પિતાની પ્રતિમા સાથે કાલી ભાષામાં વાત કરવા લાગી એક વર્ષની માસુમ, કરુણ તસવીરો જોવા કરો ક્લિક

પોતાના જન્મ પહેલાં જ શહિદ થયેલા પિતાની પ્રતિમાને પુત્રી વળગી પડી અને વહાલ કરવા લાગી

આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે ભારતીય સૈનિકોની સ્થિતિ ઘણી કપરી હોય છે. તેઓ જીવના જોખમે બોર્ડર પર તેમજ રમખાણોમાં ભારતના સામાન્ય નાગરીકોની રક્ષા કરે છે. દર વર્ષે ભારતીય સૈન્યના કંઈ કેટલાકે જવાનો શહીદ થાય છે અને ત્યારે દેશ ભલે એક સૈનિક ગુમાવતો પણ તેના શહીદ થતાં જ કોઈક પોતાનો વહાલ સોયો દીકરો ગુમાવે છે તો કોઈ પોતાનો પતિ ગુમાવે છે તો કોઈ પોતાનો ભાઈ ગુમાવે છે તો કોઈ પોતાનો પિતા ગુમાવે છે. આજની આપણી લાગણીસભર વાત એક એવી જ દીકરીની છે જેણે ક્યારેય પોતાના પિતાને જોયા નથી તેણીના જન્મ પહેલાં જ તેના પિતા શહીદ થઈ ગયા હતા.

image source

વાત થઈ રહી છે છત્તીસગઢના કોરબા જિલ્લાના શહીદની એક વર્ષની નાનકડી દીકરીની. આ દીકરી પોતાના પિતાની યાદમાં બનાવવામાં આવેલી પ્રતિમાને વળગી પડી છે અને પિતાને લાડુ ખવડાવી રહી છે. તેણે પોતાની કાલી-કાલી ન સમજાય તેવી પણ અત્યંત મીઠી ભાષામાં પિતાને પ્રણામ પણ કર્યું. આ પ્રસંગ હતો તેના પિતાના જન્મ દિવસનો. આ નાનકડી બાળકીની આ વિડિયો હાલ ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

image source

દીકરીના પિતાનું નામ છે મૂલચંદ કંવર. તેઓ નકસલીઓ સામેની લડાઈમાં શહીદ થયા હતા અને તે સમયે તેમની દીકરી તેમની પત્નીના ગર્ભમાં હતી. 2018ના જાન્યુઆરીમાં ઉરગાના ઘનાડબરી ગામમાં રહેતાં મૂલચંદ 12 ઓગસ્ટ, 2013ના દિવસે પોલિસ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર નોકરીએ જોડાયા હતા. ટ્રેનિંગ બાદ તેમનુ પોસ્ટિંગ નારાયણપુર જિલ્લામાં હતું.

image source

અહીં તેમનો પનારો અવારનવાર નકસલીઓ સાથે પડતો હતો. તેમના કામના કારણે તેમને ટુંક જ સમયમાં પ્રમોશન પણ મળવાનું હતું પણ તે પહેલાં જ 24 જાન્યુઆરી 2018ના રોજ નકસલીઓ સામે લડતાં લડતાં તેમને ગોળી વાગી અને તેઓ શહીદ થઈ ગયા. માત્ર પાંચ જ વર્ષની સેવા બજાવી એક યુવાન શહીદ થઈ ગયો કોઈના ઘરનો દીપક બુઝાઈ ગયો, કોઈ વિધવાના માથાનું સિંદૂર ભૂંસાઈ ગયું, કોઈ બહેનની રાખડી કાંડા વગરની રહી ગઈ અને એક દીકરીએ જન્મ પહેલાં જ પિતાને ગુમાવી દીધા.

image source

13 ડિસેમ્બરે મૂલચંદ કંવરનો જન્મ દિવસ હતો. અને ગામમાં બનાવવામાં આવેલી તેમની પ્રતિમા સમક્ષ આખોએ પરિવાર તેમનો જન્મ દિવસ ઉજવવા ભેગો થયો હતો. તે પ્રસંગે દીકરી પોતાના શહીદ પિતાને પ્રણામ કરી રહી છે અને લાડુથી તેમનું મોઢું મીઠુ કરી રહી છે. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર રહેલી વ્યક્તિઓની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા હતા.

image source

2017ના એપ્રિલ મહિનામાં મૂલચંદ કંવરના લગ્ન ઇંદ્રભદ્રા નામની યુવતી સાથે થયા હતા. ઇંદ્રભદ્રા એક પ્રોફેસર છે. પતિના મૃત્યુના આંઠ મહિના બાદ તેમણે દીકરીને જન્મ આપ્યો. મૂલચંદ કંવરની દીકરીનું નામ રાખવામાં આવ્યું વન્યા. તેણી પોતાના પિતાના જન્મ દિવસના પ્રસંગે પિતાની પ્રતિમા નજીક ગઈ અને પિતાને વહાલથી ભેટી પડી અને તેમની સાથે વાત કરવા લાગી.

image source

તેણીના જન્મ પહેલા જ પિતા શહીદ થયા હોવાથી પરિવારજનોએ પિતાની તસ્વીરો બતાવીને તેણીને પોતાના પિતા સાથે ઓળખાણ કરાવી હતી અને માટે જ જ્યારે તેણી પોતાના પિતાની પ્રતિમા પાસે ગઈ ત્યારે કોઈ એ તેને ઓળખાણ આપવાની જરૂર ન પડી પણ તે જોતાં જ તેમને ઓળખી ગઈ અને તેમની સાથે રમવા લાગી. પણ આ દ્રશ્યની કરુણા એ છે કે બિચારો પિતા તેને હાથ લંબાવીને ઉંચકી નહીં શકે, વહાલ નહીં કરી શકે અને દીકરીને પણ પિતાનો પ્રેમ નહીં મળી શકે કારણ કેતે તો માત્ર એક પ્રતિમા છે જીવતો જાગતો પિતા નહીં !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ