કોઈ મોટી વ્યક્તિના પગે શા માટે લાગવું જોઈએ ? તમને પણ આવા વિચાર આવે છે તો આ રહ્યો જવાબ…

એક જુની પરંપરા છે જેને લોકો આજે પણ અનુસરે છે તે એ છે કે આપણે જ્યારે પણ વડીલોને મળીએ છીએ ત્યારે તેમને પગે લાગીએ છીએ. તેને મોટા લોકોને સમ્માન આપ્યું તેમ ગણવામાં આવે છે. જે લોકોના પગે લાગવામાં આવે છે તેમના માટે શાશ્ત્રોમાં કેટલાએ નિયમ બનાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ તમારા પગે લાગે તો તમારે શું કરવું જોઈએ તે વિષે જાણો.

પગે લાગવા પાછળ ધાર્મિક ને વૈજ્ઞાનિક બન્ને કારણો છે. જ્યારે પણ કોઈ તમારા પગે લાગે ત્યારે સામાન્ય રીતે આશિર્વાદ અને શુભેચ્છા પાઠવવી જોઈએ, સાથે તમારે ભગવાનું નામ પણ લેવું જોઈએ.

જ્યારે પણ કોઈ તમારા પગે લાગે ત્યારે તેનાથી તમને દોષ પણ લાગે છે. આ દોષથી મુક્તિ મેળવવા માટે ભગવાનનું નામ લેવું જોઈએ. ભગવાનનું નામ લેવાથી પગે લાગનાર વ્યક્તિને પણ હકારાત્મક ફળ મળે છે અને તેનાથી તમારા પૂણ્યમાં વધારો થાય છે. આશિર્વાદ આપવાથી પગે લાગનાર વ્યક્તિની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.

કોઈ મોટી વ્યક્તિના પગે શા માટે લાગવું જોઈએ ?

પગે લાગવું કે નમન કરવું, માત્ર કોઈ પરંપરા કે બંધન નથી. તે એક વિજ્ઞાન પણ છે જે આપણા શારીરિક, માનસિક અને વૈચારિક વિકાસ સાથે જોડાયેલું છે. પગે લાગવાથી માત્ર મોટાનો આશિર્વાદ જ નથી મળતો પણ અજાણતા જ આપણામાં કેટલીક વાતો ઉતરી જાય છે. પગે લાગવાથી સૌથી મોટો ફાયદો શારીરિક કસરતનો થાય છે, ત્રણ રીતે પગે લાગવામાં આવે છે. ઝુકીને પગે લાગવું, ગોઠણ પર બેસીને નમીને પગે લાગવું તેમજ સાષ્ટાંગ પ્રણામ. ઝુકીને પગે લાગવાથી કમર અને કરોડના હાડકાને આરામ તેમજ કસરત મળે છે.

ગોઠણ પર બેસીને પગે લાગવાથી આપણા બધા જ સાંધા વળે છે, જેનાથી પણ કસરત થાય છે, ત્રીજી રીત જે આપણે ભગવાન સમક્ષ મંદીરમાં જઈને કરતા હોઈએ છીએ તે છે શાષ્ટાંગ પ્રણામ. જેમાં તમારે પેટ પર સુઈને હાથ લાંબા કરી જોડીને પ્રણામ કરવાનું હોય છે. તેમા સમગ્ર શરીરની કસરત થઈ જાય છે. અને આ બધા જ પ્રણામથી માનસિક સ્ટ્રેસ પણ દૂર થાય છે. આ ઉપરાંત નમવાથી માથામાં લોહીનું પરિભ્રમણ થાય છે જે સ્વાસ્થ્ય તેમજ આંખને લાભપ્રદ છે.

નમન કરવાનો ત્રીજો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણને નમ્ર બનાવે છે અને આપણો અહંકાર ઓછો કરે છે. કોઈના પગે લાગવું એટલે કે તમે તેને માન આપો છો, જ્યારે તમે કોઈના માટે માન તેમજ નમ્રતા દાખવો છો ત્યારે તમારો પોતાનો અહંકાર ઓછો થઈ જાય છે. માટે મોટાને પ્રણામ કરવાની પરંપરાને નિયમ તેમજ સંસ્કારનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી માહિતીસભર પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ