જાણો એક એવા મંદિર વિશે કે જ્યાં મહિલાઓ માસિક દરમિયાન પણ કરે છે પૂજા

જાણો એક એવા મંદિર વિશે કે જ્યાં મહિલાઓ માસિક દરમિયાન પણ કરે છે પૂજા

સુપ્રીમ કોર્ટએ જ્યારે શનિ મંદિર અને સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર મંજૂરી આપી હતી ત્યારે દેશભરમાં ભારે વિવાદ થયો હતો. પરંતુ આપણા જ દેશમાં એવું મંદિર પણ છે જ્યાં મહિલાઓનો પ્રવેશ માસિક દરમિયાન નિશેધ નથી. સામાન્ય મંદિર જેમાં મહિલાઓ દર્શનાર્થે જાય છે ત્યાં પણ માસિક સમયે મહિલાઓ જતી નથી પરંતુ આ એક એવું મંદિર છે જેમાં માસિક ધર્મના દિવસોમાં પણ મહિલાઓ પ્રવેશ અને પૂજા કરી શકે છે.

image source

આ મંદિર આવેલું છે તમિલનાડુમાં. અહીના આદિ પરાશક્તિ મંદિરમાં મહિલાઓ સાથે કોઈપણ જાતનો ભેદભાવ માસિકચક્ર દરમિયાન પણ રાખવામાં આવતો નથી. અહીં મહિલાઓના માસિકને લોકો શરીરના એક પરિવર્તન તરીકે જ જુએ છે.

image source

દક્ષિણ ભારતમાં મોટા ભાગનાં મંદિરોથી અલગ આ મંદિરમાં કોઈ પૂજારી હોતા નથી. આ મંદિરમાં પુરુષોની જેમ મહિલાઓ પણ ગર્ભસ્થાન સુધી જઈ શકે છે અને જાતે પૂજા કરી શકે છે. અહીંયા જાતિ, ધર્મ, લિંગ કે ઉંમરનું કોઈ બંધન નથી.

image source

આ મંદિરની સ્થાપના અંગે માન્યતા છે કે વર્ષો પહેલાં ચેન્નઈ-વિલ્લુપુર નેશનલ હાઈવે પર આવેલા મરૂવથૂર ગામના એક વ્યક્તિએ લીમડાના ઝાડમાંથી દૂધ નીકળતું જોયું હતું. ત્યારબાદ થયેલા ભારે વાવાઝોડામાં આ ઝાડ પડી ગયું હતું અહીંયા સ્વયંભૂ લિંગ પેદા થયું. ત્યારબાદ ઝાડવાળી જગ્યાએ આદિ પરાશક્તિના મંદિર નિર્માણ કરવામાં આવ્યું. ધીરેધીરે તેની લોકપ્રિયતા વધવા માંડી અને તમિલનાડુ અને આસપાસના રાજ્યોમાંથી પણ અહીં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવવા લાગ્યા.

મંદિર સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે કેટલાક વિવાદો પણ જોડાયેલા છે. લગભગ 30 વર્ષોથી આ મંદિરમાં પૂજા કરી રહેલાં મીનાકુમારી કનકરાજએ જણાવે છે જ્યારે તેમણે પ્રથમ વખત આ મંદિરમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તેને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની અને જાતે પૂજા કરવાની છૂટ મળી હતી.

મંદિરમાં શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે અહીંયા માસિકચક્રને અપવિત્ર માનવામાં આવતું નથી. અહીં સ્ત્રીઓ સાથે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. માસિક દરમિયાન પણ મંદિર ભક્તો માટે ખુલ્લું રહે છે.

image source

આ મંદિરની આ ખાસિયતના કારણે જ તે વિશ્વભરમાં પ્રખ્યાત થયું છે. મંદિરને પોતાનું ઘર સમજવા માટે દરેક સ્ત્રીને કહેવામાં આવે છે. આ મંદિરમાં ઉચ્ચ વર્ગની મહિલાઓથી લઈ મેલું ઉપાડનાર સ્ત્રીઓ પણ દર્શન કરવા આવી શકે છે. અહીં કોઈપણ વ્યક્તિને ધર્મ કે જાતિના આધારે દર્શન કરવાથી રોકવામાં આવતા નથી.

image source

અહીં સૌને શક્તિ કહી તેને માન આપવામાં આવે છે. માસિકચક્ર પણ કોઈ માટે અછુત કે અપવિત્ર વસ્તુ નથી. અહીંના કબાયલી સમાજમાં તો માસિક ચક્રને શુભ માનવામાં આવે છે. લોકો માને છે કે સ્ત્રીઓના આ પરિવર્તનથી જ વંશ વેલો આગળ વધે છે. માસિક તેના વંશનું વધવાનું પ્રતિક માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ