બાદશાહના ફેન્સ માટે ખરાબ સમાચાર, એક્સિડન્ટ થતા..

બૉલીવુડ રેપર અને પંજાબી સિંગર બાદશાહના ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવી છે.

image source

ખબરો મુજબ પંજાબના સરહિન્દ થી દિલ્લી તરફ જતો નેશનલ હાઇવે (રાજપુરા-સરહિન્દ બાઈપાસ) પર બદશાહની ગાડીનો એક્સિડન્ટ થયો. આ ઘટનામાં બાદશાહને હળવા જખમ આવ્યા છે.

image source

મીડિયા ખબરોનું માનીએ તો આ ઘટના કાલે થઈ હતી, જેમાં અંદરોઅંદર કેટલીક ગાડીઓ ઘાટા ધુમ્મસના કારણે ૩૬ ગાડીઓ અથડાઇ હતી. સરહિન્દ બાયપાસ નજીક લાઇટ અને કોઈ સાઇન બોર્ડ ના હોવાના કારણે પુલની પાસેના સ્લેબ પર બાદશાહની ગાડી ચડી ગઈ અને ક્ષતિગ્રસ્ત થઈ ગઈ.

image source

સૂત્રો મુજબ રાજપુરા-સરહિન્દ બાયપાસ પર પુલ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. નિર્માણ કામ માટે બાયપાસ નજીકમાં સિમેન્ટ અને નિર્માણના ઉપયોગમાં લેવાતા કેટલાક સ્લેબ રસ્તા પર પડ્યા હોવાના કારણે આ એક્સિડન્ટ થયો.

એક રિપોર્ટ મુજબ ઘટના સ્થળ પર અંધારું હતું અને કોઈ સાઇન બોર્ડના હોવાથી ડ્રાઇવરને ઘાટા ધુમ્મસમાં કઈ ચોખ્ખું જોવા મળ્યું નહિ અને અજાણતામાં કારને સ્લેબ પર ચડાવી દીધી.

image source

જેનાથી ગાડીનું બોનેટ ખૂલી ગયું અને કાર ખૂબ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. જો કે કારમાં એરબેગ હોવાના કારણે બાદશાહને કોઈ નુકસાન પહોંચ્યું નથી બાદશાહને ફક્ત મામૂલી ઘાવ લાગ્યા છે. ત્યારબાદ બાદશાહે સરહિન્દ બાયપાસ પર ત્યાં જ ગાડી છોડીને બીજી કારમાં શૂટિંગ માટે રવાના થઈ ગયા.

image source

એક રિપોર્ટ મુજબ, આ ઘટના દરમિયાન સિંગર બાદશાહની કાર પણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. જો કે આ હાદસામાં બાદશાહને કોઈ ઘાવ નથી લાગ્યા. આપને જણાવીએ કે, બાદશાહ એમી વીર્કની સાથે પંજાબમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે અને આ દરમિયાન આ ઘટના થઈ. જો કે આ ઘટના પર બાદશાહનું કોઈ રીએક્શન આવ્યું નથી.

image source

જણાવીએ કે થોડાક દિવસ પહેલા એક્ટ્રેસ શબાના આઝમીનો પણ એક્સિડન્ટ થયો હતો. શબાના આઝમીની કાર મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ટ્રક સાથે ટક્કર થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક્ટ્રેસ શબાના પણ ગંભીર રીતે ઘવાયા હતા, ત્યારબાદ શબાના આઝમીને તરત જ હોસ્પિટલમાં દાખલ કરાવી દીધા. જો કે હવે શબાના આઝમી પૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ છે.

image source

એક મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટનામાં કેટલાક લોકોને સામાન્ય ઘાયલ થયા છે. ઘાયલોને ફતેહ ગઢ સાહિબ અને મંડી ગોબીન્દગઢ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જોઈએ, બાદશાહ અને સુખીનું ધમાકેદાર પંજાબી ગીત ‘બમ્બ’

પંજાબી ગીત ‘બમ્બ’નો ઓફિશિયલ વિડીયો યુટ્યુબ પર દર્શકોની વચ્ચે ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતને સુખી મ્યૂઝિકલ અને બાદશાહે મળીને ગાયુ છે જ્યારે આ ગીતના બોલ બાદશાહ અને જાનીએ સાથે લખ્યા છે. આ ગીતમાં ફિમેલ લીડ એક્ટ્રેસ તરીકે ઈશા રાખીને લેવામાં આવી છે.

image source

બાદશાહના ‘ડીજે વાલે બાબુ’, ‘વખરા સ્વેગ’, ‘અભી તો પાર્ટી શૂરું હુઈ હૈ’, ‘ આજ રાત કા સીન’, ‘કર ગઈ ચુલ’, ‘કાલા ચશ્મા’ અને ‘બેબી કો બેસ પસંદ હૈ’ જેવા કેટલાક બ્લોકબસ્ટર ગીતો અને રેપ માટે જાણવામાં આવે છે.

image source

બાદશાહે છેલ્લા વર્ષે ‘લડકી પાગલ હૈ’,’મુન્ના બદનામ હુઆ’ અને ‘બેડ બોય’ જેવા ગીતો પણ સુપરહિટ રહ્યા. હાલના દિવસોમાં તે ‘સ્ટ્રીટ ડાન્સર’માં પોતાના ગીત ‘ગર્મી’ને લઈને ચર્ચામાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ