ચીનમાં કોરોના વાયરસની સારવાર કરતી નર્સ પોતાની દીકરીને ભેટી ન શકી, વિડીયો જોઇ શકો તો જ જોજો

હૃદય ભાંગી નાખતો વિડિયો – ચીનમાં કોરોના વાયરસની સારવાર કરતી નર્સ પોતાની દીકરીને ભેટી ન શકી

image source

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મિડિયા પર એક હૃદયને હલાવી મુકતો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નર્સ કે જેણી કોરોના વાયરસનો ભોગ બનેલા પેશન્ટની સારવાર કરી રહી છે તે પોતાની દીકરીને ભેટી નથી શકતી અને તેણીને બસ હવામાં હાથ ઉંચા કરીને ‘એર હગ’ આપી રહી છે.

હાલ સમગ્ર વિશ્વમાં ચીનમાંથી ઉદ્ભવેલા કોરોનાવાયરસના કારણે હાહાકાર મચી ગયો છે. ચીનમાં તો ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી છે પણ ઇટાલીની સ્થિતિ બધી જ રીતે ડામાડોળ થઈ રહી છે. ચીને આ વાયરસને ડામવા માટે ખુબ જ આક્રમક રીતે કામ કર્યું છે. અને તે દરમિયાન ત્યાંની સામાન્ય જનતાથી માંડીને નર્સ તેમજ ડોક્ટર્સે પણ ખૂબ જ ધીરજ રાખી છે અને એક અડગતાનું પ્રદર્શન કર્યું છે.

image source

આ દરમિયાન ચીનની ઘણી બધી વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે પણ આ વિડિયો તમારી આંખમાં પાણી લાવી દે તેવી છે. આ વિડિયો ન્યુ ચાઈના ટીવી દ્વારા શેર કરવામાં આવી છે. વિડિયોમાં કોરોના વાયરસના પેશન્ટની સારવાર કરી રહેલી નર્સ પોતાની દીકરીને દૂરથી એર હગ આપી રહી છે અને તેની આંખોમાંથી દડદડ આંસુ વહી રહ્યા છે. કારણ કે તેણી તેને અડી શકે તેમ નથી.

બાળકની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે અને તેણી રડતાં રડતાં માતાને કહી રહી છે કે તેણી તેને ખૂબ મિસ કરી રહી છે. ત્યારે તેની માતા તેને સમજાવે છે, ‘મમ્મી મોન્સ્ટર સામે લડી રહી છે. વાયરસને હરાવીને હું જલદી જ ઘરે પાછી આવી જઈશ.’

image source

ત્યાર બાદ માતા અને તેની દીકરી પોતાના હાથ ખોલે છે અને દૂરથી હવામાં જ એક બીજાને ભેટે છે. ત્યાર બાદ નર્સની દીકરી ડંપલીંગ્સ (મોમોઝ)નો એક ડબ્બો નીચે જમીન પર મુકે છે. અને તેનાથી દૂર જતી રહે છે ત્યારે તેની માતા ત્યાં આવીને તે ડબ્બો ઉઠાવી લે છે. ત્યાર બાદ તે બન્ને એકબીજાને દૂરથી હાથ હલાવીને અલવિદા કહે છે. ‘અમે જ્યારે આ ફાઈટ જીતી જઈશું ત્યારે હું પાછી તારી પાસે આવી જઈશ.’ આમ કહી તે પોતાની દીકરીને પાછા આવવાનું વચન આપે છે.

image source

આ અત્યંત લાગણીથી તરબતર વિડિયોને જોઈને તમારી આંખના ખૂણા પણ ભીના થઈ જશે. કારણ કે આ વિડિયો જોઈને લાખો લોકો રડી ચૂક્યા છે. અને તેના પર હજારો કમેન્ટ્સ પણ કરી છે. કેટલાકે આ વિડિયોને હૃદય તોડી નાખતી કહી તો કેટલાકે તે નર્સના પોતાની ફરજ પ્રત્યેના નિસ્વાર્થપણાને બિરદાવ્યો.

આજે કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં મૃતકોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુની સંખ્યા 11,404 સુધી પહોંચી ગઈ છે અને સંક્રીમીતોની સંખ્યા 2,76,123 સુધી પહોંચી ગઈ છે. જો કે રીકવર્ડ લોકોની સંખ્યા 91,952 છે. ચીનના મૃતકોની સંખ્યા કરતાં ઇટાલીમાં મૃતકોની સંખ્યા વધી ગઈ છે. અત્યાર સુધીમાં ઇટાલીમાં કોરોના વાયરસના કારણે 4,032 મૃત્યુ નોંધાઈ ચુક્યા છે.

image source

ભારતની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં 50 કેસ સામે આવ્યા છે. આમ સાથે દેશના કુલ સંક્રમીત લોકોની સંખ્યા 223 સુધી પહોંચી ગઈ છે. અને આ સંક્રમીતોના સંપર્કમાં આવેલા 6700 લોકોને સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ