પિતા બનેલા પીઆઈ દિવસ-રાત બજાવી રહ્યા છે પોતાની ફરજ, નથી રમાડી શક્યા પોતાના નવજાત બાળકને, વાંચો ખાખીની હૃદયસ્પર્શી કહાની

ઘરે પારણું બંધાયું પણ બાળકને નથી રમાડી શખતા આપણા આ પોલીસ અધિકારી

image source

દેશની સેવામાં તેનાત આ પોલીસ અધિકારી નથી રમાડી શક્યા પોતાના નવજાત બાળકને

કોરાના વાયરસના ફેલાવાના કારણે હાલ સમગ્ર દેશમાં 21 દીવસનું લોકડાઉન ચાલી રહ્યું છે અને તેનું દેશના લોકો પાલન કરે તે હેતુથી પોલીસ અધિકારીઓની ફરજ 24X7ની થઈ ગઈ છે. તેઓ પોતાના કુટુંબીજનોને તો મળી જ નથી શકતા, તેમને પુરતો સમય નથી આપી શકતાં. સતત દેશ સેવામાં લાગેલા રહ્યા છે. તેમાંના એક પોલીસ અધિકારી તો પોતાની પ્રસૂતા પત્ની સાથે પણ હોસ્પિટલમાં તેની સાથે હાજર નથી રહી શક્યાં કે પોતાના નવજાત બાળકને પણ નથી રમાડી શકતા.

image source

થોડા દિવસથી પોલીસના બે રંગ જનતાના જોવામાં આવ્યા છે જેમાં એકમાં પોલીસ દીવસ-રાત નાગરીકોની મદદ કરતી જોવા મળી રહી છે, ભૂખ્યા લોકોને ભોજન પીરસતી જોવા મળી રહી છે તો બીજી બાજુ એક પોલીસ અધિકારીને દમન કરતો પણ જોવામાં આવ્યો હતો જો કે બાદમાં તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. જો કે હાલ તો પોલીસની એક સારી બાજુ જ વધારે જોવા મળી રહી છે. પણ પોતાની આ ફરજને પ્રાથમીકતા આપવા જતાં પોલીસ અધિકારીઓ પોતાના પરિવારજનોને સમય નથી આપી શકતા.

image source

જેનું તાજું જ ઉદાહરણ હાલ સામે આવ્યું છે. આ પોલીસ અધિકારીનું નામ છે પીઆઈ વાળા જેમની પત્નીએ તાજેતરમાં પ્રિમેચ્યોર બાળકને જન્મ આપ્યો છે હાલ તે ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ છે. તો બીજી બાજુ પત્ની પણ હોસ્પિટલમાં જ દાખલ છે અને તેણીની તબીયત સુધરી રહી છે. પણ આ દરમિયાન હોસ્પિટલમા હાજર આ બન્ને વ્યક્તિઓ માટે અત્યંત નજીકના એવા પી.આઈ વાળા તેમની નજીક નથી રહી શકતા. તેમને પણ પોતાની પત્ની અને બાળકને મળવાનું કેટલું મન થતું હશે તે આપણે ઘણી સારી રીતે જાણીએ છે કારણ કે તે પણ આપણી જેમ છેવટે તો એક માણસનું જ હૃદય ધરાવે છે.

image source

તેમ છતાં આજે તેમની પત્ની અને બાળકની જોડે રહીને તેમની સેવા કરવાની જગ્યાએ તેમણે પોતાની ફરજને પ્રાથમિકતા આપવી પડી છે. એમ પણ જ્યારે તમે યુનિફોર્મ પહેરો પછી તે નેવીનો હોય, આર્મીનો હોય કે પછી ડોક્ટરનો હોય કે પછી પોલીસનો હોય તમારી પ્રાથમિકતા હંમેશા તમારી ફરજ જ રહે છે અને ત્યાર બાદ જ તમારો પરિવાર આવે છે.

રાજેન્દ્રસિંહ વાળા 2008માં પોલીસ ખાતામાં જોડાયા હતા. અને ત્યારે તેમણે દેશની સેવા એટલે કે લોકોની રક્ષા અને કાયદાની રક્ષાના શપથ લીધા હતા. જેને હાલ તેઓ પૂર્ણ પ્રામાણિકતાથી નિભાવી રહ્યા છે.તેવો દીવસ રાત રસ્તા પર લોકો પાસે કાયદાનું પાલન કરાવીને પોતાની ફરજ નીભાવી રહ્યા છે. તેઓ હાલ અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમા પોલીસ ઇન્સ્પેક્ટરની ફરજ નિભાવી રહ્યા છે. તેમના ઘરે પારણું બંધાયાને પાંચ કરતાં વધારે દીવસ થઈ ગયા છે છતાં તેઓ પોતાના બાળકનું મોઢું નથી જોવા પામ્યા.

image source

જો કે પીઆઈ વાળા જણાવે છે કે મારે આ સ્થિતિમાં પત્ની તેમજ બાળક સાથે રહેવું જોઈએ પણ હાલ મારી જરૂર દેશને વધારે છે અને મારા પત્ની અને બાળકનું ધ્યાન ઘરના સભ્યો ખુબ જ સારી રીતે રાખી રહ્યા છે. તેમના આ બાળક ઉપરાંત એક 8 વર્ષની દીકરી પણ છે. જેને પણ તેઓ સમય નથી આપી રહ્યા પણ હાલ દેશને તેમની સેવાની અત્યંત જરૂર છે તેવા સંજોગોમાં તેઓ પોતાના પરિવારનો વિચાર ન કરી શકે.

image source

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યા બાદ ઘણા બધા એવા લોકો કે જેઓ રોજનું કમાઈને રોજ ખાતા હોય તેમની સ્થીતી કફોડી થઈ પડી હતી પણ પોલીસ દ્વારા તેમને શક્ય તેટલી મદદ કરવામાં આવી રહી છે. પોલીસ આવા લોકોને બે ટંકનું ભોજન પુરુ પાડી રહ્યા છે અને બીજી ઘણી બધી સેવાઓ આપી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ