જાણો એવુુ તો શું છે આ ગામમાં કે, ચારેબાજુએ રણપ્રદેશ હોવા છતાં છે લીલુંછમ્મ

તમે દુનિયાના એવા અલગ અલગ કેટલાય રણપ્રદેશો વિશે સાંભળ્યુ હશે જ્યાં દૂર દૂર સુધી પાણી કે લીલોતરીનું નામોનિશાન જોવા નથી મળતું.

image source

મોટાભાગના રણપ્રદેશોનું તાપમાન અને સ્થાનિક પરિસ્તીથી એટલી વિષમ હોય છે કે અહીં માનવી માટે જીવવું લગભગ અશક્ય જ હોય છે. માનવીની વાત તો દૂર રહી ઉંટ જેવા અમુક ગણ્યા ગાંઠ્યા જીવો સિવાય અન્ય કોઈ જાનવરોનું જીવવું પણ દોહ્યલું છે.

પરંતુ દુનિયામાં એક રણપ્રદેશ એવો પણ છે કે જેની વચ્ચોવચ્ચ એક આખું ગામ વસેલું છે. તો આ ગામ ક્યાં આવેલું છે અને શું છે તેની ખાસિયત ? આવો જાણીએ..

image source

આ રણપ્રદેશનું નામ ” ઓસીસ ” છે અને તે દક્ષિણ અમેરિકાના એક દેશ પેરુમાં આવેલો છે. આ રણપ્રદેશ વચ્ચે સ્થિત ગામ એટલું ખુબસુરત છે કે તેને જોવા માટે અહીં ટુરિસ્ટો પણ આવે છે. ગામની વિશેષતા એવી છે કે અહીં આજુબાજુ રણપ્રદેશ હોવા છતાં ગામ લીલોતરીથી ભરપૂર છે એટલું જ નહીં પરંતુ અહીં પાણી પણ પુષ્કળ છે. ગામમાં પાણીનું એક તળાવ પણ આવેલું છે.

image source

” હુઆકાચીન ” નામક આ ગામ પેરુ દેશના આઇકા પ્રાંતમાં આવેલા શહેરથી માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલું છે. અને તેને અમેરિકાનું મરુ ઉદ્યાન પણ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે મરુ ઉદ્યાન એ વિસ્તરને કહેવામાં આવે છે જે ચારેબાજુથી રણપ્રદેશથી ઘેરાયેલો હોવા છતાં લીલા વૃક્ષોથી હર્યોભર્યો હોય.

image source

હુઆકાચીન ગામમાં લોકોને એ તમામ વસ્તુઓ મળી રહે છે જે જીવન જીવવા માટે જરૂરિયાત હોય. અહીં સુધી કે ગામમાં હોટલ પણ છે. જો કે આ ગામમાં ફક્ત 100 જેટલા લોકો જ રહે છે. પરંતુ ગામની કુદરતી ખૂબસૂરતીને કારણે અહીં વર્ષે હજારો પર્યટકો આવતા રહે છે.

image source

એવું પણ કહેવાય છે કે આ ગામની માટી અને પાણીમાં સ્નાન કરવાથી સંધિવા, અસ્થમા અને બ્રોન્કાંઇટીસ જેવી બીમારીઓ મટી જાય છે.

આ ગામની આસપાસ રણપ્રદેશમાં સેંકડો ફૂટ ઊંચી ટેકરીઓ પણ આવેલી છે જે અહીં આવતા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે.

image source

એ સિવાય જો પર્યટકો ગામની લીલોતરીથી ધરાઈ જાય અને રણપ્રદેશમાં આંટા મારવાનું મન થાય તો એ માટે અહીં નાની નાની બગ્ગીઓ અને ગાડીઓની સુવિધા પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ