વાયદો – વાંચો આ લાગણીસભર વાત ધવલ બારોટની કલમે…

“વાયદો”

રાજને ડાયાબીટીસ હતો. તેથી તે ખાવા-પીવામાં ખૂબ જ ધ્યાન રાખતો અને ચરી પાડતો. એકવાર કોઈ પાર્ટીમાં મીરાની બહેન મોનીકાએ, રાજની થાળીમાં સ્વીટ ના જોયું.


તેથી તે રાજ માટે સ્વીટ લઇ આવી પણ રાજે પ્રેમપૂર્વક તે લેવાની ના પાડી. આખરે, અકળાઈને મોનીકાએ તેના જીજાજીને કહ્યું, “જીજુ, આટલું બધું ચરી ના પાડો. નહિતર સ્વીટનો ટેસ્ટ ભૂલી જશો. બાય ધ વે, તમે છેલ્લે સ્વીટ ક્યારે ખાધું હતું એ પણ તમને યાદ છે કે નહિ?”


રાજે તરત જણાવ્યું, “હા કેમ નહીં.” “ક્યારે?” મોનીકા પૂછી ઉઠી. રાજે હસતા-હસતા જવાબ આપતા જણાવ્યું, “સાત મહિના પહેલા, તારી દીદીના જન્મદિવસે રાતે બાર વાગે તેના હાથથી તેણે જે કેક ખવડાવી હતી તે આખી ખાઈ ગયો હતો. તે મીઠાશ હજુ પણ યાદ છે.”

આ સાંભળીને મોનીકાને સમજાયું કે તેના જીજાજી ભલે કંસારમાં મીઠાશ નતા લેતા પણ દીદી માટેના તેમના પ્રેમમાં ખરેખર મીઠાશ હતી.


આખરે પાર્ટી પત્યા પછી રાજ તેના ઘરે ગયો અને પોતાના બેડરૂમમાં જઈને બોલ્યો, “આજે તો ખરૂં થયું. તારી બહેન મોનીકા મને એટલું બધું કગરી કે માનો લગભગ આજે મને સ્વીટ ખવડાવી જ દેત. પણ હું એક નો બે ના થયો. મેં ખાધું જ નહીં. ક્યાંથી ખાઉં? તને મેં સ્વીટ નહીવત ખાવાનો વાયદો જે આપેલો હતો? યાદ છે?


આ શબ્દો સાંભળીને પણ સામેથી કોઈ અવાજ ના આવ્યો. ક્યાંથી આવે? રાજ તે એક તસવીર તરફ જોઈને વાત કરી રહ્યો હતો. તેની સ્વ.પત્ની મીરાની તસવીર.

મીરા તો પાંચ મહિના પહેલા જ કાર અકસ્માતમાં ગુજરી ગઈ હતી. એ તો રાજ હતો જેણે મીરાને ના તો ફક્ત તેની યાદોમાં પરંતુ વાયદામાં પણ જીવંત રાખી હતી.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની સમજવા જેવી વાતો વાંચો ફકત અમારા પેજ પર…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ