પપ્પાની દાઢી – દિકરીઓ કેટલી મીઠડી હોય છે…

“પપ્પાની દાઢી”

“પપ્પા, તમે હંમેશા ક્લીન શેવ કેમ રહો છો. દાઢી કેમ નથી રાખતા?” ડાઇનિંગ ટેબલ પર બેઠેલ માયરાએ તેના પિતા રાજને પૂછ્યું.


રાજે તેની દીકરી સામે જોઈને મુસ્કુરાયો અને પૂછું, “આ તું પૂછે છે દીકરી.” “હા, કેમ?” માયરાએ કીધું.

આ બધું સાંભળી રહેલી મીરાએ તરત ટીપ્પણી કરતા કહ્યું, “રહેવા દે દીકરી. નહિતર તારા પપ્પા પાછા પહેલા જેવા થઇ જશે.” “પહેલા જેવા. હું કંઈ સમજી નહીં.” માયરાએ કહ્યું.


“તારા પપ્પાને દાઢી કરવા માટે તારા દાદા, દાદી, હું અને બધાજ ઘરવાળા કહે કહે કરતા. પણ તે ક્યારેય ક્લીન શેવ નતા કરાવતા કારણ કે તેમને દાઢી રાખવાનો ખૂબ જ શોખ હતો.” મીરાએ કહ્યું.

“હે? તો એ શોખ ક્યાં ગયો?” માયરાએ તેના પિતા રાજ સામે જોઈને પૂછ્યું. રાજ વાત ટાળવા જઈ રહ્યો હતો ત્યાંજ મીરાએ કહ્યું, “તારું ભલું થાય દીકરી. એ તો તારા લીધે થઈને તારા પપ્પા સુધર્યા.”


“હે? મેં શું કર્યું?” મીરાએ પૂછ્યું. એક દિવસ જયારે તારા પપ્પા તને રમાડી રહ્યા હતા ત્યારે તે માસુમિયતથી કીધું કે, “પપ્પા તમારી દાઢી બહુ વાગે છે. પપ્પી કરવાની તો જગ્યા જ નથી.”


તે તો એમ પણ નતું કીધું કે દાઢી કઢાવો અને તે સાંજે તારા પિતા નાઈના ત્યાં જઈને દાઢી કઢાવીને આવ્યા અને પછી તેમને ક્લીન શેવ કરાવતા જ રહ્યા.

આ સાંભળતા જ માયરાએ તેના પિતા તરફ જોયું અને તેને એક વાર ફરી તેના પિતા પર પ્રેમ આયો પરંતુ પોતાના માસુમિયતભર્યા શેતાની સ્વભાવને પ્રાધાન્યતા આપતા તેણે તેના પિતાને પૂછ્યું, “એટલે પપ્પા, તમે મને મમ્મી કરતા પણ વધારે પ્રેમ કરો છો એમ?”


રાજે હા પાડી અને દુનિયાના કોઈ પણ પુરુષની જેમ રાજ પણ આખરે આ માસુમ સવાલની જાળમાં ભરાઈ ગયો હતો.

તે સાંભળીને મીરા એક પત્ની તરીકે થોડી નારાજ થઇ હતી પણ એક બાપનો પોતાની દીકરી માટેનો ફરીવાર પ્રેમ જોઈને મનમાંને મનમાં ઘણી ખુશ હતી

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની અલગ અલગ નાની નાની વાર્તાઓ વાંચો ફક્ત આમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ