હોમ-મેડ પિઝા બેઝ – ઘરે જ બનાવો પિઝા બેઝ યીસ્ટ વગર અને ઓવન કે માઈક્રોવેવ વગર, શીખો સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે…

પિઝા, નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય ખરુંને ! . તો રેસ્ટોરન્ટ જેવા જ સ્વાદિષ્ટ પરંતુ તેના કરતા હાઈજેનીક પિઝા ઘરે જ બનાવવા માટે પિઝામાં વપરાતો પિઝા સોસ કઈ રીતે બનાવવો તેની રેસિપી જોઈ તો આજે હું પિઝા બેઝ કઈ રીતે બનાવવો તેની રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપણે યીસ્ટ નાખ્યા વગર અને માઈક્રોવેવનો યુઝ કર્યા વિના જ બનાવીશું તો પણ આ પિઝા બેઝ બહારથી લાવતા પિઝા બેઝ જેવો જ ટેસ્ટી અને સોફ્ટ બને છે. તો આ રેસિપી જોયા પછી તમે પણ સૌ સરળતાથી ઘરે જ ટેસ્ટી અને હાઈજેનીક પિઝા બનાવી શકશો. તો ચાલો બનાવીએ પિઝા બેઝ.

સામગ્રી :

Ø 200 ગ્રામ મેદાનો લોટ

Ø 1/4 ટેબલ સ્પૂન મીઠું

Ø 1/2 ટેબલ સ્પૂન બેકિંગ પાવડર

Ø 1/2ટેબલ સ્પૂન બેકિંગ સોડા

Ø 2 ટેબલ સ્પૂન દળેલી ખાંડ

Ø 1/2 કપ

Ø 2 ટેબલ સ્પૂન તેલ

રીત :1) સૌ પ્રથમ પિઝા બેઝ માટેનો લોટ તૈયાર કરી લઈએ. તે માટે કથરોટમાં મેંદાનો લોટ લેવો, આ લોટને આંકમાં ચાળી લેવો. ત્યારબાદ તેમાં દળેલી ખાંડ, મીઠું, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરી બધું જ મિક્સ કરી લો. બધું જ બરાબર મિક્સ કર્યા બાદ એકાદ ટેબલ સ્પૂન તેલનું મોણ આપો.
2) ત્યારપછી તેમાં દહીં ઉમેરી ફરી મિક્સ કરી લો. અહીંયા દહીં મોળું યુઝ કરવું.3) હવે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો. હાથમાં થોડું તેલ લઈ લોટને બરાબર મસળીને સ્મૂથ કરી લો.4) ત્યારબાદ આ લોટને ઢાંકીને એકાદ કલાક માટે રેસ્ટ આપી દો જેથી લોટ બરાબર સેટ થઇ જાય.5) એક કલાક પછી લોટને ફરી સહેજ મસળીને સરખા બે ભાગ કરી લો. હવે એક પાર્ટ કઈ પાટલી અને વેલણની મદદથી ગોળ જાડો રોટલો વણી લો.
6) ફૉર્કની મદદથી આખા રોટલા પર પોઇન્ટ કરી લો.7) આ રોટલાને બેક(શેકવા) માટે કડાઈમાં એક કપ જેટલું મીઠું લઈ, કડાઈમાં વચ્ચે સેન્ટરમાં નાનો કાંઠો કે પછી ભાખરીનું સ્ટેન્ડ મૂકી ગરમ થવા દો.8) મીઠું ગરમ થાય પછી રોટલાને નાની સ્ટીલની પ્લેટમાં લઈ કાંઠા પર સેન્ટરમાં રાખી દો.9) કડાઈને ઢાંકીને 10 મિનિટ માટે મીડીયમ આંચ પર બેક થવા દો.10) દસ મિનિટમાં તો રોટલો શેકાય જશે. રોટલો સહેજ ફૂલી જશે તેમજ કલર પણ સહેજ ડાર્ક થઇ જશે. આ જ રીતે બીજા પાર્ટમાંથી પણ રોટલો વાણીને બેક કરી લેવો.તો મિત્રો, તૈયાર છે આ પિઝા બેઝ, છે ને સાવ ઇઝી તો તમે પણ હવેથી ઘરે જ પિઝા બેઝ બનાવજો અને આપણા ઘરના સભ્યોને પિઝા બનાવીને ખવડાવજો.
આ રેસિપીનો વિડીયો જોવા આ લિંક પર ક્લિક કરો :
રસોઈની રાણી : અલ્કા સોરઠીયા