે તમને કોઈને કોઈ એવી વ્યક્તિ જરૂરથી મળશે કે જે પોતાના જીવનમાં રહેલા દુખોથી પરેશાન હોય. કોઇની આવી વાત સાંભળ્યા પછી આપણે કેવી રીતે ખુશ રહીશું એ વાત વિચારવા આપણે મજબૂર થઈ જઇયે છીએ અને સાથે એ પણ કે આપણે ખુશ રહેવા શું કરીશું?

જો આપણે આપણા જીવનની બધી સમસ્યાઓને અલગ અલગ કરીએ તો આપણી માટે સૌથી પીડાદાયક સમસ્યા એ જ હશે કે જ્યારે આપણને કોઈએ દગો આપ્યો હોય. આવા સમયે તમે એ વ્યક્તિને ઓળખી શકો છો જે દગાબાજ હોય. જો કે આ સમયે મોટાભાગના લોકોનો જવાબ ના જ હશે કે એ નથી ઓળખી શકતા એ વ્યક્તિને જે એમને દગો આપી શકે છે.

image source

તો આજે અમે તમને બતાવીશુ કે કેવીરીતે ઓળખશો આવા દગાબાજ લોકોને, એટલે તમે જયારે પણ રિલેશનશિપમાં જોડાવો ત્યારે તમે એ વ્યકિને ઓળખી શકો કે એ તમને દગો તો નહીં આપે ને…..

એક્સ(જૂના) પાર્ટનરને પણ આપ્યો હોય દગો

image source

જે લોકોએ એમની પાછળની રિલેશનશિપમાં એમના એક્સ પાર્ટનરને દગો આપ્યો હોય એવ લોકોમાં આની સંભાવના ઘણી વધી જાય છે કે એ એમના નવા પાર્ટનરને પણ સરળતાથી દગો આપી શકે છે. જ્યારે આપડે સાચા પ્રેમમાં હોઈએ છીએ ત્યારે આપડે આપડા પાર્ટનર પ્રત્યે પૂરો પ્રેમ જતાઈએ છીએ કેમ કે એ આપણા સિવાય કોઈ બીજા પાસે ના જાય. પરંતુ જો એ પછી પણ એ સાચો પ્રેમ કરવા વાળાને દગો આપી શકે છે તો એ આગળ જતાં નવા પાર્ટનરને દગો નહીં આપે એનો કોઈ પણ ભરોસો મૂકી શકાય નહીં.

ઓછી લાગણીવાળા લોકો

image source

કોઈ પણ વ્યક્તિ જોડે સરળતાથી ભળી જતી વ્યક્તિ જલદીથી આવા સંબધમાં જોડાઈ જાય છે એના વધુ પડતાં લાગણી વાળા સ્વભાવને કારણે. તો જ્યારે જે લોકોનો લાગણીશીલ સ્વભાવ નથી એવ લોકો લગભગ પ્રેમથી દૂર જ ભાગે છે. આવા લોકો જલ્દીથી કોઇની પણ પ્રત્યે લગાવ નથી થતો એટલે આવા લોકો સરળતાથી પોતાની જાતને દૂર રાખી શકે છે. એટલેકે આવા લોકો જલ્દીથી કોઈને પણ દગો આપી શકે છે. જો તમે પણ કોઈ આવી વ્યક્તિને સંપર્કમાં હોવ જે તમારી ભાવનાઓને સમજાતી નથી તો મહેરબાની કરીને આવી વ્યક્તિથી દૂર જ રહો નહિતર તમને પણ ગમે ત્યારે દગો મળી શકે છે.

વધુ સમય સોશિયલ મીડિયા પર રહેવાવાળા લોકો

image source

જો તમે કોઈના પ્રેમમાં પાગલ થઈ રહ્યા છો તો તમારે પણ એને લગતી અમુક વાતો અને અમુક માહિતી વિષે ધ્યાન રાખવું ખૂબ જરૂરી થઈ જાય છે. તમે જે વ્યક્તિની પાસે જોડાયા છો એ વ્યક્તિ તમારી હાજરી હોવા છતાં પણ સોશિયલ મીડિયા પર લાગ્યા રહે છે તો આવા વ્યક્તિ પાસે જોડાવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. જો તમે ભવિષ્યમાં પણ આવી કોઈ વ્યક્તિ તમારી ભાવનાઓને સમજવામાં અસફળ રહેશે અને તમને નજરઅંદાજ કરી દેશે.

image source

આના સિવાય જો આવી કોઈ વ્યક્તિ તમારી સાથે પણ કોઈ રિલેશનશિપમાં આવે છે તો એ તમને સરળતાથી છોડી શકે છે અને સાથે દગો પણ આપીને જશે. કારણ કે એ તમારા કરતાં સોશિયલ મીડિયાથી વધુ ખુશ રહે છે. એટલે જ જયરે તમને કોઈની સાથે પ્રેમ થાય ત્યારે જરૂરથી ધ્યાન રાખજો કે એ વ્યક્તિ તમારી સાથે છે એટલે કે તમારા સાથને માણે છે કે પછી સોશિયલ મીડિયા પર જ એની નજર છે અને જો એવું લાગે તો ચેતી જવામાં જ ભલાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ