સ્ટ્રેસને ભગાડીને એકદમ રિલેક્સ થવા રોજ ખાઓ આ વસ્તુ

આપણે જે જીવનશૈલીમાં જીવી રહ્યા છીએ તેમાં તણાવ થવો એક સામાન્ય વાત છે. તણાવથી બચવા માટે આપે મેડિટેશન કરવું જોઈએ અને કાઉન્સિલિંગનો સહારો લેવો જોઈએ.

image source

જો કે શોધકર્તાઓનું માનવું છે કે જો આપ આપના ખાનપાનમાં બદલાવ કરો છો અને કેટલાક જરૂરી ખાદ્ય પદાર્થોને ડાયટમાં સામેલ કરો છો તો આપ તણાવથી બચી શકો છો. તાજેતરમાં જ થયેલ એક શોધમાં તણાવથી બચવા માટે આપે શું ખાવું જોઈએ તે વિષે જણાવામાં આવ્યું છે.

image source

ખરેખરમાં તણાવ આપની અંદરની સકારાત્મકતાને ખતમ કરી દે છે અને આપને નકારાત્મક વિચારોથી ભરી દે છે. જો યોગ્ય સમયે તણાવ કે અવસાદનો ઉપચાર કરવામાં નથી આવતો તો આ આપને આત્મહત્યા તરફ પણ ધકેલી શકે છે. તણાવના કારણે કેટલીક વાર મનુષ્યના મનમાં આત્મહત્યા સુધીના વિચારો આવે છે. એટલા માટે, ટન ને લઈને સમય સમય પર કેટલાક પ્રકારની શોધ અને અધ્યયન થતાં રહે છે.

image source

એક શોધમાં જણાવવામાં આવ્યું છે કે દહી આપની અંદર ઉત્પન્ન થતાં તણાવને દૂર કરે છે. દહીમાં કેટલાક પ્રકારના પોષકતત્વો હોય છે જે આપના સ્વાસ્થ્યને ઠીક રાખે છે અને તણાવ દૂર કરે છે. આ અધ્યયન એક સાઇન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે. આ અધ્યયનને વર્જિનિયા વિશ્વ વિદ્યાલયના સ્કૂલ ઓફ મેડિસિન દ્વારા કરવામાં આવ્યો છે. આ અધ્યયનમાં જણાવાયું છે કે દહીમાં એવા ગુણ રહેલા છે જે તણાવને ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે.

image source

જો કે શોધકર્તાઓનું કહવું છે કે આ દિશામાં હજી વધારે શોધ અને અધ્યયનની કરવાની જરૂરિયાત છે. આમ પણ દહીમાં કેટલાક ઔષધીય ગુણ હોય છે જે આપણા પાચનતંત્રને ઠીક કરે છે અને કેટલાક પ્રકારની બિમારીઓના જોખમને ઘટાડે છે. દહી ખાવાથી પેટમાં ગેસ બનતી નથી.

દહીમાં રહેલા બેક્ટેરિયા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક હોય છે. દહીમાં પ્રોટીન અને કેલ્શિયમ સિવાય પણ વિટામિન બી૬ અને વિટામિન બી૧૨ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

image source

દહી સ્વાસ્થ્ય માટે જ નહિ પરંતુ આપની ત્વચા માટે પણ લાભદાયક છે. દહી આપની ત્વચા અને માથાના વાળ, બંને માટે સારું હોય છે. દહીને બેસન સાથે મિક્સ કરીને આપ ચેહરા પર લગાવી શકો છો. આમ કરવાથી આપની ત્વચા કોમળ બને છે અને રંગત નિખરે છે. દહીંના ઉપયોગથી ચેહરાની ટેનિંગ પણ દૂર થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ