શું તમને આંખોમાં સતત થાક અને ભારેપણું લાગે છે? તો આ રીતે રાખો કાળજી

આંખોમાં થાક અને ભારેપણું લાગે તો આવી રીતે કરો આની કાળજી

જો તમે દિવસભર ટી.વી,કોમ્પુટરની સામે બેસી રહો છો અથવા અન્ય કારણે પણ આંખોમાં થાક અને ભારેપણું લાગે છે. તો જરૂરી છે કે તમારી આંખોની સારી કાળજી રાખો, આવો જાણીએ આંખોની દેખરેખ કેવી રીતે કરીશું?

1.સવારે સૂર્યોદય પહેલા ઊઠીને અને ઉઠતાની સાથે જ મોઢામાં પાણી ભરીને આંખો પર 20-25 વખત ઠંડુ પાણી છાંટો. યાદ રાખો, મોઢા પર છાલક મારતા વખતે કે ચહેરાને પાણીથી ધોતા સમયે પણ મોઢામાં પાણી ભરેલું રાખવું.

2.તડકો,ગરમી,અને મહેનતને કારણે શરીર ગરમ થઈ હોય તો ચહેરા પર ઠંડુ પાણી નાખવું નહીં.થોડો આરામ કરીને પરસેવો સુકાઈ જાય અને શરીરનું તાપમાન સામાન્ય થાય પછી જ ચહેરો ધોવો જોઇયે.

image source

3.આંખોને ગરમ પાણીથી ધોવો જોઇયે નહીં આનાથી આંખોને નુકશાન થાય છે.

4.બહુ દૂરની વસ્તુઓ કે પદાર્થોને લાંબા સમય સુધી એકીટસે દેખી રહેવું નહીં, વધુ પડતો પ્રકાશ પડતો હોય એવા દ્રશ્યો દેખાવા નહીં,ઓછા પ્રકાશમાં લખવું,વાંચવું કે બારીક કામ કરવું નહીં આવું કરવાથી આંખોને નુકશાન પહોંચી શકે છે.

5.ઊંઘ,આંખો ભારે લગાવી,બળતરા કે થાક અનુભવાય તો તરતજ આંખોને થોડોક આરામ આપવો જોઇયે.

image source

6.મોડી રાત સુધી જાગવું અને સૂર્યોદય પછી મોડા સુધી ઊંગી રહેવું આંખો માટે હાનિકારક માનવમાં આવે છે. મોડી રાત સુધી જાગવું જ પડે એમ હોય તો દર અડધા કલાકે એક ગ્લાસ ઠંડુ પાણી પી લેવું જોઇયે.

7.આંખોને ધૂળ,ધુમાડો,તડકો,અને વધુ પવનથી બચાવવી જોઇયે આવું વાતાવરણ હોય ત્યાં વધુ રોકાવવું નહીં. આંખોથી સતત કામ લેવાનું હોય તો વચ્ચે-વચ્ચે આંખો બંધ કરો,આંખો પર હલકા હાથેથી હથેળીથી દબાવો અને આંખોને આરામ આપતા રહો.

image source

8.કોઈ કોઈ વખત રડવું પણ આંખો માટે ફાયદાકારક હોય છે. આનાથી મનની સાથે સાથે આંખોની પણ સફાઈ થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ