આ માછલી ચાલે છે જમીન પર પણ, જો વાત ના મનાતી હોય તો પુરાવા તરીકે જોઇ લો તસવીરો

દુનિયાભરમાં લગભગ કરોડો કે એથીય વધુ પ્રકારના જીવ જંતુઓ રહે છે.

image source

જે પૈકી ઘણા ખરા જીવ જંતુઓ વિષે વૈજ્ઞાનિકોએ સંશોધન અને અધ્યયન કરી આપણા સુધી માહિતીઓ પહોંચાડી ચુક્યા છે. તેમ છતાં હજુ એવા કેટલાય પ્રકારના જીવ જંતુઓ એવા છે જેના વિષે આપણે જાણતા નથી.

આ પ્રકારના જીવ જંતુઓ પૃથ્વીના અલગ અલગ અને દુર્ગમ કહી શકાય તેવા સ્થળોએ રહેતા હોય છે અને આ જ કારણે તેના વિષે જાણકારી મેળવવામાં વિલંબ થઇ રહ્યો છે.

image source

પરંતુ તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ એક નવીન પ્રકારના જીવની શોધ કરવામાં સફળતા મેળવી છે. આ જીવ અસલમાં માછલી છે પ્લાન આ માછલી સામાન્ય માછલીથી બિલકુલ અલગ છે કારણ કે તે પાણીમાં તરતી નથી પણ જમીન પર ચાલી પણ શકે છે. એટલું જ નહિ પણ પાણીની સપાટી પર પણ ચાલવા આ માછલી સક્ષમ છે.

image source

જો કે આ માછલી એક દુર્લભ જીવ સમાન છે અને તેની સંખ્યા પણ બહુ ઓછી છે. થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયા દેશના દક્ષિણ કિનારે સ્થિત તસ્માનિયા ટાપુ પર વૈજ્ઞાનિકોની એક ટીમને આ માછલી જોવા મળી હતી. વૈજ્ઞાનિકોએ પોતાની આ શોધ એટલે કે આ અદભુત માછલીનું નામ ” સ્પોટેડ હેન્ડ ફિશ ” રાખ્યું છે. વૈજ્ઞાનિકોએ સ્પોટેડ હેન્ડ ફિશની તુલના કુકડા સાથે કરી છે કારણ કે જેમ કૂકડો પાંખ હોવા છતાં ઉડી શકતો નથી તેમ આ સ્પોટેડ હેન્ડ ફિશ પણ નાની પાંખ હોવા ઉડી શકતી નથી.

image source

ઉલ્લેખનીય છે કે આ માછલી હાલ માત્ર તસ્માનિયા ટાપુના એક તળાવમાં જ બચી હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. અને તેની સંખ્યા વધુમાં વધુ 20 થી 40 સુધી હોઈ શકે છે. સ્પોટેડ હેન્ડ ફિશનો મુખ્ય ખોરાક પાણીની સપાટી પર મળી આવતા જીવ જંતુઓ છે. નોંધનીય છે કે તેના શરીર પર ઉપસેલા ફીન વડે તે જમીન પર અને પાણીની સપાટી પર ચાલી શકે છે ધીમે ધીમે આ ફીન વિકાસ પામતા પાંખના આકારમાં બદલાવા લાગે છે.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધીમાં વૈજ્ઞાનકો આ માછલીનું માત્ર એક જ પ્રાકૃતિક રહેઠાણ શોધી શક્યા છે. જો કે આ શોધ બાદ એવું પણ જાણવા મળ્યું કે આ માછલી કોઈ ખાસ વાતાવરણમાં રહેવા ટેવાયેલી નથી એટલે કે તે અલગ પ્રકારના વાતાવરણમાં પણ પોતાને જીવન જીવવા ઢાળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ