ખાલીખમ રસ્તાઓ પર મોરને પણ ટહેલવાની આવી રહી છે જોરદાર મજા, જોઇ લો આ વિડીયોમાં તમે પણ

કોરોના વાયરસને કારણે લગભગ છેલ્લા બે મહિનાથી લોકડાઉન સમય ચાલી રહ્યો છે. લોકો ઘરમાં બંધ રહી કાંટાળી રહ્યા છે. જાણે મનુષ્યનું જીવન સ્થગિત થઈ ગયું છે. જો કે હંમેશા દોડતી ભાગતી જિંદગી એક ખૂણે શાંત બેસીને આરામની ક્ષણો માણી રહી છે. વાહનોના અવાજ અને પ્રદૂષણ વચ્ચે ઘેરાયેલા રહેતા શહેરોની હવા હમણાંથી શાંતિ અને તાજગી અનુભવી રહી છે.

image source

એક તરફ લોકો ફરીથી કામધંધે ચડવાના અને સામાન્ય જીવન બનાવવાના સપના જોઈ રહ્યા છે ત્યારે એક બીજી ચિંતા પણ સતાવી રહી છે, એક વર્ગ કહે છે કે લોકડાઉન ખૂલ્યા પછી પ્રકૃતિ ફરી સમેટાઈ જશે. ફરીથી શહેર ઘોંઘાટમાં ડૂબી જશે. કેનવાસ ઉપર દોરાયેલા હોય તેવા પ્રાકૃતિક દ્રશ્યો ફરી ઝાંખા પડી જશે.

image source

આજે જ્યારે લોકડાઉન ની સ્થિતિ વચ્ચે પ્રકૃતિ પોતાના અસલ રંગમાં ખીલેલી છે ત્યારે હવે મોટા મોટા શહેરમાં પણ વાહન વ્યવહાર બંધ હોવાને કારણે રોડ રસ્તા પર પ્રદુષણ ન હોવાથી નાગરિકો હાશકારો પણ અનુભવી રહ્યા છે. લોક ડાઉન દરમિયાન માર્ગો પરથી વાહનોની અવરજવર પણ સાવ જ ઓછી થઈ ગઈ છે.માર્ગની બંને બાજુના વૃક્ષો પર ખીલેલ ફૂલો અને માર્ગની બંને બાજુ પથરાયેલ નયનરમ્ય ફૂલોની ચાદર આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે.

image source

રસ્તાની બન્ને તરફ આવેલ ગુલમ્હોરના વૃક્ષ અને તેના ફૂલોની ચાદર આંખોને ઠંડક આપે છે. હાલમાં લોકડાઉનના કારણે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. ત્યારે ઉનાળાની ગરમી અને કોરોના સંકટ વચ્ચે પ્રકૃતિના મિઝાઝનો આનંદ માત્ર પ્રકૃતિ જ નિહાળી રહી છે તેવું જણાઈ આવે છે.

image source

રોજ સવારે સુરજથી પણ વહેલા જાગી ભાગતા લોકો આજકાલ પક્ષીઓના કલરવથી ઉઠે છે. વાહનોના અવાજમાં દબાઈ ગયેલા પ્રકૃતિના સૂરો આજકાલ દરેક શહરમાં ગુંજી ઉઠયા છે. મુંબઈ જેવા શેહરોમાં પણ પક્ષીઓ ઘરની બારી ડોકાઈને ટહુકી રહ્યા છે. અમુક મોટા શહેરમાં દીપડો દેખાયો છે તો અમુક શહેરમાં નીલ ગાય દેખાઈ છે,

image source

આજકાલ ઇન્ટરનેટ ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે , જેની ઉપર લખેલું છે કે લોકડાઉન પછી આવા દ્રશ્યો ક્યારેય જોવા નહીં મળે. યઅ વિડીયોમાં પક્ષીઓના ટોળેટોળાં રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. મોરના આવા ઝૂંડને મુખ્ય રસ્તા ઉપર જોવાનો લહાવો જેવો તેવો નથી.

એમાંય મુખ્ય માર્ગ ઉપર થનગનાટ કરી નાચતા મોર જોવા ખૂબ દુર્લભ છે. આજે કોઈ પણ માર્ગ ઉપર નીકળો તો પશુ પક્ષીઓ નિર્ભયતાથી મહાલી રહ્યા છે. માણસોનું લોકડાઉન ખૂલી જતાં પર્યાવરણ ફરી લોકડાઉન થઈ જશે તેવી ભીતિ સેવાવવાળો વર્ગ પણ ઘણો મોટો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ