ખરો પ્રેમ – ખુબ લાગણીસભર ટૂંકી વાર્તા…

“ખરો પ્રેમ”

હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઇને રાજ તેની પત્ની પાસે ગયો.

રાજે તેની પત્નીને બધા ફૂલો એક એક કરીને આપ્યા અને મુસ્કુરાયો.

“તું આજે પણ ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છું.” તેણે તેની પત્નીના વખાણ કરતા કહ્યું.

સામેથી કાંઈ જવાબ ના આવ્યો. ના, તેની પત્ની નારાજ નતી પણ કબરોમાંથી અવાજ ક્યાંથી આવી શકે?

આખરે, પોતાની પત્ની પાસે સમય વિતાવીને અંધક રાજ તેની છડીના સહારે તેના ઘરે જવા રવાના થયો.

કદાચ, આને જ કહેવાય ખરો પ્રેમ, જે વગર જોયે પણ તેની ખુબસુરતી જોઈ લે.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ