મહિલાઓને ચહેરા પરના વાળથી મળશે છુટકારો, જાણો અને અજમાવો આ સરળ ઘરગથ્થું ઉપચાર…

દરેક સ્ત્રીને તેનો ચહેરો પસંદ હોય છે દરેક સ્ત્રી ઈચ્છતી હોય છે કે તે સુંદર દેખાય પણ તેમના ચહેરા પર જે વાળ ઊગે છે એ તેમના માટે અમુક વાર મુશ્કેલી ઊભી કરી દે છે. ચહેરાના વાળ એ ચહેરાની સુંદરતા ખરાબ કરી નાખે છે. ચહેરાના વાળની માટે મહિલાઓ એ વારંવાર અનેક ઉપાય કરતી હોય છે એટલું જ નહિ અમુક વાર તો તેઓ પાર્લરમાં જઈને મોંઘી મોંઘીટ્રીટમેન્ટ પણ કરાવતી હોય છે. પણ જો તમે ઈચ્છો તો તમારા ચહેરાના વાળ બહુ સરળતાથી કાઢી શકો છો એના માટે આજે અમે તમને કેટલાક ઘરગથ્થું ઉપાય જણાવીશું જે એકદમ સરળ છે અને સસ્તા પણ છે. આવો તમને જણાવીએ કે કેવીરીતે તમે કાઢી શકશોચહેરા પરના વાળ.

૧. નારંગીની છાલને તાપમાં સુકવીને તેની સારી રીતે પાઉડર જેવું પીસી લેજો. આ પાવડરમાં થોડું ઓલીવ ઓઈલ ઉમેરીને તેની પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો. ૧૦ મિનીટ પછી ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો, આ પ્રક્રિયા તમે નિયમિત કરશો તો તમને ચહેરાના વાળથી છુટકારો મળશે.

૨. ચણાના લોટમાં દળેલી ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરો અને પેસ્ટ બનાવો આ પેસ્ટને સારી રીતે ચહેરા પર લગાવો, જ્યારે સારી રીતે સુકાઈ જાય પછી તમારા ચહેરાને હુંફાળા ગરમ પાણીથી ધોઈ નાખો. ચહેરા પરના વાળ કાઢવા માટેનો આ એક અચૂક ઉપાય છે.

૩. મધમાં જવનો લોટ ઉમેરો અને આ તૈયાર થયેલ પેસ્ટને ચહેરા પર લગાવો. ૧૦ મિનીટ પછી ચહેરાને સારી રીતે ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. આ પ્રયોગ નિયમિત કરવાથી ચહેરા પરના વાળનો ગ્રોથ એ ધીરે ધીરે ઓછો થઇ જશે.

૪. ચણાના લોટમાં થોડી હળદર અને થોડું દૂધ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો આ તૈયાર થયેલ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. ચહેરા પરની પેસ્ટ એ થોડી સુકાઈ જાય એટલે બંને હાથની હથેળીથી થોડું થોડુંચહેરા પર ઘસો. સુકાઈ જવાથી એ પેસ્ટ એ થોડી દાણાવાળી બની ગઈ હશે. થોડીવારઘસ્યા પછી ગરમ પાણીથી ચહેરાને ધોઈ નાખો. ચહેરા પરના વાળને કાઢવા માટેનો આ સૌથી ઉત્તમ રસ્તો છે.

૫. પપૈયાની મદદથી પણ તમે ચહેરા પરના વાળ હટાવી શકો છો. પહેલા પપૈયાના ૧૦થી ૧૨ ટુકડા લો અને તેમાં થોડી હળદર ઉમેરો પછી આને બરાબર પીસી લો ત્યારબાદ આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર બરાબર લગાવો, ૧૫ મિનીટ પછી ચહેરાને વ્યવસ્થિત પાણીથી ધોઈ લેવો.

૬. આ એક સરળ ઉપાય છે. મીઠાવાળા પાણીમાં રૂનેબોળી રાખો. પછી દરરોજ દિવસમાં બે વાર આ મીઠામાં પલાળેલ રૂથીચહેરા પર મસાજ કરો. આ ઉપાય તમારે દિવસમાં બે વાર અને નિયમિત ૫થી ૭ દિવસ કરવાનો છે આમ કરવાથી ચહેરા પરના વાળ જોત જોતામાં ઘટી જશે.

ખાસ નોંધ : આ બધા ઘરગથ્થું ઉપચાર છે તો તેનાથી તમને તરત ફાયદો મળશે નહિ પણ નિયમિત આ ઉપાય કરવાથી વાળ જરૂરથી ઓછા થશે.
ચહેરા પરના વાળ શેવિંગ દ્વારા કાઢવાથી ચહેરાના વાળ એ પછીથી કાળા અને જાડા આવે છે તો મહિલાઓએ ક્યારેય ચહેરા પર લેઝરથી વાળ કાઢવા જોઈએ નહિ.