વાંચવાના શોખીનોને મજા પડી જાય એવી છે આ લાઇબ્રેરીની વાત, એક વાર વાંચશો તો વારંવાર થશે વાંચવાનુ મન

પુસ્તકો એક એવો મહાસાગર સાચવીને રાખે છે જે ક્યારેય ખાલી નથી થતો.

image source

ભલેને જ્ઞાન પિપાસુઓની સંખ્યા અનેકગણી હોય પરંતુ આ જ્ઞાનસાગરમાં ઓછપ નથી આવતી ઉલ્ટાનું એવું બની શકે આ કોઈ માણસ એક પુસ્તક વાંચીને તેમાં પોતાનું અધ્યયન અને અનુભવ નીચોવીને અન્ય એક પુસ્તક લખી શકે.

એટલે પુસ્તકના જ્ઞાન સાગરમાં એટલી ક્ષમતા હોય છે કે તે પોતાનાથી પણ વધુ માહિતી ધરાવતો જ્ઞાનસાગર બનાવવામાં પોતાનો સંપૂર્ણ સહયોગ આપી દે છતાં તેનું તત્વ ઓછું નથી થતું.

image source

ભલે પુસ્તક વાંચવાનો ક્રેઝ ઓછો થઇ રહ્યો હોય છતાં આજે પણ પુસ્તક પોતાનું અસ્તિત્વ અખંડ રીતે સાચવીને વાંચકોના શોખમાં સુરક્ષિત છે. જે લોકો પુસ્તક વાંચવાના શોખીન છે તેઓ આજના આધુનિક અને પાણીની જેમ વહી જતા સમય વચ્ચે પણ લાઈબ્રેરીમાં જઈ પોતાની જ્ઞાન ભૂખ સંતોષે છે. એ પણ સંતોષકારક ઓડકાર જેવો અનુભવ છે કે હજુ પણ વિશ્વમાં લાખોની સંખ્યામાં લાઈબ્રેરી જીવિત અવસ્થામાં છે.

પણ શું તમે એ વિચારી શકો કે કોઈ લેખક આજથી સો વર્ષ પુસ્તકો છાપવાના હોય અને તેની તૈયારી અત્યારથી શરુ કરી દે. નહિ ને, પરંતુ આ ઘટના ઘટી રહી છે નોર્વે દેશમાં.

image source

અહીં અત્યારથી જ એક ખાસ લાઈબ્રેરી બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં આ લાઈબ્રેરીમાં રાખવામાં આવનાર પુસ્તકો માટે અહીંના ઓસ્લો ખાતેના નોડમાર્ક જંગલોમાં ચીડ વૃક્ષાન એક હજાર છોડવાઓ રોપવામાં આવ્યા છે. જેથી આજથી 100 વર્ષ બાદ જયારે આ છોડવાઓ વૃક્ષો બની જાય ત્યારે તેના લાક્ડાઓમાંથી કાગળ બનાવી તેના વડે 100 પુસ્તકો પ્રકાશિત કરવામાં આવશે.

image source

માહિતી મુજબ અત્યારે લાઈબ્રેરીમાં આ પુસ્તકોની પાંડુલિપિ રાખવામાં આવી છે જેને વાંચવાની હાલ કોઈને પણ પરવાનગી નથી આપવામાં આવી. આ લાઈબ્રેરી સ્કોટલેન્ડના એક કલાકાર કેટી પીટરસનની ચાર વર્ષ પહેલા બનાવેલી ” ફોરેસ્ટ ટુ ફ્યુચર લાઈબ્રેરી ” નો જ એક ભાગ છે.

ઉલ્લેખનીય છે કે આવનારા 100 વર્ષોમાં 100 અલગ અલગ લેખક પોતાના પુસ્તક અંતે રચના લાઈબ્રેરીમાં જમા કરાવશે જેને ઓસ્લો ખાતેની ન્યુ પબ્લિક ડેચમંસ્કે લાઈબ્રેરીમાં લાકડા વડે બનાવાયેલા ખાસ ઓરડામાં સુરક્ષિત રાખવામાં આવશે. આ રચનાઓને લાઈબ્રેરીના શેલ્ફ પર રાખવામાં આવે તો જોઈ જરૂર શકાશે પણ વાંચી નહિ શકાય.

image source

યોજના મુજબ આ પુસ્તકો 2114 માં એક એક કરીને વારાફરતી પ્રકાશિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભવિષ્યની આ લાઈબ્રેરી માટે પહેલ કરતા કેનેડાની પ્રખ્યાત સાહિત્યકાર માર્ગરેટ એટવુડે પોતાની પ્રથમ નવલકથા જમા પણ કરાવી દીધી છે જેનું નામ ” સ્ક્રિબલર મુન ” છે અને તેને 2114 માં પ્રકાશિત કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ