માતાના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા અને અઘોરી દીકરો આવીને બેસી ગયો માતાની ચિતા પર

માતાના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા અને અઘોરી દીકરો આવીને બેસી ગયો માતાની ચિતા પર

મનુષ્યને માતા પાસેથી જે પ્રેમ મળે છે તે બીજે ક્યાંય મળતો નથી. માતાના પ્રેમને નિઃસ્વાર્થ ગણવામાં આવે છે નિર્મળ ગણવામાં આવે છે. માતાના પ્રેમ પાછળ કોઈ જ ઉદ્દેશ છુપાયેલો નથી હોતો અને તેના પ્રેમની સરખામણી કોઈના પણ પ્રેમ સાથે થઈ શકે તેમ નથી. માતાના પાલવમાં જે સુરક્ષાની જે પ્રેમની જે હુંફની લાગણી થાય છે તે તો કીલ્લેબંધ મહેલમાં પણ નથી થતી.

image source

અને માટે જ જ્યારે માતાનું મૃત્યુ થાય છે ત્યારે સૌથી વધારે દુઃખ તેના સંતાનને જ થાય છે. પછી તે ગમે ત્યાં હોય તે તરત જ તેની અંતિમવિધિમાં પહોંચી જાય છે. પછી તે જગતના કોઈપણ ખૂણે કેમ ન હોય. તો આજે અમે તમને એક એવા જ સંતાન વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે એક અઘોરી સાધુ છે અને માતાના મૃત્યુના સમાચાર સાંભળતાં જ સ્મશાન પર દોડી આવ્યો હતો. અને પછી જે થયું તે જોવા જેવુ હતું.

image source

આપણા હિન્દુ શાસ્ત્રોમાં સાધુઓનું ખૂબ મહત્ત્વ છે. સાધુઓમાં પણ વિવિધ પ્રકારો હોય છે, કોઈ સાદા સાધુ હોય છે તો કોઈ અઘોરી સાધુ હોય છે. માતાના અંતિમ સંસ્કારમાં આવી પહોંચેલો તેનો પુત્ર એક અઘોરી સાધુ હતો. આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે અઘોરીની વેષભૂષો થોડી બીહામણી હોય છે.

image source

નાના બાળકો તો તેમને જોઈને ડરી જ જતા હોય છે. અઘોરી સાધુઓ વર્ષોથી તપસ્યામાં લીન થઈ રહેતા હોય છે. તેમને નથી તો વસ્ત્રોનું ભાન રહેતું કે નથી તો બીજું કોઈ ભાન રહેતું. તેમના માટે કોઈ જ જગ્યા શુભ-અશુભ જેવી નથી હોતી તેઓ મંદીરમાં પણ આરામથી રહી શકે છે તો સ્મશાનમાં પણ રહી શકે છે.

image source

અઘોરી બાવાઓનું જીવન સરળ નથી હોતું. અઘોરી સાધુ પ્રેમ-નફરત, સારા-ખરાબ, ઇર્ષા-મોહ વિગેરે બધા જ પ્રકારના ભાવથી મુક્ત થઈ ગયા હોય છે. તેઓ બસ પોતાની તપસ્યામાં જ લીન રહે છે. ખાવાનું મળ્યું તો ઠીક ન મળ્યું તો ઠીક. માતાના અંતિમ સંસ્કારમાં આવી પહોંચેલો આ સાધુ પણ તેવો જ અઘોરી હતો. તે પોતાના અઘોરી વેષમાં માતાના અંતિમ સંસ્કારમા આવી પહોંચ્યો. જેની તસ્વીરો સોશિયલ મિડિયા પર છેલ્લા કેટલાક સમયથી ખૂબ વાયરલ થઈ રહી છે.

image source

આ ઘટના તમિલનાડુના અરિયમમંગલમ વિસ્તારની છે. આ અઘોરી સાધુનુ નામ મણિકનાથ છે. પોતાની માતાના મૃત્યુના સમાચાર મળતાં જ તે પોતાને ગામ પોતાની માતાના અંતિમ સંસ્કારમાં પોતાના અઘોરી સાધુની મિત્રોની સાથે પહોંચી ગયો હતો. અને ત્યાં તેણે પોતાની માતાની ચિતા સાથે જે કર્યું તે જોઈ સૌઉ કોઈ આશ્ચર્યમાં પડી ગયું હતું.

image source

તે માતાની તૈયાર કરેલી ચિતા પર માતાના શવ પર બેસી ગયો હતો અને જોર જોરથી મંત્રોચ્ચાર કરવા લાગ્યો હતો. તેણે કેટલીક પૂજા વીધીઓ પણ કરી અને પોતાના સાધુ મિત્રો સાથે મળીને જોરજોરથી હર હર મહાદેવનું ઉચ્ચારણ પણ કર્યું. અને તેણે પોતાની માતાને દફનાવી દીધી. જેને જોઈ ત્યાં હાજર દરેક વ્યક્તિ દંગ રહી ગઈ.

Source : prameyanews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ