જ્યારે એક ડોલ માટે ખેલાઈ ગયું હતું ભીષણ યુદ્ધ, અને અધધધ..લોકોનો લેવાયો હતો ભોગ

કોઈપણ યુદ્ધ થવા પાછળ કોઈને કોઈ નક્કર કારણ હોય છે અને ઇતિહાસના લગભગ યુદ્ધમાં આ વાત સાબિત પણ થઈ ચુકી છે.

image source

જો કે ઇતિહાસમાં નોંધાયેલું એક યુદ્ધ એવા કારણને લઈને થયું હતું જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. આજથી લગભગ સાત સદી પહેલા ખેલાયેલું એ યુદ્ધ કોઈથી બદલો લેવા કે પ્રદેશ જીતવા માટે નહીં પણ પાણીની એક ડોલ માટે થયું હતું અને તે યુદ્ધમાં અંદાજે બે હજાર જેટલા લોકો માર્યા ગયા હતા.

image source

આ યુદ્ધ વર્ષ 1325 માં ખેલાયું હતું. અસલ હકીકત મુજબ ઇટાલીમાં આ સમયે ધાર્મિક તણાવ ચરમ પર હતો. અહીંના બે રાજ્યો બોલોગ્ના અને મોડેના વચ્ચે ધાર્મિક બાબતોને લઈને અવારનવાર ઉગ્ર માહોલ થઈ જતો. કારણ એ હતું કે બોલોગ્નાના લોકો પૉપને ઈસાઈ ધર્મના વડા માનતા હતા જ્યારે મોડેનાના લોકો રોમન સમ્રાટને ઈસાઈ ધર્મના વડા માનતા હતા. વળી બોલોગ્ના રાજ્યના લોકોને ઈસાઈ ધર્મવડા પોપનું સમર્થન હતું જ્યારે મોડેના રાજ્યના લોકોને રોમન સમ્રાટનું સમર્થન હતું.

image source

વર્ષ 1296 માં પણ બોલોગ્ના અને મોડેના રાજ્ય વચ્ચે એક વખત લડાઈ પણ થઈ ચૂકી હતી અને ત્યારબાદ બન્ને રાજ્ય વચ્ચે ઉંદર બિલાડી જેવો માહોલ રહ્યો. પરંતુ વર્ષ 1325 માં ઘટેલી એક ઘટનાએ આ બન્ને રાજ્યો વચ્ચે ફરી લડાઈ કરાવી નાખી. અસલમાં 1325 ના એક દિવસે મોડેનાના અમુક લોકો ચૂપચાપ બોલોગ્ના રાજ્યના એક કિલ્લામાં ઘુસી ગયા અને ત્યાંથી લાકડાની એક ડોલ ઉઠાવી લાવ્યા.

image source

કહેવાય છે કે મોડેનાના લોકોએ જે લાકડાની ડોલ ચોરી હતી એ હીરા ઝવેરાતથી ભરેલી હતી. જ્યારે બોલોગ્નાની સેનાને ખબર પડી કે મોડેનાના લોકો તેની ડોલ ચોરી ગયા છે તો તેણે પ્રથમ તો મોડેનાના લોકોને ડોલ પાછી આપી દેવા સમજાવ્યા. પરંતુ સામા પક્ષે સ્પષ્ટ ના આવતા બોલોગ્નાની સેનાએ મેડોના સામે યુદ્ધની જાહેરાત કરી દીધી.

image source

આ સમયે બોલોગ્ના પાસે 32 હજાર સૈનિકોની સેના હતી. જ્યારે મેડોના પાસે ફક્ત સાત હજાર સૈનિકો જ હતા. બંને રાજ્યો વચ્ચે સવારના પહોરમાં આરંભયેલું યુદ્ધ અડધી રાત સુધી ચાલ્યું. પરંતુ આશ્ચર્ય વચ્ચે નાની સેના હોવા છતાં મેડોનાના સૈનિકો આ યુદ્ધ જીતી ગયા. જો કે યુદ્ધ દરમિયાન અંદાજે બે હજાર સૈનિકોનું મોત થઈ ગયા ગયા.

image source

બોલોગ્ના અને મેડોના વચ્ચે ખેલાયેલા આ યુદ્ધને ઇતિહાસમાં “વોર ઓફ ધ બકેટ” તથા “વોર ઓફ ધ ઓકેન બકેટ” ના નામથી ઓળખવામાં આવે છે અને જે ડોલને લઈને યુદ્ધ ખેલાયું એ ડોલ પણ એક મ્યુઝિયમમાં સાચવવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ