‘ભાભીજી ઘર પે હૈ’ની ભાભી રિયલ લાઇફમાં છે એકદમ બિંદાસ, તસવીરો જોઇને તમે પણ કહેશો સાચી વાત!

ભાભીજી ઘર પર હૈની સાડીમાં સજેલી ધજેલી અંગૂરી ભાભીનો આ અંદાજ તો તમે ક્યારેય નહીં જોયો હોય

એન્ડ ટીવી પર લગભગ પાંચ વર્ષથી ચાલી રહેલા શો ‘ભાભીજી ઘર પર હૈ’ આજે દરેક ઘરના ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી ગયો છે અને તેના એક એક પાત્રો પણ લોકપ્રિય થઈ ચુક્યા છે. પણ આ સિરિયલમાં સૌથી વધારે જો કોઈ પાત્રને પસંદ કરવામાં આવતું હોય તો તે છે અંગૂરી ભાભીનું પાત્ર. ખાસ કરીને આ પાત્રનો જે ડાયલોગ બોલવાનો અંદાજ છે તે ખુબ જ અનોખો છે અને લોકોને ખુબ જ પસંદ આવે છે. ખાસ કરીને તેના ડાયલોક ‘સહી પકડે હૈ.’ ને આજે બાળ-બાળ જાણે છે અને વાતે વાતે ઉચ્ચારે પણ છે.

image source

આ પાત્ર એટલે કે અંગૂરી ભાભીનું પાત્ર હાલ શુભાંગી આત્રે ભજવી રહી છે. આપણે બધા જાણીએ છેકે શુભાંગી શોમાં એટલે કે અંગૂરી ભાભી તરીકે એક સામાન્ય ભારતીય મહિલાની જેમ હંમેશા સાડીમાં જ જોવા મળે છે અને હંમેશા ઘરમાં જ જોવા મળે છે. પણ વાસ્તવીક જીવનમાં અંગૂરી એટલે કે શુભાંગી ઘણી આધુનિક છે. તેણી માત્ર શૂટિંગ દરમિયાન જ સાડી પહેરે છે પણ પરદા પાછળ તેણી ઘણી ગ્લેમરસ છે. તેણી હંમેશા પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પોતાના પ્રવાસ-પર્યટનો તેમજ અન્ય તસ્વીરો શેર કરતી રહે છે જેમાં તેણી જરા પણ અંગૂરી ભાભી જેવી નથી દેખાતી. તેની તસ્વીરો જોઈ તમે કહી જ નહી શકો કે તેણી અંગૂરી ભાભી છે.

image source

તમને જણાવી દઈએકે અંગૂરી ભાભી કરતાં શુભાંગીની લાઇફસ્ટાઇલ તદ્દન અલગ છે. અને તે વિષે ઘણા ઓછા લોકો જાણે છે. પણ જો તમે તેને સોશિયલ મિડિયા પર ફોલો કરશો તો તમને તેની ખરી લાઈફ જોવા મળશે. તેણી સોશિયલ મિડિયા પર અવારનવાર પોતાની ઓફ સ્ક્રીન તસ્વીરો તેમજ વિડિયો પોતાના ફેન્સ સાથે શેર કરે છે. તેણી માત્ર ઇન્સ્ટાગ્રામ પર જ એક્ટિવ નથી પણ તેણી અવારનવાર પોતાના ટીકટોક વિડિયો બનાવીને પણ શેર કરે છે.

image source

તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર શુભાંગી એટલે કે અંગૂરી ભાભીના અઢી લાખ કરતાં પણ વધારે ફોલોઅર્સ છે. અને તેણીની એક એક તસ્વીર તેમજ વિડિયોને હાજરો લાઈક્સ મળે છે. શુભાંગી મૂળે ઇંદોરની વતની છે તેણીએ એમેબીએમાં અભ્યાસ કર્યો છે. તેણી 2006થી ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તેણીએ એકતા કપૂરની કસોટી ઝિંદગી કીમાં અભિનય કર્યો હતો.

image source

અંગૂરી ભાભીનું પાત્ર શુભાંગી પહેલાં શિલ્પા શિન્દે ભજવી રહી હતી પણ ક્રીએટીવ ડિફ્રન્સીસના કારણે તેણીએ શોને પડતો મુક્યો હતો અને આ બાબતે તેણી અને સિરિયલના પ્રોડ્યુસર્સ વચ્ચે ઘણા બધા વિવાદો પણ સર્જાયા હતા અને તેણી દ્વારા પ્રોડ્યુસર્સ પર હેરેસમેન્ટના આરોપો પણ મૂકવામાં આવ્યા હતા. અને છેવટે તેણીને પડતી મુકીને શુભાંગીને આ પાત્ર ભજવાની ઓફર કરવામાં આવી હતી.

image source

શુભાંગી આત્રે આ ઉપરાંત સબ ટીવી પર આવતી ચીડિયા ઘર સિરિયલમાં પણ જોવા મળી હતી. અને છેલ્લા કેટલાક વર્ષોથી તેણી ભાભી જી ઘર પર હૈ સિરિઝમાં અંગૂરી ભાભીનું પાત્ર ભજવી રહી છે. તેણી ભલે છેલ્લા એક દાયકાથી પણ વધારે સમય ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ હોય પણ તેણીને ખરી ઓળખ તો આ અંગૂરી ભાભીના પાત્રથી જ મળી છે. જો કે તેણી એકતા કપૂરના પ્રોડેક્શન હેઠળ કસ્તૂરી સિરિયલમાં મુખ્ય પાત્ર ભજવતી જોવા મળી હતી અને અંગૂરી ભાભી પહેલાં તેણીને બધા કસ્તૂરી તરીકે પણ ઓળખતા હતા. તેણીની ઇન્સ્ટાગ્રામ પરની તસ્વીરો જોઈ તમે તેના આ રિયલ અંદાજના પણ દીવાના થઈ જશો. તેણી ઇન્ડિયન તેમજ વેસ્ટર્ન બન્ને લૂકમાં આકર્ષક લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ