MITનું ભણીને સ્વદેશ પાછા ફર્યા, પોતાની શાનદાર રણનીતિથી થોડાક જ વર્ષોમાં બની ગયા દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ…

જ્યારે હિન્દુસ્તાનમાં સૌથી લોકપ્રિય પીણાં વિશે ચર્ચા થાય છે તો થમ્સ અપ, લિમ્કા, સિત્રા, અને બીસ્લેરી જેવા થોડાક બ્રાન્ડના નામ દરેક મુખે સાંભળવા મળે છે. મોટાભાગના લોકોને એવું લાગે છે કે આ વિદેશી બ્રાન્ડ છે, પરંતુ આ જ તેમની ભૂલ છે. આજે આપને એક એવી વ્યક્તિથી રૂબરૂ કરાવીશું, જેમના દુરંદેશી વિચાર અને વર્ષોની સખત પરિશ્રમને કારણે આજે તેમને “ભારતના કોલામેન”ના નામે જાણવામાં આવે છે. ફક્ત ૨૨ વર્ષની ઉંમરમાં તેમણે ખોટમાં ચાલી રહેલા પોતાના ઘરના કારોબારને દુનિયાની એક નામચીન બ્રાન્ડમાં ફેરવવાવાળા આ વ્યક્તિની વાર્તા પોતાનો કારોબાર શરૂ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ.
વર્ષ ૧૯૬૨માં એવું કંઈક થયું કે જ્યારે એક ૨૨ વર્ષીય નવયુવાનને MIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાનમાંથી એનજીનીયરિંગનું ભણતર પૂરું કરીને પાછું સ્વદેશ આવું પડ્યું. થયું એવું કે દશકોથી ચાલી રહેલો તેમનો પારિવારિક કારોબાર મંદીમાંથી પસાર થઈ રહ્યો હતો. દિવસે ને દિવસે કંપનીનું વેચાણ ઘટતું જતું હતું. આવામાં કંપનીને ખોટમાંથી બહાર લાવવાની જવાબદારી પરિવારના યુવાન ખભા પર આવી ગઈ. પરંતુ આ નવયુવાનની દ્રઢઇચ્છાશક્તિને કારણે એ કંપનીના ખાલી ખોટમાંથી બહાર આવી તદુપરાંત વૈશ્વિક પટલ પર એક નામચીન બ્રાન્ડરૂપે ઉભરી આવી.

જી હા, અમે વાત કરી રહ્યા છીએ ૧૮૦૦ કરોડ રૂપિયાની બીસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક, રમેશ જયંતીલાલ ચૌહાણ વિશે, જેમને ભારતના બ્રાન્ડ ગુરુ રૂપે પણ જાણવામાં આવે છે. આ એજ રમેશ ચૌહાણ છે જેમણે ગોલ્ડસ્પોટ, થમ્સ અપ, માજા જેવી બ્રાન્ડોની સાથે ત્રણ દશકાઓ સુધી ભારતીય બજાર પર એકાધિકાર રાજ કર્યું છે. તે એજ રમેશ ચૌહાણ છે જેમણે ૯૦ના દશકના આરંભથી આ પ્રતિષ્ઠિત બ્રાન્ડોનું વેચાણ કરીને કોર્પોરેટ દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

૧૭ જૂન, ૧૯૪૦ના દિવસે એક કારોબારી પરિવારમાં જન્મ થયો તેઓ ઘરમાં ચોથા બાળક હતા. ધ્યાન રાખવા જેવી વાત છે કે ૨૦મી સદીની શરૂઆતમાં, રમેશભાઈના દાદા મોહનલાલ ચૌહાણ દક્ષિણ ગુજરાતના વલસાડ પાસે એક નાના ગામ પારદીથી ૧૨ વર્ષની ઉંમરમાં મુંબઈ ચાલ્યા ગયા હતા. તેમનું સપનું સિલાઈ શીખવાનું હતું. તેમણે સિલાઈ શીખવા અને ગામદેવીમાં પોતાની દુકાન સ્થાપિત કરવા માટે સખત મહેનત કરી. જ્યારે એમણે થોડા પૈસા કમાયા, તો વર્ષ ૧૯૨૦માં વિલેપારલેમાં એક જમીનની ટુકડો ખરીદ્યો અને ત્યારપછી આ જમીન પર પારલે ઇડસ્ટ્રીઝની આધારશીલા મુકાઈ.

એક ગુજરાતી માધ્યમ શાળા માંથી શરૂઆતી શિક્ષણ લઈને પછી આગળના ભણતર માટે ગ્વાલિયર જવું પડ્યું. મેટ્રિક પછી, તે ૧૫ વર્ષની ઉંમરમાં જ બોસ્ટન જતા રહ્યા. તેમને પ્રતિષ્ઠિત મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(MIT) માં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. નાનપણથીજ કારોબારની બારીકીઓને ખૂબ નજીકથી રમેશભાઈએ જોઈ હતી, તેમણે વર્ષ ૧૯૬૨માં એક મિનિટમાં ૬૦ રોટલી બનાવી શકે તેવા મશીનની બ્લુ પ્રિંટ તૈયાર કરી. જો કે આ એમનો એક કોલેજ પ્રોજેકટ સુધી જ સીમિત રહી ગયો. સફળતાપૂર્વક એન્જીનીયરીંગનું ભણતર પૂરું કર્યા પછી ભારત પરત આવતાં પહેલાં તેમણે યુરોપના બિસ્કિટ અને સોફ્ટ ડ્રિન્કબનાવતી કંપનીની મુલાકાત લીધી હતી. અહીંયા તેમને નવી નવી તકનીકો જાણવાની તક મળી હતી. ભારત પાછા ફર્યા પછી તેમણે પારિવારિક કારોબારમાં જોડાઈ ગયા. કંપનીને મંદીમાંથી બહાર લાવવાના ઉદેશ્યથી તેમને સોફ્ટડ્રિન્ક ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવાનું નક્કી કર્યું. પિતાની દેશી રણનીતિ અને એમાઈટીથી મળેલી તકનીકી જાણકારીઓના સહયોગથી તેમને જલ્દી સફળતા મળી.

વર્ષ ૧૯૭૭ તેમના માટે સોના જેવું સાબિત થયું, જ્યારે ભારત સરકારે કઈક કારણોસર કોકાકોલા બ્રાન્ડને દેશમાં બંધ કરી દીધી. રમેશભાઈએ વધારે સમય ખરાબ કર્યા વગર બજારમાં ગોલ્ડસ્પોટ, લિમ્કા, થમ્સ અપ, સિત્રા, માજા જેવા કોલ્ડ ડ્રિન્કલોન્ચ કરી દીધા. જોતજોતામાં પુરા બજાર પર ઈજારો થઈ ગયો. પરંતુ વર્ષ ૧૯૯૩માં ભારતીય બજારમાં કોકાકોલાની પુનઃ વાપસી પછી રમેશભાઈ સામે ઘણી મુસીબતો આવવા લાગી. તેમના વિક્રેતાઓએ કોકાકોલા સાથે કામ કરવાનું શરૂ કરી દીધું. આ મુસીબત માંથી બહાર આવવા માટે રમેશભાઈએ પોતાની શાનદાર રણનીતિ પ્રમાણે પોતાની કંપનીને કોલાને હાથોહાથ વેચી દીધી.

તેમની માનો તો કોકાકોલાએ આ સોદા પ્રમાણે બીસ્લેરી ખરીદવાની તક ગુમાવી દીધી અને આ તેમના માટે એક શાનદાર તક સાબિત થઇ હતી. વર્ષ ૧૯૬૯માં તેમને ઈટાલીના ઇતાલવી ઉદ્યમી સિગ્નલ ફેલીસ બીસ્લેરીની મિનરલ જળ કંપની બીસ્લેરી ફક્ત ૪લાખ રૂપિયામાં ખરીદી. આજે જ્યારે બોતલબંધ મિનરલ પાણીની વાત આવે છે તો બીસ્લેરી ભારતની સૌથી મોટી કંપની છે.

ઉંમરના આ પડાવમાં પણ રમેશભાઈ એ જ ઝિંદાદિલી અને જૂનુનથી કંપનીનું સંચાલન કરી રહ્યા છે. આમાં એમની દીકરી પણ તેમનો ભરપૂર સાથ આપી રહી છે. રમેશભાઈનું માનવું છે કે કોઈપણ સફળ વ્યક્તિ માટે લોકો કહે છે કે તે ભગવાન દ્વારા આશીર્વાદ છે આ સત્ય છે પણ આપને પણ પ્રયાસ કરવો પડે છે. ક્રિકેટ મેદાન પર જ્યારે તમે બોલનો સામનો કરો છો ત્યારે જો તમે તમારું બેટ નહિ ઉઠાવો તો તમે આ એક તક ગુમાવી દેશો. તમારે તમારી આસપાસ અવસરોની તલાશ કરવાની હોય છે. બધા માટે ભગવાન પર નિર્ભર નથી રહી શકતા. રમેશભાઈનીસફળતાથી ઘણું બધું શીખવા મળે છે.
પરિસ્થિતિઓનો મુકાબલો જો ચતુરાઈ સાથે કરવામાં આવે તો પછી સફળતા મળવાથી કોઈ રોકી શકશે નહીં.