લોગો ડિઝાઈન તો ઘણા બધા કરતા હશે પણ આવા અનોખા લોગો કોઈ ન બનાવી શકે…

૧. FedEx કંપનીનો લોગો અલગ અલગ પ્રકારના ફોન્ટને ભેગો કરીને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે E અને X ની વચ્ચે એક જમણી બાજુની દિશા બતાવતો એરો બની શકે. આ લોગોને ૪૦ જેટલા ડીઝાઇનને લગતા એવોર્ડ મળેલા છે અને ખાલી જગ્યાનો સારામાં સારી રીતે ઉપયોગ કઈ રીતે કરવો તે માટે જાણીતો છે.

Image source: shopify

૨. VLC મીડિયા પ્લેયરમાં તમે જોયું હશે કે ટ્રાફિક માટે વાપરતા કેસરી અને સફેદ કલરના કોનનો સિમ્બોલ હોય છે. કારણ કે જે વિદ્યાર્થીએ VideoLANના કોડ લખ્યા હતા તેને આ ટ્રાફિક કોન ભેગા કરવાનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો.

Image source: enterinit

૩. ડોમીનોસ પીઝાના લોગોમાં તમે ૩ ટપકા જોયા હશે કારણ કે ૧૯૬૫માં ડોમીનોસ ૩ જ જગ્યાએ હતું. તેઓએ એવું પણ વિચાર્યું હતું કે ડોમીનોસના જેટલા નવા સ્ટોર ખુલશે તેમ લોગોમાં એક એક ડોટ એટલે કે ટપકા ઉમેરતા જઈશું. પરંતુ ડોમીનોસ એટલું ઝડપથી આગળ વધ્યું અને એટલા બધા સ્ટોર બની ગયા કે ટપકા ઉમેરવા અશક્ય બની ગયા.

Image source: bladecreativebranding
૪. બ્લુટુથનો લોગો ડેનીશના એક રાજા હેરાલ્ડ બ્લુટુથના નામ ઉપરથી બનાવવામાં આવ્યું છે. ડેનીશ ભાષામાં H એટલે કે (*) અને B એટલે (B) નું કોમ્બીનેશન કરીને બનાવવામાં આવ્યું છે.

Image source: fabrikbrands

૫. બાસ્કીન રોબીન્સના લોગોમાં ખુબ જ ચતુરતાથી 31 લખેલું વંચાય છે જે મહિનાના 31 દિવસના અલગ અલગ 31 સ્વાદ સૂચવે છે.

૬. મેકડોનાલ્ડના લોગોમાં M પાછળ એક આર્કિટેક્ટનો હાથ છે. પહેલી મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં આ પ્રકારની ડિઝાઈન બનાવવામાં આવી હતી. મેકડોનાલ્ડના M નો એની સાથે કોઈ સંબંધ નથી.

Image source: cubiertasdiansa

૭. નાઈકનો લોગો એક ગ્રીક દેવીના વિજયનું સુચન કરે છે. આ લોગો ફક્ત ૩૫ ડોલરમાં એક વિદ્યાર્થીએ ડીઝાઇન કર્યો હતો. ત્યારબાદ, નાઈકના માલિકે તે વિદ્યાર્થીને હીરાથી જડેલી એક વીટીં પણ ભેટમાં આપી હતી.

Image source: 3dwarehouse

લેખન.સંકલન : યશ મોદી 

રોજ આવી માહિતી મેળવો ફક્ત અમારા પેજ “જલ્સા કરોને જેંતીલાલ” પર થી જ