તારક મેહતા… ની નવી સોનુની શોધ થઈ પૂરી, આ યુવતિ નિભાવશે યુવાન સોનુંનુ પાત્ર…

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ભારતની સૌથી વધારે લાંબી ડેઈલી સિરિઝ છે. સતત અગિયાર વર્ષથી એક પણ બ્રેક લીધા વગર પોતાની લોકપ્રિયતા જાળવી રાખીને શોને આગળ ધપાવવો એ ખરેખર એક કૂનેહ માગી લે તેવું કામ છે. દસ વર્ષના ગાળામાં ઘણું બધું બદલાઈ જતું હોય છે. પછી તેના પાત્રોની વાત કરીએ કે તે પાત્રો ભજવતા કલાકારોની વાત કરીએ.

આટલા લાંબા સમય સુધી બધા જ કલાકારોને એક સાથે બાંધી રાખવા તે એક ઉત્તમ વ્યવસ્થાપન માંગી લે તેવી બાબત છે તેમ છતાં કલાકારોની પણ પ્રાથમિકતા હોવાથી તેમણે અંગત કે વ્યવસાયિક કારણસર શો છોડવો પડતો હોય છે જેની જગ્યાએ નવા ચહેરાને જગ્યા આપવી પડતી હોય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવું ઘણીવાર થઈ ગયું છે અને દરેક વખતે તેઓ સફળ રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ટપ્પુ સેનામાંની એક એવી સોનું સ્ક્રીન પરથી ગાયબ થઈ ગઈ હતી. તાજેતરમાં સોનુના પાછા આવવાના એંધાણ તેના પ્લોટમાં પણ વર્તાઈ રહ્યા છે. તો હવે દર્શકોની આતૂરતાનો અંત આવશે કારણ કે ટુંક જ સમયમાં સ્ક્રીન પર જોવા મળશે નવી સોનું.

તમને જણાવી દઈએ કે આ ત્રીજીવાર સોનું બદલાવા જઈ રહી છે. આ પહેલા નિધિ ભાનુશાળીએ ક્યૂટ સોનુનું પાત્ર ખુબ જ સરસ રીતે નિભાવ્યું હતું. પણ તેણીના શો છોડવાના નિર્ણય બાદ તરત જ પ્રોડક્શન ટીમ નવી સોનુંની શોધમાં લાગી ગઈ હતી. જે આખરે પૂરી થઈ છે.

મળતી માહિતી અનુસાર તારક મેહતામાં સોનુંનુ પાત્ર હવે પલક સિધવાની નિભાવશે. પલક સિધવાની આમ તો દર્શકો માટે સાવ જ નવો ચહેરો છે જો કે તેણે આ પહેલાં કેટલીક શોર્ટ ફિલ્મ્સ તેમજ એડવર્ટાઇઝમેન્ટ્સ કર્યા છે. પણ ડેઈલી ઓપેરા સોપમાં આ તેનો નવો જ અનુભવ હશે.

તમને જણાવી દઈએ કે જેવી જ નિધિ ભાનુશાળીએ આ શો છોડવા માટે જણાવ્યું હતું કે તરત જ નવી સોનુંની શોધ શરૂ થઈ ગઈ હતી અને તેના માટે ઘણાબધા ઓડિશન્સ પણ લેવામાં આવ્યા હતા. સાથે સાથે કેટલાક મોક શૂટ પણ કરવામાં આવ્યા અને છેવટે પલક સિધવાનીની પસંદગી સોનુંના પાત્ર માટે કરવામાં આવી.

એક અહેવાલ પ્રમાણે પલકે સોનુંનું પાત્ર ભજવવાનું શરૂ કરી દીધું છે. હવે દર્શકોને આ નવી સોનું ગમે છે કે નહીં તે જોવાનું રહ્યું. શું પલક નીધી ભાનુશાળીની જેમ જ સોનુના ક્યૂટ પાત્રને તેટલી જ ક્યૂટનેસથી નિભાવી શકશે ?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અગિયાર વર્ષના ઇતિહાસમાં કંઈ કેટલાએ પાત્રોના ચહેરા બદલાઈ ગયા છે. છેલ્લા ડોઢ બે વર્ષથી તો દયાભાભી પણ ગાયબ છે જેના ચહેરાને બદલવાનો ઘણો પ્રયાસ કરવામાં આવ્યો પણ કોઈ યોગ્ય ચહેરો નહીં મળતાં આજે પણ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીની માત્ર વાતો જ સાંભળવા મળે છે પણ જોવામાં નથી આવતા.

હવે દર્શકોને એ જ રાહ છે કે ક્યારે તેમના દયાભાભી પરદા પર પુનરાગમન કરે અને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં એક નવો પ્રાણ ફૂંકાય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ