ફિક્સ ડિપોઝિટ – પિતાને ફિક્સ ડિપોઝિટ ગણો નહીં, તેમની ફિક્સ ડિપોઝિટ બનો.

“ફિક્સ ડિપોઝિટ”

રાજને તેના ધંધામાં મોટું નુકશાન થયું હતું. આ વાતની જાણ મળતા તેનો દીકરો મીરાજ કે જે તેની પોતાની નોકરીથી કમાઈથી મોંઘી એવી ગાડી લેવાનો હતો,

તેણે ગાડી લેવાનો વિચાર માંડીને તે રૂપિયા તેના પિતાને આપવાનું તેની માઁ મીરાને કહ્યું. “એ ગાડી લેવું તો તારું સપનું છે દીકરા. તું તારા પિતા માટે થઇને તારું સપનું કેમ તોડે છે, દીકરા.”

મીરાએ તેની માવતરની માસુમિયતથી તેના દીકરાને પૂછ્યું. મીરાજ મુસ્કુરાયો અને તેની માતાનો હાથ પકડીને કહ્યું,

“કારણ કે મારા સપનાઓ પુરા કરવા પપ્પાએ તેમની ઘણી ફિક્સ ડિપોઝિટો તોડી છે. હવે વારો મારો છે.” આ સાંભળીને મીરા મુસ્કુરાઈ ઉઠી. કારણ કે તે શબ્દો કહીને તેના અને રાજના પ્રેમની ફિક્સ ડિપોઝિટ એવા મીરાજથી તેમને પ્રેમનો પ્રથમ એવો અમૂલ્ય હપ્તો આપ્યો હતો.

મિત્રો, પિતાને ફિક્સ ડિપોઝિટ ગણો નહીં, તેમની ફિક્સ ડિપોઝિટ બનો.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની આવી નાની નાની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ