પહેલીવાર એક સાથે 4 દોષિતોને ફાંસીએ લટકાવ્યા, જાણો આ પહેલાં દેશમાં કેટલા લોકોને ફાંસીએ લટકાવવામાં આવ્યા

આઝાદી બાદ પહેલીવાર એક સાથે 4 દોષિતોને ફાંસીએ લટકાવ્યા – જાણો આ પહેલાં દેશમાં કેટલા લોકોને ફાંસીએ લટકાવવામાં આવ્યા

image source

20મી માર્ચ 2020 આ તારીખને ભારતના ન્યાયજગતમાં સુવર્ણ અક્ષરે કંડારવા જેવી છે. કારણ કે આ દિવસે એક અત્યંત ક્રૂરરીતે આચરવામાં આવેલા ગુનાના ગુનેગારોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા છે અને તે પણ એક સાથે ચાર-ચાર દોષિતોને એક જ ક્ષણે. નિર્ભયાના કેસ વિષે તો તમે રજેરજની માહિતી ધરાવતા જ હશો પણ આજે અમે તમને ફાંસી વિષેની કેટલીક માહિતીઓ આપવા જઈ રહ્યા છે.

ભારતમાં આઝાદી બાદ આ પહેલો પ્રસંગ છે જ્યારે એક સાથે ચાર-ચાર દોષિતોને ફાંસીએ લટકાવવામાં આવ્યા હોય. પણ આજે અમે તમને ભારતમાં અત્યાર સુધીમાં કેટલી ફાંસીઓ આપવામાં આવી તે વિષે જણાવીશું.

image source

ભારતની પ્રથમ ફાંસી વિષે જણાવીએ તો તે નાથૂરામ ગોડસેને આપવામાં આવી હતી. હવે તમને એ કહેવાની કોઈ જરૂર નથી કે નાથૂરામ ગોડસેએ દેશના રાષ્ટ્રપિતા એવા પુજનીય મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. અત્યાર સુધીમાં ભારતમાં 57 ફાંસીઓ આપવામાં આવી છે અને આ ચારનો ઉમેરો કરીએ તો તે આંકડો 61 થાય છે.

તમને જણાવી દઈએ કે દર વર્ષે ભારતની વિવિધ કોર્ટો વિવિધ ગુના હેઠળ સરેરાશ 130 લોકોને મોતની સજા સંભળાવે છે. જો કે આવી સજા પામેલામાંથી ઘણા ઓછા લોકો ફાંસીના માચડા સુધી પહોંચે છે.

image source

1991 બાદ 16 ગુનેગારોને સજાએ મોતનો દંડ સંભળાવવામાં આવ્યો છે. જેમાંથી એક ગુનેગારે 14 વર્ષની સગીરા પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યાનો આરોપ હતો જે ન્યાયાલયમા સાબિત થઈ ચુક્યો હતો. તેનું નામ હતું ધઘનંજય ચેટર્જી. ત્યાર બાદ કેટલાક આતંકવાદીઓને ફાંસીએ લટકાવવામાં આવ્યા હતા, જેમાં યાકૂબ મેમણ, કસાબ અને અફઝલ ગુરુનો સમાવેશ થાય છે.

નથુરામ ગોડસેને જ્યારે ફાંસી આપવામાં આવી

image source

ભારત દેશ આઝાદ થયા બાદ સૌપ્રથમ વાર દેશમાં 15મી નવેમ્બર 1949ના રોજ એક વ્યક્તિને ફાંસી આપવામાં આવી હતી અને તે હતો નથુરામ ગોડસે જેણે ગાંધીજીની હત્યા કરી હતી. આ કેસના જજ જસ્ટિસ જીડી ખોસલાએ એક પુસ્તક પણ લખ્યું છે.

તેમના પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે નાથૂરામને ફાંસીના માચડે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તે નર્વસ હતો. તે વારંવાર અખંડ ભારતના નારા લગાવી રહ્યો હતો, જો કે તેનો અવાજ ધ્રૂજી રહ્યો હતો. સ્વતંત્ર ભારતની આ પહેલી ફાંસી હતી.

2014ની 14 ઓગસ્ટના રોજ બળાત્કારીને ફાંસી અપાઈ હતી

image source

બળાત્કારના આરોપી ધનંજય ચેટર્જીને કોલકાતમાં ફાંસી આપવામા આવી હતી. તેણે કોલકાતાની શાળાની એક વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યો હતો અને ત્યાર બાદ તેણીની હત્યા કરી હતી. તેને 14મી ઓગસ્ટ 2004ના રોજ સવારે 4.30 વાગે ફાંસી આપવામાં આવી હતી. જો તમને નિર્ભયાનો ન્યાય મોડો લાગતો હોય તો તમને જણાવી દઈએ કે આ કેસમાં ન્યાય મળતાં 14 વર્ષનો સમય લાગ્યો હતો. તે વખતે તેણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સમક્ષ દયા યાચિકા દાખલ કરી હતી. જો કે તેને માફી નહોતી મળી શકી.

2012ની 21મી નવેમ્બરે આતંકવાદીને ફાંસી આપવામાં આવી

image source

મુંબઈ પર થયેલા 26/11ના હૂમલાને એક પણ ભારતવાસી ભુલી શકે તેમ નથી. તેના હૂમલામાં ગુનેગાર ઠરેલા અજમલ કસાબને પૂણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તમને જણાવી દઈ કે 26મી નવેમ્બરે 2008ની સાલમાં અજમલે પોતાના 9 સાથીઓ સાથે મુંબઈ પર આતંકવાદી હૂમલો કર્યો હતો જેમાં 166 લોકોની હત્યા થઈ હતી. સતત ત્રણ દિવસ આ આતંકવાદીઓએ મુંબઈને બાનમા લીધું હતું.

2013ની 9મી ફેબ્રુઆરીએ આતંકવાદીને ફાંસી અપાઈ

image source

13મી ડિસેમ્બર 2001ના રોજ મુંબઈ પર આતંકવાદી હૂમલો કરવામાં આવ્યો હતો અને તેનો આરોપી હતો અફઝલ ગુરુ. જેને તિહાડ જેલમાં ફાંસીએ લટકાવામાં આવ્યો હતો. તેને સવારે 5.25 મનિટે ફાંસી આપવામાં આવી હતી. ફાંસી આપ્યા બાદ તેનો ઇસ્લામ ધર્મ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

2015ની ત્રીસમી જુલાઈએ આતંકવાદીને ફાંસી અપાઈ

image source

12મી માર્ચ 1993ના રોજ મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ હૂમલામાં 257 લોકોના મૃત્યુ થયા હતા જ્યારે 713 લોકો ઘાયલ થયા હતા. આ સિરિયલ બ્લાસ્ટ્સથી મુંબઈની 27 કરોડની સંપત્તિનો નાશ થયો હતો. આ સિરિયલ બ્લાસ્ટનો આરોપી હતો યાકુબ મેમણ જેને કોર્ટ દ્વારા હેન્ગ્ડ ટીલ ડેથની સજા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ કેસ 22 વર્ષ સુધી ચાલ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ