રોજ એક દાડમ ખાવાના છે અઢળક ફાયદાઓ, જાણો તમે પણ

દાડમ ખાવાના છે અઢળક ફાયદા – હૃદય રોગથી પ્રોસ્ટેટ કેન્સર સુધીની બીમારીઓ અટકાવે છે દાડમનું સેવન

image source

દાડમ એ પૃથ્વી પરના સૌથી વધારે સ્વાસ્થ્યને લાભ પહોંચાડતાં ફળોમાંનું એક છે. દાડમ ખાવાના ઘણા બધા સ્વાસ્થ્ય દાયક લાબો છે. તેને એક ડીવાઈન એટલે કે દૈવી ફળ કહેવામાં આવે છે કારણ કે તેનો ઉલ્લેખ ધાર્મિક પુસ્તકોમાં પણ કરવામાં આવ્યો છે.

દાડમમાં, એન્ટિઓક્સિડન્ટ, એન્ટી વાયરલ અને એન્ટી ટ્યુમર ગુણધર્મો સમાયેલા હોય છે આ ઉપરાંત તેમાં વિટામીન પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે જેમાં વિટામીન એ, સી, અને ઈનો સમાવેશ થાય છે અને સાથે સાથે તેમાં ફોલિક એસિડ પણ હોય છે. આ ફળમાં દ્રાક્ષ કે ગ્રીન ટી કરતાં ત્રણ ગણા વધારે એન્ટિઓક્સિડન્ટ્સ સમાયેલા છે. દાડમનું નિયમિત સેવન કરવાથી લગભગ દરેક પ્રકારના રોગોના જોખમમાં ઘટાડો થાય છે. તો ચાલો જાણીએ દાડમ ખાવાના અઢળક લાભો વિષે.

image source

મુક્ત કણોથી દાડમ માનવ શરીરને રક્ષણ આપે છે

દાડમમાં ઉપર જણાવ્યું તે પ્રમાણે એન્ટિઓક્સિડન્ટ્સનું પ્રમાણ વધારે હોય છે અને માટે જ તે આપણા શરીરને મુક્ત કણોથી બચાવે છે, જે શરીરમાં વધતી ઉંમરના લક્ષણો વધારે વહેલા દર્શાવવા માટે જવાબદાર છે. મુક્ત કણો ખાસ કરીને તડાકમાં વધારે રેહવાથી અને વાતાવરણમાં રહેલા નુકસાન કારક ઝેરી ત્તત્વથી થાય છે.

તે ઓક્સિજન માસ્કનું કામ કરે છે

image source

દાડમ આપણા લોહીમાં ઓક્સિજનના પ્રમાણને વધારવામાં મદદ કરે છે. તેમા રહેલા એન્ટિઓક્સિડન્ટ્સના કારણે, તે મુક્ત કણો સામે લડે છે, કોલેસ્ટેરોલ ઘટાડે છે અને બ્લડ ક્લોટીંગ પણ રોકે છે. આ બધું જ તમારા લોહીને સમગ્ર શરીરમાં સમસ્યા વગર સરળ રીતે વહેવા દેવામાં મદદ કરે છે અને તેના કારણે તમારા શરીરમાં ઓક્સિજનનું સ્તર ઉંચુ આવે છે.

દાડમ તમારા લોહીને પાતળુ બનાવે છે

image source

દાડમમાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ્સ લોહી માટે એક થીનરનું કામ કરે છે. દાડમના જે દાણા હોય છે તે તમારા બ્લડ પ્લેટલેટ્સને લોહીને ગંઠાવા દેતા નથી.તમને જણાવી દઈએ કે બે પ્રકારના બ્લડ ક્લોટ્સ હોય છે પહેલાં એવા હોય છે જે તમને ક્યાંક કપાયું હોય કે કોઈ ઘા થયો હોય તો તેને ઝડપથી રુઝાવા દે છે. અને બીજું ક્લોટીન આંતરિક હોય છે તમને નુકસાન પહોંચાડે છે આ જ પ્રકારના ક્લોટીંગના કારણે હૃદયની લોહીની નળીઓમાં લોહી ગંઠાવા લાગે છે.

દાડમ બ્લડ પ્રેશરને નીચું લાવે છે

image source

દાડમના બંધારણમાં પ્યુનીસીક એસિડ મુખ્ય છે જે ટ્રાઇગ્લીસરાઇડ્સ અને કોલેસ્ટેરોલને નીચુ લાવે છે અને તે રીતે તે બ્લડ પ્રેશરને પણ નીચું લાવે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે દાડમ

દાડમ એન્ટિ ઇન્ફ્લેમેટરી કમ્પાઉન્ડ્સ ધરાવે છે, માટે જે લોકોને રોગપ્રતિકારક શક્તિને સંબંધીત સમસ્યાઓ રહેતી હોય જેમ કે સંધિવા અવ્ અસ્થિમૃદુદોષ રહેતો હોય તેમના માટે અત્યંત હેલ્ધી છે. આ ઉપરાંત તેમાં વિટામીન સી પણ પુષ્કળ હોય છે જે એન્ટીબોડી પ્રોડક્શનમાં વધારો કરે છે અને આ રીતે તે તમારામાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આમ તમારા રોગપ્રતિકારક તંત્રને મજબુત બનાવીને દાડમ તમને સામાન્ય બિમારીઓ તેમજ ચેપતી પણ દૂર રાખે છે.

image source

પ્રોસ્ટેટ કેન્સર અને હૃદયના રોગો સામે લડવામાં મદદ કરે છે

દાડમના રસ પર ઘણા બધા અભ્યાસો કરવામાં આવ્યા છે જેમાંના બે અભ્યાસ દાવો કરે છે કે દાડમમાં પ્રોસ્ટેટ કેન્સર સામે લડવાની શક્તિ છે. એક પ્રયોગે દર્શાવ્યું કે દાડમનો જ્યૂસે કેન્સરની કોશિકાઓના વિકાસને ધીમો પાડવા અને તેને મારવા સક્ષમ છે. અને અમે આગળ જણાવ્યું તે પ્રમાણે દાડમનો જ્યૂસ લોહી પાતળુ કરે છે અને તેના કારણે તે કાર્ડિયેવાસ્ક્યુલર રોગો અટકાવવામાં પણ મદદ કરે છે.

માનસિક તાણમાં ઘટાડો કરે છે દાડમ

image source

દાડમ તમારા શરીરની અંદર રહેલા ઓક્સીડેટીવ સ્ટ્રેસને તો દૂર કરે જ છે પણ તે તમારા અંગત તેમજ વ્યવસાયુ જીવનના કારણે ઉદ્ભવેલી તમારી માનસિક તાણ પણ દૂર કરે છે. એક અભ્યાસ પ્રમાણે જે લોકો દાડમનો જ્યૂસ પીવે છે તે કોર્ટીસોલ હોર્મોન્સના સ્તરને નીચું લાવે છે જે માનસિક તાણ ઉત્પન્ન કરવા માટે જવાબાદર હોય છે.

પાચનમાં મદદ કરે છે દાડમ

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે રેશા એટલે કે ફાઈબર તમારા પાચનને સ્વસ્થ બનાવે છે. પણ આપણી જીવશૈલીના કારણે આપણે જંક ફૂડ તરફ વળી ગયા છે અને તેના કારણે આપણા શરીરને શાકભાજીઓ તેમજ ફળોમાં રહેલા ફાઈબર્સનો લાભ નથી મળતો. જો તમે રોજ તમારા ડાયેટમાં દાડમનો ઉમેરો કરશો તો તમે તમારા શરીરને સ્વસ્થ ફાયબર પણ પહોંચાડી શખશો જે તમારા પાચનને સુધારશે. એક દાડમમાં દીવસ દરમિયાનની જરૂરીયાતના 45 ટકા ફાયબર સમાયેલા હોય છે.

દાત પર બાજતી છારી રોકે છે

image source

તમે જો તમારા મોઢાના સ્વાસ્થ્ય માટે માઉથ વોશનો ઉપયોગ કરતાં હોવ તો તમને જણાવી દઈએ કે દાડમનો જ્યૂસ પણ તે માટે એક સારો વિકલ્પ છે. દાડમમાં સમાયેલા કેટલાક તત્ત્વો તમારા દાંત પર છારી બાજવા નથી દેતા. એક અભ્યાસ દર્શાવે છે કે દાડમમાં રહેલો હાઇડ્રોઆલ્કોહોલીક આસવ અસરકારક રીતે તમારા દાત પર માઇક્રોઓર્ગેનિઝમ્સ ના કારણે બાજતી છારી 84 ટકા સુધી ઘટાડી શકે છે.

સંધિવાને રોકે છે

image source

દાડમ કોમલાસ્થિના નુકસાનને ઘટાડે છે કારણ કે તેના માટે જવાબદાર એન્ઝાઈમ સામે તે લડે છે. આ ઉપરાંત દાડમમાં સોજા ઘટાડવાની શક્તિ પણ રહેલી છે.

દાડમ તમારી યાદશક્તિ વધારે છે

એક અભ્યાસ પ્રમાણે રોજ 237 મિલિલીટર દાડમનો જ્યૂસ અમુક ચોક્કસ સમય સુધી પિવાથી તમારી યાદ શક્તિમાં વધારો થાય છે. ઉંદર પર કરવામાં આવેલા કેટલાક અભ્યાસ દર્શાવે છે કે તે અલ્ઝાઈમર્સને પણ રોકી શકે છે. જોકે આ અભ્યાસ હજુ માણસો પર કરવાનો બાકી છે.

image source

દાડમમાં છે ભરપૂર લાભપ્રદ પોષકતત્ત્વો

એક કપ દાડમના દાણામાં 24 ગ્રામ ખાંડ અને 144 ગ્રામ કેલરી રહેલી હોયછે. તેમાં નીચે પ્રમાણે પોષકતત્ત્વો સમાયેલા છે.

ફાયબર – 7 ગ્રામ, પ્રોટીન – 3 ગ્રામ, ફોલેટ – RDA ના 16 ટકા, પોટેશીયમ – RDA ના 12 ટકા, વિટામીન સી RDA ના 30 ટકા, વિટામીન કે – RDA ના 36 ટકા

એથરોસ્ક્લેરોસિસને રોકવામાં મદદ કરે છે

image source

આપણે આજના સમયમાં જે જીવનશૈલી અપનાવી રહ્યા છે તેને જોતાં આપણી રક્તવાહિનીઓની દીવાલો વધારે સખત બની ગઈ ચે જે કોલેસ્ટેરોલના કારણે હોય છે અને તેના પરિણામે કેટલીકવાર તેમાં બ્લોકેજ પણ ઉભા થાય છે. દાડમમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સના ગુણધર્મો તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલને ડીઓક્સીડાઇઝીંગ દ્વારા અટકાવે છે. આમ તમે નિયમિત દાડમ ખાશો તો શરીરની અંદરથી વધારાની ચરબી પણ દૂર થશે અને તેના કારણે તમારી રક્તવાહિનીઓ ની દીવાલો પણ સ્મૂધ રહેશે.

સ્તંભન દોષ સામે લડે છે

image source

દાડમનો જ્યૂસ સ્તભન દોષ સામે લડવામાં મદદ કરે છે. અને ઘણી બધી થીયરી તેમજ સંશોધને આ વાતને પુરવાર પણ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ