પ્રેમની મીઠાશ – ઉંમરની સાથે સાથે પ્રેમ પણ વધતો જ જાય છે…

“પ્રેમની મીઠાશ”

પાણીમાં ઉકાળો કરીને ખાંડ નાખ્યા વગર ઘરડી મીરાએ ચા બનાવી. બીજા રૂમમાં જઈને ખુર્શીમાં બેઠેલા તેના વૃદ્ધ પતિ રાજને તેને ચા આપી અને પોતે પણ પીધી.


મીરાને ડાયાબીટીસ નતો છતાંય તેણે રાજ સાથે બેસીને ખાંડ વગરની ચા પી રહી હતી.

રાજે ફરીથી એક વાર આ નોંધ્યું અને જયારે મીરાએ ચાનો કપ નીચે મુક્યો ત્યારે રાજે તેનો એક હાથ મીરાના હાથ પર મૂકીને કહ્યું, “થેન્ક યુ.”

મીરાએ આશ્ચર્યના ભાવે રાજ સામે જોઈને પૂછ્યું, “શેના માટે?”


આ સાંભળતા જ રાજે ફક્ત ત્રણ શબ્દોમાં કહ્યું, “દરેક વસ્તુ માટે.”

મીરા રાજનો ભાવાર્થ સમજી ગયી અને તેનો બીજો હાથ રાજના હાથ પર મુક્યો અને સ્મીત સાથે, આંખો ઝબૂકીને રાજના પ્રેમને એક વાર ફરી સ્વીકાર્યો. તે દિવસે પ્રેમની મીઠાશ સામે ખાંડની મીઠાશ ફીકી પડી ગઈ.


લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ આ જ સમયે ધવલ બારોટની આવી નાની નાની સમજવા જેવી વાર્તાઓ વાંચો આપણા પેજ પર…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ