પ્રિયંકાએ શેર કર્યો તેના પતિ નિકનો સો ફની વિડીયો શેર, જોઇ લો તમે પણ VIDEO, આવશે જોરદાર મજા

જુમાન્જી નેક્સ્ટ લેવલમાં નીક જોનાસની એન્ટ્રી પડતાં જ ઓડિયન્સ ‘જીજુ’ની બૂમો પાડવા લાગ્યા જુઓ વિડિયો, પ્રિયંકાનો હોલીવૂડ પોપ સિંગર પતિ બની ગયો છે દેશનો જીજુ

image source

બોલીવૂડ-હોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સોશિયલ મિડિયા પર સતત પ્રકાશમાં રહે છે. ક્યારેક કંઈક કરીને તો ક્યારેક કશું જ કર્યા વગર જ. તેણીએ ઘણા સમય બાદ બોલીવૂડની ફિલ્મ સ્કાય ઇઝ પિંકમાં ફરહાન અખ્તર સાથે કામ કર્યું ત્યાર બાદ હાલ તેણી નેટફ્લિક્સની બે ફિલ્મો માટે ભારતમાં શૂટીંગ કરીને પાછી પોતાના સાસરે હોલીવૂડના બેવર્લી હિલ્સ જતી રહી અને ત્યાર બાદ તેમની પ્રથમ મેરેજ એનિવર્સરીની તસ્વીરો પણ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

image source

પણ આજકાલ પ્રિયંકા પોતાના કોઈ એચીવમેન્ટ કે પછી લૂક માટે ચર્ચામાં નથી પણ તેના પતિ નીક જોનાસના કારણે ચર્ચામાં આવી છે. વાસ્તવમાં તેણે પોતે જ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર નિક જોનાસની એક વિડિયો શેર કરી છે. આ વિડિયોમાં ફિલ્મ જુમાન્જી ધ નેક્સ્ટ લેવલમાં નીક જોનાસની ધમાકેદાર એન્ટ્રીને જોઈ શકાય છે. અને આ વિડિયોને શેર કરતાં તેણીએ પોતાના પતિને નેશનલ જીજૂ બતાવ્યો છે. અને તેણી દ્વારા શેર કરવામાં આવેલો આ વિડિયો સોશિયલ મિડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

image source

તેણીએ વિડિયો શેર કરતાં લખ્યું છે, ‘જ્યારે નીક જોનાસ ભારતમાં એન્ટ્રી કરે છે…. નેશનલ જીજૂ, બધી જ બાબત માટે તમારો આભાર.’ તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ભારતમાં રિલિઝ થઈ ગઈ છે અને જ્યારે ફિલ્મમાં નીક જોનાસની એન્ટ્રી પડે છે ત્યારે તેને જોઈ લોકો કહેવા લાગે છે, જીજાજી આવી ગયા. આ ફિલ્મમાં નીકની એન્ટ્રી વાસ્તવમાં જોરદાર છે. ફિલ્મમાં જ્યારે ગેમના પ્લેયર બધી જ આશા છોડી દે છે ત્યારે તેવા સંજોગોમાં નીક ફિલ્મમાં એન્ટર થાય છે અને તેના સાથી પ્લેયર્સ તેને જોઈને ખુબ ખુશ થઈ જાય છે. પ્રિયંકા અને નીકની જોડીને માત્ર ભારતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રિય રીતે પણ ઘણી લોકપ્રિયતા મળી છે.

પ્રિયંકાએ બોલીવૂડમાં તો પોતાનો સિક્કો જમાવી જ દીધો છે. અને યુએસએના નેશનલ ટીવી પર પણ તેણી છવાઈ ગયેલી છે ત્યાર બાદ તેણીએ બે વોચ ફિલ્મમાં કામ કરીને પોતે કેટલી સમક્ષમ છે તે પણ જણાવી દીદું હતું. થોડા સમય પહેલાં ફ્રોઝન 2 ફિલ્મ આવી હતી તેમાં પ્રિયંકા અને પરિણિતી ચોપરાએ મુખ્ય પાત્રોને પોતાના અવાજ આપ્યા હતા.

image source

આમ તે કોઈને કોઈ રીતે હોલીવૂડ અને બોલીવૂડ સાથે સંકળાયેલી રહે છે. અને તેણી આ બન્ને ઇન્ડસ્ટ્રી વચ્ચે સંતુલન જાળવતા શીખી ગઈ છે. તેની આવનારી ફિલ્મોમાં ધ વ્હાઇટ ટાઇગર છે જેમાં તેણી રાજકુમાર રાવ સાથે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું શુટિંગ પુર્ણ થઈ ગયું છે. તેને નેટફ્લિક્સ પર રિલિઝ કરવામા આવશે. હાલ પ્રિયંકા કોઈ બેનામ હોલીવૂડ પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે. આશા છે કે તેના ફેન્સ તેને નજીકના ભવિષ્યમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રિય ફિલ્મમાં જોઈ શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ