જાણો શું છે ઓસ્કારનુ સાચુ નામ, અને સાથે ઓસ્કાર એવોર્ડ વિશેની રોચક માહિતી જાણો એક ક્લિકે

વર્ષ ૨૦૨૦ માટે ઓસ્કર એવોર્ડસની ઘોષણા થઈ ચૂકી છે. આ વર્ષે ૯૨મો ઓસ્કર આપવામાં આવી રહ્યા છે. આ એવોર્ડની શરૂઆત વર્ષ ૧૯૨૯ માં કરવામાં આવી હતી. પરંતુ ત્યારે આ ઑસ્કર કહીને બોલાવવામાં આવતું નહિ. આજે પણ ઑસ્કરનું અસલી નામ કઈક બીજું જ છે.

image source

શું છે ઓસ્કર એવોર્ડસનું વાસ્તવિક નામ? આને ઓસ્કર નામ ક્યારે અને કેમ આપવામાં આવ્યું? તેનું વજન કેટલું હોય છે? શું કોઈ ઓસ્કર વિજેતા પોતાનો એવોર્ડ વેચી શકે છે? ચાલો જાણીએ આ બધા સવાલના જવાબ.

ઑસ્કરની ટ્રોફી :

-ઓસ્કર માટે આપવામાં આવતી ટ્રોફીને વર્ષ ૧૯૨૮ માં ડિઝાઇન કરવામાં આવી હતી. આ ઓસ્કર ટ્રોફીને મેટ્રો ગોલ્ડવિન મેયર(MGM)ના ચીફ આર્ટ ડાયરેક્ટર સ્વ. સેડ્રીક ગિબ્બન્સએ ડિઝાઇન કર્યો હતો.

image source

-ખાસ વાત એ છે કે આ ટ્રોફીને ડિઝાઇન કરવાવાળા ગિબ્બન્સ પોતે પણ આ એવોર્ડ જીત્યા હતા. તે પોતાના કરિયરમાં ૩૮ વાર ઓસ્કર માટે નોમિનેટ થયા છે અને ૧૧ વાર આ ઓસ્કર એવોર્ડ જીત્યા પણ છે.

– આ ઓસ્કર ટ્રોફી ૧૩.૫ ઇંચ લંબાઈ અને લગભગ ૩.૭૪ કિલોગ્રામ વજનની હોય છે. ઑસ્કરની આ ટ્રોફી સોલીડ તાંબાની બનાવવામાં આવે છે, ત્યારપછી તેની ઉપર ૨૪ કેરેટ સોનાની એક પરત ચઢાવવામાં આવે છે.

-ઑસ્કરની આધિકારિક સાઇટ મુજબ, વિતેલા ૯ દશકોમાં ૩૧૦૦ થી વધારે ઓસ્કર એવોર્ડસ આપવામાં આવી ચૂક્યા છે.

image source

-દર વર્ષે ઓસ્કર એવોર્ડ સમારોહ માટે ૫૦ ટ્રોફી બનાવવામાં આવે છે. આ ઓસ્કર ટ્રોફીસ્ ને બનાવમાં ત્રણ મહિનાનો સમય લાગે છે.

શું ઑસ્કરની ટ્રોફી વેચી શકાય છે?

-ટેક્નિકલી રીતથી ઓસ્કર વિજેતાઓની પાસે પહેલીવારમાં તેમની ટ્રોફી વેચવાનો અધિકાર હોતો નથી. જો વિજેતા આવું કરવા ઈચ્છે છે તો નિયમાનુસાર તેમણે પહેલા ઓસ્કર આપવાવાળી સંસ્થા ‘એકેડમી ઓફ મોશન પીકચર આર્ટસ એન્ડ સાયંસિઝને એક ડોલરમાં આ ટ્રોફી ખરીદવાની તક આપવાની હોય છે.

image source

શું છે ઑસ્કરનું અસલી નામ?

-આ એવોર્ડનું અસલી/ આધિકારિક નામ છે- ‘એકેડેમી એવોર્ડ ઓફ મેરીટ(academy award of merit)’.

-એકેડેમી ઓફ મોશન પીકચર આર્ટસ એન્ડ સાયંસિઝ અનુસાર, આ એવોર્ડ માટે ઓસ્કર નામની ચર્ચા તેની શરૂઆતના લગભગ પાંચ વર્ષ પછી વર્ષ ૧૯૩૪માં થઈ હતી.

image source

-એવોર્ડને ‘ઓસ્કર’ નામ આપવા પાછળ જે કહાની સૌથી વધારે ચર્ચિત છે, તે છે- એકેડેમીની તત્કાલીન લાઇબ્રેરીયન માર્ગરેટ હેરીકને જ્યારે પહેલીવાર એવોર્ડની ટ્રોફીને જોઈને કહ્યું કે આ તેમના અંકલ ઑસ્કરથી મળતી આવે છે. ત્યારપછી જ ‘એકેડેમી ઓફ મેરીટ’ને ‘ઓસ્કર’ નિકનેમ આપવામાં આવ્યું.

આજે આ એવોર્ડ એ જ ‘ઓસ્કર’ નામથી પ્રસિધ્ધ છે. પાછળથી માર્ગરેટ એકેડેમીની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પણ બની.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ