જૈવિક ખેતી કરીને સફળતાના નવા સોપાન સર કર્યા આ મધ્ય પ્રદેશના ખેડૂતે, આપણે પણ પ્રેરિત થવું જોઈએ…

“પતિ બહાર કામ કરે અને પત્ની કરે ઘરે કામ” આ કહેવત હવે જુના જમાનાની થઈ ગઈ છે. કહેવાય છે કે કેટલાક કામ એવા છે જે ફક્ત પુરુષો જ કરી શકે છે પણ હવે એવું નથી રહ્યું. કેમકે મહિલાઓ જ્યાં પુરુષો સાથે પાતાળની ઊંડાઈ માપી શકે છે તો ત્યાંજ અંતરીક્ષની ઉંચાઈઓને આંબવામાં પણ પુરુષોથી પાછળ નથી. મહિલા સશક્તિકરણનું આ ઉદાહરણ ફક્ત શહેરો સુધી સીમિત ન રહેતા ગામડાંઓ સુધી પહોંચી ગયા છે. હાથમાં વેલણ પકડવાવાળી મહિલાઓ આજે કોદાળી અને પાવડા લઈને ખેતરમાં જવાથી પણ ડરતી નથી. પુરુષવાદી સમાજમાં કૃષિક્ષેત્રમાં પણ મહિલાઓ ફક્ત આત્મનિર્ભર જ નથી બની પરંતુ મહિલા સશક્તિકરણના નવા સોપાનો પણ જોડી રહી છે. આજે આપને એક એવી મહિલા વિશે જણાવીશું જેમણે જૈવિક ખેતી દ્વારા ન ફક્ત દુનિયામાં નામ બનાવ્યું છે, તેમણે એવોર્ડ પણ મેળવ્યા છે.
તેમનું નામ લલિતા મુકાતી છે. મધ્યપ્રદેશના ધારના માનવાડ તાલુકાના સિરસાલાના નાનાકડાં ગામમાં જન્મેલી લલિતાએ આજે જૈવિક ખેતીમાં એવા મુકામ પર છે જ્યાં મોટામોટા લોકો નથી પહોંચી શકતા. આજે જ્યારે મોટાભાગના ખેડૂતો રાસાયણિક ખાતરનો પ્રયોગ કરીને વધારેને વધારે ઉત્પાદન મેળવવા તત્પર રહે છે, એવામાં બડવાનીની એક મહિલા ખેડૂત લલિતા મુકાતી ૩૬ એકર જમીનમાં ચીકુ, સીતાફળ અને કપાસ ઉગાડીને જૈવિક ખેતીમાં રેકોર્ડ બ્રેક ઉત્પાદન કરીને પોતાની સાથે સાથે નાનકડા ગામ બોરલાઈને પણ દિલ્લી સુધી ઓળખ અપાવવા જઇ રહી છે. જો બધું જ બરાબર રહેશે તો તે પોતાના ખેતરમાં ઉગાડેલા ફળોની સીધીજ વીદેશમાં નિકાસ કરી શકશે. એટલું જ નહીં તેઓ ગામની બીજી મહિલાઓને સમૂહ બનાવીને તેમને પણ જૈવિક ખેતી માટે પ્રોત્સાહિત કરે છે.
લલિતાના માતાપિતા પણ ખેડૂત હતા, પરંતુ તેઓ પોતાની દીકરીને ખેતી કરાવવાને બદલે હંમેશા ભણવા માટે પ્રોત્સાહિત કરતા રહ્યા. ફક્ત ૧૯ વર્ષની ઉંમરમાં જ્યારે લલિતાના લગ્ન સુરેશ ચંદ્ર મુકાતી સાથે થયા ત્યારે નારી શિક્ષણના હિમાયતી તેમના સસરાએ પણ લલિતાને આગળ ભણવા માટે પ્રેરિત કર્યા. આમ પ્રોત્સાહન મળવાના કારણે તેમને ઓપન યુનિવર્સીટી દ્વારા BAની ડિગ્રી પ્રાપ્ત કરી. આર્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી એગ્રીકલચરમાં ખાસ કામ આવે તેમ હતી નહિ પણ લલિતાએ તેને ખોટું સાબિત કરી બતાવ્યું. આજે લલિતા એક એવોર્ડ વિનર ઓર્ગેનિક ખેડૂત છે તે ઉપરાંત ૨૧ મહિલાઓનું એક એસોસિએશન બનાવીને પેસ્ટીસાઈડ્સ મુક્ત ખેતી કરવાને પ્રોત્સાહિત કરી રહી છે. આ ક્રમ મુજબ તેમણે બરવાની જિલ્લાના બોલાઈ ગામની પોતાની ૩૬ એકર એગ્રીકલચર જમીનને પેસ્ટીસાઈડ્સ મુક્ત કરી દીધી છે જ્યાં તે ઓર્ગેનિક પાક ઉગાડે છે.
લલિતાએ ઓર્ગેનિક ખેતીમાં તેમના ૫૦ વર્ષીય પતિ સુરેશ ચંદ્ર મુકાતીની મદદ કરવા માટે શરૂ કરી હતી. લલિતાના પતિએ એગ્રીકલચરમાં msc કર્યું હતું અને તેમને ટ્રેનિંગ અને અન્ય કારણોસર બહાર જવું પડતું હતું. આવામાં ખેતી પર ધ્યાન આપી શકતા ના હોવાના કારણે ઘણું નુકસાન થતું હતું, એ દરમિયાન ખેતરોમાં મજૂરોને જોવાવાળું કોઈ હતું નહીં એટલે તેમણે નિર્ણય કર્યો કે તે પોતે ખેતરમાં જશે અને ખેતી કામમાં પતિને મદદ કરશે. એટલે જ લલિતાએ બાળકો મોટા થઈ ગયા પછી વર્ષ ૨૦૧૦માં પતિ જોડેથી ખેતીની બારીકાઈ શીખવા લાગ્યા. ઘરેથી ખેતર સુધી પહોંચવા માટે તેમણે પહેલાં સ્કૂટી શીખી અને ધીરે ધીરે બધા જ ખેતીના ઉપકરણો ચલાવવાનું શરૂ કર્યું. એટલા માટે તેઓ ટ્રેકટર ચલાવવાનું પણ શીખ્યા.

લલિતાના આઠ વર્ષના સતત પ્રયત્નથી પરિણામ એ આવ્યું કે મધ્યપ્રદેશ સ્ટેટ ઓર્ગેનિક સર્ટીફીકેશન એજન્સી એ તેમના ખેતરને ઓર્ગેનિક સ્કોપ સર્ટિફિકેટ મળી ગયું. લલિતા પોતાના ખેતરમાં અર્થવર્મ્સ પાળે છે, જે ખેતરના અપશિષ્ટ ને વર્મીકમ્પોસ્ટમાં ફેરવે છે. સર્વશ્રેષ્ઠ જિલ્લા ખેડૂત પુરસ્કાર અને સર્વશ્રેષ્ઠ ખેડૂત મહિલા એવોર્ડથી સમ્માનિત લલિતાને મુખ્યમંત્રી ખેડૂત વિદેશ અધ્ધયન યોજના માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ ૨૦૧૪માં લલિતા અને તેમના પતિને સાથે તેઓને જર્મની અને ઇટલી જેવા દેશોમાં ફરવાની તક મળી. ખેતીની નવી, ઓછું રોકાણ અને વધારે ઉપજની રીત જાણવા માટે તેમણે જર્મની અને ઇટલીના હાઈ-ટેક ઓર્ગેનિક ખેતરોમાં જવાની તક મળી. આ સાથે જ કેન્દ્ર સરકારે પણ તેમને દેશની એ ૧૧૪ મહિલા ખેડૂતોમાં સામેલ કર્યા છે, જેમણે ભારતીય ખેતીને ખૂબ સારું યોગદાન આપ્યું છે. તેમને પ્રધાનમંત્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે.