કોન્ટેક્ટ લેન્સનું ખાસ આ રીતે રાખો ધ્યાન, નહિં તો નાજુક નમણી આંખમાં થશે અનેક પ્રોબલેમ્સ

ભલે માર્કેટમાં ઘણી બધી ડિઝાઇનની ફ્રેમ મળી છે, પરંતુ તો પણ કેટલાક લોકો ચશ્મા પહેરવાથી દૂર રહે છે, ખાસ કરીને છોકરીઓ.

image source

છેલ્લા કેટલાક સમય થી ચશ્માંની જગ્યાએ આજના યુવાનો કોન્ટેક્ટ લેન્સ લગાવવાનું વધારે પસંદ કરે છે. કોન્ટેક્ટ લેન્સ ભલે પછી તે નંબરના હોય કે પછી આંખોને સુંદર દેખાડવા માટે અલગ અલગ રંગના લેન્સ, લેન્સ લગાવતા સમયે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે.

તો આજે વાત કરીશું કોન્ટેક્ટ લેન્સને લગાવતા સમયે અને ઉતાર્યા પછી લેન્સની સંભાળ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો..

ચશ્મા પહેરવાથી વધારે આરામદાયક:

image source

આપ જ્યારે બીજાઓને કોન્ટેક્ટ લેન્સ લગાવતા જોવો છો, કદાચ આપને લાગતું હશે કે લેન્સ લગાવવા કેટલી મોટી મુસીબત છે. પણ શરૂ શરૂમાં આ મુશ્કેલ દેખાવાવાળું કામ ધીરે ધીરે સરળ લાગવા લાગે છે. સાથે જ ચશ્માથી વધારે આરામદાયક રહે છે. ખાસ કરીને ઉનાળામાં, જ્યારે આપ પરસેવાથી ખૂબ હેરાન થાવ છો.

પહેલાના અને આજના લેન્સ:

image source

આજથી કેટલાક વર્ષ પહેલા કોન્ટેક્ટ લેન્સ થોડા હાર્ડ મટીરીયલના આવતા હતા, જેને લગાવવા થોડુ મુશ્કેલ કામ હતું, પણ વિજ્ઞાનએ જેમ જેમ પ્રગતિ કરી, તેમ તેમ હાર્ડ લેન્સની જગ્યા એ ખૂબ જ સોફ્ટ મટીરીયલના લેન્સ માર્કેટમાં મળવા લાગ્યા.

મટીરીયલની સાથે સાથે આ લેન્સીસની ક્વોલિટી પણ અલગ હોય છે, જેવા કે એક અઠવાડિયા સુધી ચાલવાવાળા લેન્સ કે પછી એક મહિના સુધી કે પછી ૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાતા લેન્સ.

લેન્સ પહેરતા પહેલા જરૂરી બાબતો:

image source

-લેન્સ પહેરતા પહેલા અને લેન્સ ઉતરતા પહેલા આપના હાથ એકદમ સાફ હોવા જોઈએ.

-લેન્સને આંખોમાં નાખતા પહેલા લેન્સ સાથે મળેલ સોલ્યુશનની સાથે લેન્સને સાફ કરવા જરૂરી છે.

-લેન્સના કેટલાક ટીપાં તેની પર નાખીને એંટી-ક્લોક વાઇઝ ફેરવો, ત્યારપછી જ લેન્સને આંખો પર અપ્લાઈ કરો.

-લેન્સ પહેર્યા પછી આંખોને ઉપર-નીચે, આજુ-બાજુ ફેરવવાનું ભૂલવું નહિ.

લેન્સ પહેરવા એક કળા છે.:

જ્યારે પણ કોન્ટેક્ટ લેન્સ ખરીદો, એને કોઈ સારા ડૉક્ટરની સલાહ વગર લેવા જોઈએ નહિ. જેની પાસેથી પણ લેન્સ લો, તેમની પાસેથી લેન્સ પહેરવાની પૂરી રીત શીખી લો.

એકવાર જો આપને લેન્સ પહેરવાનું આવડી ગયું તો આપના માટે કોઈપણ લગ્ન પ્રસંગ, ઓફિસ કે પછી કોઈપણ ખાસ જગ્યાઓ પર જવા માટે ચશ્મા નહિ પહેરવા પડે. અહિયાં સુધી કે હરવા-ફરવાના શોખીન લોકો માટે કોન્ટેક્ટ લેન્સ પહેરીને ટ્રેકિંગ, સર્ફિંગ, સ્કેટિંગ વગેરે કરવાનું ખૂબ સરળ થઈ જાય છે.

image source

લેન્સ પહેરતી વખતે અને બાદમાં ધ્યાન રાખવાની સાવધાનીઓ:

-જો આપની આંખોમાં કોઈ પ્રકારનું ઇન્ફેકશન રહે છે તો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરવાનું ટાળી દેવું જોઈએ.

-લેન્સને ક્યારેય પણ સાદા પાણી કે કપડાથી સાફ કરવા નહિ.

-એક્સપાયર થઈ ચૂકેલ લેન્સનો ઉપયોગ બિલ્કુલ કરવો જોઈએ નહિ.

-૭ કલાકથી વધારે લેન્સ પહેરવાની ભૂલ કરવી નહિ.

image source

-પોતાની પાસે હમેશા લેન્સ કવર અને સોલ્યુશન રાખવું.

-સૂતા પહેલા લેન્સ રિમૂવ કરવાનું ભૂલવું નહિ.

-લેન્સ લગાવ્યા પછી આંખો ભારે ના થાય, એટલા માટે દર કલાક પછી આંખોને ૫ થી ૭ સેકન્ડ માટે જરૂરથી ઝપકાવી.

-લેન્સ હોલ્ડરને પણ સાફ રાખો.

-મેકઅપ કરતાં પહેલા કોન્ટેક્ટ લેન્સ પહેરી લો.

image source

-લેન્સ હોલ્ડરના સુકાઈ ગયા પછી જ તેમાં લેન્સને મૂકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ