જાણો એવુ તો બન્યુ કે આ દેશની સરકાર જેલો બંધ કરવા જઇ રહી છે..

શું તમે માની શકો કે કોઈ દેશમાં ગુન્હાખોરી એટલી હદે ઘટવા લાગે કે સરકારને જેલ બંધ કરવાની ફરજ પડે ?

image source

તમારો જવાબ નકારમાં જ હશે. પરંતુ આ હકીકત છે. અમે તમને એક એવા દેશ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંની સરકારને જેલ બંધ કરવાની જરૂર ઉભી થઇ છે. આ દેશ યુરોપનો છે.

અમે વાત કરી રહ્યા છીએ યુરોપીય દેશ નેધરલેન્ડની. આ દેશમાં લગભગ એક પણ ખૂંખાર અપરાધી નથી બચ્યો. અને દેશનો ક્રાઇમ રેટ લગભગ નહિવત જેવો થઇ ગયો છે. જેથી લોકો ગુન્હા કરતા નથી અને ગુન્હેગારોને કેદ કરવા માટેની જેલો ખાલી જ પડી રહે છે. આથી અહીંની સરકારે આવી જેલો બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે નેધરલેન્ડની જનસંખ્યા લગભગ 1 કરોડ 71 લાખ છે અને અહીં કોઈ ગંભીર અપરાધી નથી.

image source

જો કે જેલ બંધ કરવાની સરકારની યોજનાની આડઅસર પણ ઉભી થઇ છે. અને તે એ રીતે કે જો સરકાર અહીંની જેલો બંધ કરી દે તો જેલોમાં કામ કરતો લગભગ 2000 લોકોના સ્ટાફની નોકરી જોખમમાં મુકાઈ જાય તેમ છે. જો કે સરકારે જે તે સમયે આ પૈકી 700 લોકોનો અન્ય વિભાગમાં બદલી કરી વચલો રસ્તો પણ કાઢ્યો.

રિપોર્ટ અનુસાર વર્ષ 2013 માં આ દેશમાં કુલ 19 કેદીઓ જ હતા વળી વર્ષ 2018 માં અહીં કોઈપણ કેદી ન રહ્યો અને જેલો સુમસામ પડી રહી. ટેલિગ્રાફ યુકેમાં વર્ષ 2016 માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર નેધરલેન્ડના ન્યાય વિભાગે એવી આશંકા દર્શાવી હતી કે આવનારા પાંચ વર્ષમાં નેધરલેન્ડના ક્રાઇમ રેટમાં 0.9 ટકા જેટલો ઘટાડો થઇ શકે અને આ આશંકા મહદઅંશે સાચી પણ ઠરી છે.

image source

ઉલ્લેખનીય છે કે નેધરલેન્ડ વિશ્વના સૌથી સુરક્ષિત દેશો પૈકી એક છે. અહીં એક ઇલેક્ટ્રોનિક એન્કલ મોનીટરીંગ સિસ્ટમ છે જે કેદીઓને પહેરાવવામાં આવે છે અને કેદીઓને નિશ્ચિત સીમાની અંદર જ રહેવા કહેવાય છે. જો કેદી આ સીમાને ઓળંગે તો તેનું લોકેશન ટ્રેસ થઇ જાય છે અને આ ડિવાઇસ પોલીસને એક રેડિયો ફ્રીકવેંસી સિગ્નલ મોકલી દે છે. આ રીતે પોલીસની પકડથી બચવા કેદીઓને ઘરમાં જ બંધક થઈને રહેવું પડે છે.

image source

આ આધુનિક સિસ્ટમને કારણે આ દેશમાં સ્થાનિક ગુહાગોરીનો આંક સતત નીચો આવતો ગયો અને હવે સરકારને જેલ સુદ્ધા બંધ કરવાની જરૂર ઉભી થઇ છે. 2016 માં અહીંની એમ્સ્ટર્ડમ અને બિજલમબર્જની જેલ બંધ કરી દેવામાં આવી છે અને તેના બદલે અહીં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ખોલી દેવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ