એશિયાના સૌથી સ્વસ્છ ગામની જોઇ લો તમે પણ તસવીરો, એક વાર નહિં પણ વારંવાર જોવાનું થશે મન

શહેરી જીવન કરતા ગામડાનું જીવન તાજગીભર્યું અને મનમોહક હોય છે.

image source

ક્યારેક કોઈ મુસાફરી દરમિયાન જયારે ગ્રામ્ય વિસ્તારમાંથી થઈને પસાર થવાનું થાય અને ગાડીની બારીમાંથી બહાર ગામડાના જે દ્રશ્યો જોવા મળે તે જોઈને જ આપણને એમ થવા લાગે કે કાશ, આ ગામડાના નાના મકાનો, ખાટલા અને ધૂળની ધરતી વચ્ચે રહેતા હોટ તો કેવું સારું હોત ? પણ મોટેભાગે આપણી આ ઈચ્છા બસ ઈચ્છા બનીને જ રહી જાય છે.

જો કે આજે પણ શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની સંખ્યા વધુ છે. અહીંના પ્રાકૃતિક વાતાવરણમાં રહેવું એક વર્ણન ન કરી શકાય તેવો અનુભવ છે.

image source

ગામડાની લાઈફ વિષે વાત નીકળી છે તો અમે આપને જણાવી દઈએ કે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે તમને એક એવા ગામ વિષે જણાવવાના છીએ જેના વિષે એવું કહેવાય છે કે આ ગામ ઈશ્વરનો બગીચો છે. તો ક્યાં આવેલું છે આ ગામ અને શા માટે તેને ઈશ્વરનો બગીચો કહેવામાં આવે છે ? આવો જાણીએ.

મેઘાલયની રાજધાની શિલોન્ગથી અંદાજિત 90 કિલોમીટરના અંતરે બાંગ્લાદેશની સરહદ પાસે આ ગામ આવેલું છે. આ ગામનું નામ માવલ્યાન્નોગ છે અને તેને દુનિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકેની શ્રેણીમાં ગણવામાં આવે છે. તમે જાણતા જ હશો કે સ્વચ્છતા એટલે વાસ્તવમાં સુંદરતા જ.

image source

એ જ રીતે સ્વચ્છતાને કારણે પ્રસિદ્ધ આ ગામની સુંદરતા પણ અદભુત છે. આ ગામમાં રહેતા લોકો પૈકી મોટાભાગના લોકો કૃષિઉપજ કરી જીવનનિર્વાહ કરી રહ્યા છે તેંમાંય મોટેભાગે અહીં સોપારીની ખેતી થાય છે.

માત્ર સ્વચ્છતા અને સુંદરતા જ નહિ પરંતુ સાક્ષરતાની બાબતમાં પણ આ ગામ અન્ય ગામને પાછળ છોડી દે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ અહીંનો સાક્ષરતા દર સંપૂર્ણ 100 ટકા છે. અહીંના લોકો પોતાનો, પોતાના બાળકોનો અને ગામનો વિકાસ કરવા માટે સરકાર પર નિર્ભર નથી પરંતુ પોતે જ અનેક જવાબદારી સંભાળે છે ભલે પછી તે, સ્વચ્છતા હોય, કે સાક્ષરતા.

image source

ઉલ્લેખનીય છે કે ગામની સાફ-સફાઈની જવાબદારી ગામના ફક્ત મોટી ઉંમરના લોકો જ નથી સાંભળતા પરંતુ ગામની મહિલાઓ અને બાળકો પણ તેમાં પોતપોતાનો સહયોગ આપે છે. આ જ કારણ છે કે આ માવલ્યાન્નોગ ગામને વર્ષ 2003 માં એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે અને વર્ષ 2005 ભારતના સૌથી સ્વચ્છ ગામ તરીકેનું બહુમાન મળ્યું હતું.

માવલ્યાન્નોગ ગામમાં પર્યટકો ગામની સુંદરતા જોવા આવતા રહે છે. જેમાં તેને પ્રાકૃતિક ઝરણાઓ, વૃક્ષો અને દેશી ઢબના પુલ જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ