જોઇ લો આ પ્રાઇવેટ જેટની તસવીરો, અને જાણી લો તેની સાચી કિંમત

પોતાનું ઘર નાનકડું હોય કે મોટું, નળીયા વાળું હોય કે છત વાળું, રોડ પર હોય કે પોશ એરિયામાં, ગ્રાઉન્ડ ફ્લોર પર હોય કે ઊંચી બિલ્ડિંગના છેલ્લા માળે માણસને તેમાં એવી બધી સુખ સુવિધા જોઈએ જે જીવન જીવવા માટે જરૂરી છે. હા, એવું બની શકે કે તે સુવિધાનું સ્તર વત્તુ ઓછું હોય, પણ મૂળભૂત સુવિધા તો જોઈએ જ.

image source

આ તો થઇ ઘરની વાત. પરંતુ આજે જાણવા જેવું વિભાગના આ આર્ટિકલમાં અમે આપને એક એવા વિમાન વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે આપે પહેલા નહિ જાણ્યું હોય. તો શું છે એ વિમાનની ખાસિયત આવો જાણીએ..

તાજેતરમાં જ એક વિમાન બનાવતી કંપનીએ એવું લેટેસ્ટ અને વીઆઈપી સુવિધા વાળું વિમાન બનાવ્યું છે જેને જોનારા ઘડીક તો ભૂલ ખાઈ જાય કે આ વિમાન છે કે આલીશાન ફ્લેટ.

image source

વાત એવી છે કે ઇંગ્લેન્ડની વિમાન બનાવતી મોટી કંપની એક્રોપોલીસ એવિએશને વિશ્વ સમક્ષ એક અદભુત વિમાન રજુ કર્યું છે. અસલમાં આ વિમાનને વિશેષ બનાવટથી નથી બનાવવામાં આવ્યું પરંતુ એક્રોપોલીસ એવિએશનના ACJ 320 neo મોડલના વિમાન જ છે. જો કે તેમાં અનેક મૂળભૂત સુધારા વધારા કરી પ્રાઇવેટ જેટનો લુક આપવામાં આવ્યો છે. આ વિમાનમાં અંદાજે 17 લોકો આરામથી સુઈ શકે તેટલી વિશાલ જગ્યા પણ રાખવામાં આવી છે.

image source

આ લકઝરી સ્ટાઇલ પ્રાઇવેટ જેટમાં પેન્ટ હાઉસ, બેડરૂમ, મિટિંગ કેબીન, અને બાથરૂમ પણ બનાવવામાં આવ્યું છે. સાથે જ વિમાનમાં 19 લોકો આરામથી બેસી શકે અને 17 લોકો સુઈ શકે તેટલો સ્પેશ પણ રાખવામાં આવ્યો છે. આ વિમાનની ઇંધણ ટાંકી એક વખત ફૂલ કરી દેવામાં આવે તો તે લગભગ 9600 કિલોમીટરની હવાઈ મુસાફરી કરવા માટે પૂરતું છે. સાથે જ વિમાનમાં વપરાયેલું ઇન્ટેરિયર પણ આલીશાન છે અને તેનું કામ એટલું બારીકાઇથી કરવામાં આવ્યું હતું કે તેને ડિઝાઇન કરવા 13 મહિના જેટલો સમય લાગ્યો હતો. એવું મનાય છે કે પ્રાઇવેટ જેટના લિસ્ટમાં આ સૌથી વિશાળ જગ્યા ધરાવતું જેટ છે.

image source

હવે વાત કરીએ આ જેટની કિંમતની તો આ આલીશાન વિમાનની કિંમત 813 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ આ વિમાન બનાવવા જે ACJ 320 neo મોડલના એયરબસ વિમાનનો ઉપયોગ કર્યો છે તેનો પહેલા કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતો હતો અને તેને લુફથાન્સા તથા બ્રિટિશ એયરવેઝ જેવી કંપનીના વિમાનોમાં પણ સ્થાન હતું.

image source

વિશ્વમાં લકઝરી પ્રાઇવેટ જેટ માટે શ્રીમંતો જે ડસોલ્ટ, બોમ્બાર્ડિયર અને ગલ્ફસ્ટ્રીમ ના વિપનો વાપરતા તેમાં હવે એક્રોપોલીસ એવિએશનનો પણ સમાવેશ થઇ ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ