શાહરુખની પત્ની ગૌરીના આ 5 લુક્સ એક વાર જોશો તો વારંવાર થશે જોવાનુ મન…

ગૌરીખાનને કોઈ પરિચયની જરૂર નથી. આ સ્ત્રી ફક્ત શાહરુખ ખાનની પત્નીના રૂપમાં જ નહીં પરંતુ પોતાના બિઝનેસ માટે અને ક્વોલિટી કામ માટે પણ આગવી ઓળખાણ ધરાવે છે. ફેશનની બાબતમાં ભળભળી માનુની તેમની સાથે સ્પર્ધા કરી શકતી નથી…

શાહરુખ ખાન પોતે તો સ્ટાઇલની આગવી સૂઝ ધરાવે છે પરંતુ તેમની પત્ની ગૌરી ખાન પણ ફેશન અને સ્ટાઇલમાં બિટાઉનની સુંદરીઓને હરાવી દે છે. જો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર નજર નાખશો તો તમને સમજાશે છે વાત જ્યારે સ્ટાઈલ સ્ટેટમેન્ટ કે ફેશનની હોય ત્યારે ગૌરી સાથે સ્પર્ધા કરવી અઘરી છે. આજે જોઈએ એમના પાંચ સ્ટાઈલ સ્ટેટમેન્ટ જે ઇન્સ્ટાગ્રામ ઉપર છે:

બ્લેક ડ્રેસ :

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on

ગૌરી ખાન આ ફોટોમાં સ્ટાઇલિશ કાળો ડ્રેસ પહેરેલી દેખાઈ રહી છે. આ બ્લેક સિક્વન્સ ડ્રેસમાં આગળ કટ આઉટ પેટર્ન છે જેને બસ્ટ ઉપર હુકની મદદથી જોડવામાં આવ્યો છે. જ્યારે કમરના ભાગ ઉપર રૈપ પેટર્ન આપી છે. યઅ ઉપરાંત એક સ્લીટ પણ છે. આ સેક્સી ડ્રેસ ફેશન ડિઝાઇનર મોનિષા જયસિંહે બનાવ્યો છે.

પિન્ક રફલ ગાઉન :

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on

આ ફોટોમાં ગૌરી રફલ ડ્રેસ પહેરેલી દેખાઈ રહી છે. બેબી પિન્ક કલરના આ ગાઉનમાં હોલ્ટર નેક અને સ્લીવલેસ ડિઝાઇન છે. આ ડ્રેસમાં આગળ અને સાઈડમાં મોટા લેયર રફલ ડિઝાઇન છે. જે યઅ ડ્રેસની યુએસપી છે. આની સાથે ન્યુડ મેકઅપ અને વાળના લાઇટ વેવ સરસ સ્ટાઈલ કરવામાં આવી છે.

રેડ હોટ ગાઉન :

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on

ગૌરીખાન એક કમનીય દેહ ધરાવે છે અને એ જ કરાયાં છે કે એ પૂરા આત્મવિશ્વાસ સાથે કપડાં પહેરી શકે છે અને તેઓ મોટાભાગે શરીરના એક એક વળાંકોને ઉપસાવે તેવા ચુસ્ત કપડાં વધારે પસંદ કરે છે. આ ફોટોમાં દેખાઈ રહેલો લાલ ડ્રેસ પણ એવો જ છે. આ ડ્રેસમાં ફૂલ સ્લીવ અને ફ્રન્ટ નેકલાઈન છે. એ નેકલાઈન દેખાવને લલચામણો બનાવે છે.

ગોલ્ડન સિક્વન્સ ડ્રેસ :

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on


શાહરુખ ખાનની જીવન સંગિની કલર સાથે અવનવા અખતરા કરતાં અચકાતી નથી. એ એકદમ બ્રાઇટ કલરથી માંડી ડાર્ક અને સટલ કરલ પણ પહેરે છે. એવી જ રીતે ચળકતા કપડાં પણ પહેરે છે. યઅ ડ્રેસને જ જુવો ગોલ્ડન સિકવસન્સ ડ્રેસ પહેરેલી ગૌરી કેટલી કોન્ફિડન્ટ અને હોટ લાગે છે. ઉપરથી એમના સ્ટાઇલિશ સેન્ડલ તેમના લૂકને એકદમ કાતિલ બનાવી રહ્યા છે.

શિયર શિમર ડ્રેસ:

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on


આ ફોટોમાં તો ગૌરીખાન ઉપરથી નજર હટાવવી અઘરી થઈ જાય છે. શિયર અને શિમર કોમ્બિનેશનનો આ ડિઝાઇનર ડ્રેસ દરેક વ્યક્તિ ઉપર શોભતો નથી. પણ ગૌરી માટે એ કોઈ મોટી વાત નથી. તમે જ જોઈ લો ફોટોમાં તે ડ્રેસ સાથે પહેરી હિલ્સમાં કેટલી સ્ટનિંગ લાગી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ