63 વર્ષે આ માણસ કરે છે જોરદાર સેવા, અને જમાડે છે દરરોજ 250 આદિવાસીઓને

આ દુનિયામાં એવા અનેક સેવાભાવી લોકો રહે છે જેઓ માત્ર પોતે જ ખાઈ પીને આરામ નથી કરતા પરંતુ અન્ય ભૂખ્યા લોકોને પણ ખવડાવી પુણ્યનું ભાથું બાંધતા હોય છે.

image source

અને દુનિયામાં એવા લોકોનો પણ કોઈ તોટો નથી જેની પાસે બે ટંકનું ખાવા રોટી કે ચોખા પણ નથી. ક્યારેક ભૂખ્યા જ સુઈ જવું પણ એમની સાથે બને છે. જો કોઈ વ્યક્તિ કોઈ ભૂખ્યાને પેટ ભરીને જમાડે છે તો તે સૌથી સર્વોચ્ચ સમાજ સેવા કરી ગણાશે.

આપણા ભારત દેશમાં પણ આવા અનેક લોકો પોતપોતાની રીતે ભુખ્યાને ભોજન જમાડી કાબિલેદાદ કાર્ય કરી રહ્યા છે. આવા જ એક સેવાભાવી વ્યક્તિ છે તામિલનાડુ રાજ્યના 63 વર્ષીય બાલાચન્દ્રા.

image source

તામિલનાડુના તૂતુકડી જિલ્લામાં રહેવાસી એવા બાલાચન્દ્રા દરરોજ 250 જેટલા આદિવાસીઓ માટે એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરીને ગરમ ગરમ જમવાનું પીરસવાનું કામ કરે છે. બાલાચન્દ્રા તુતુકડી જિલ્લાના પહાડી વિસ્તારમાં આવેલા પાનપ્પલી, કોંડાનૂર, જંબુકંડી કુટ્ટુપુલી અને થેકકાલુરમાં બપોરે 11 થી 12 વાગ્યા દરમિયાન પોતે જઈને આદિવાસી સમાજના ભૂખ્યા લોકોને ગરમ જમવાનું પીરસે છે.

 

image source

ભૂખ્યા લોકોને ફક્ત જમવાનું જ આપવાનું નહિ પણ બાલાચન્દ્રા તેઓને દર મહિનાના ત્રીજા રવિવારે 5 – 5 કિલો ચોખા અને 1 – 1 કિલો દાળ પણ આપે છે. બાલાચન્દ્રાને આ કાર્ય કરવાની પ્રેરણા 14 મી સદીમાં કાવેરીપત્તનમના એક સંત પત્તીનાથરથી મળી. બાલાચન્દ્રાએ જયારે પોતાનો વ્યવસાય શરુ કર્યો હતો ત્યારથી તેમનું સપનું હતું કે તેઓ ગરીબોને મફત ભોજન કરાવે.

image source

બાલાચન્દ્રા કહે છે કે, ” મેં મારી જિંદગીનું 60 વર્ષનું આયુષ્ય મારા પરિવાર અને કામને આપ્યું અને ખુબ પૈસા કમાયો. હું પેહલાથી જ જરૂરતમંદોની સેવ કરવાની ઈચ્છા ધરાવતો હતો અને હવે મેં મારો પોતાનો વ્યવસાય પણ છોડી દીધો છે અને પરિવારની જવાબદારીમાંથી પણ મુક્ત થઇ ગયો છું. અને હાલ હું મને પોતાને આપેલા વચનને પાળી રહ્યો છું.

image source

નોંધનીય છે કે બાલાચન્દ્રામાં પરિવારના બધા લોકો સારી સ્થિતિ ધરાવે છે. તેના પરિવારમાં પત્ની, એક દીકરો અને બે દીકરીઓ છે. બાલાચન્દ્રાનો દીકરો કોઇતુમ્બુરની મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં એમડી છે જયારે બન્ને દીકરીઓ વિદેશમાં પોતાનો ઘરસંસાર વિતાવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ