ઘીનો ફેસ માસ્ક લગાવવાના છે અઢળક ફાયદાઓ, દરેક છોકરાઓએ લગાવવો જોઇએ ખાસ

છોકરાઓએ દેશી ઘીનો ફેસ માસ્ક ખાસ લગાવવો જોઈએ.

image source

તેમના દેખાવને લઈને જાગૃત (કોન્શસ) રહેતા છોકરાઓને એ જાણીને આનંદ થશે કે દેશી ઘી જેમને તેઓ એકમાત્ર તંદુરસ્ત ઉત્પાદન તરીકે ઓળખતા હતા તે તેમની ત્વચા માટે અન્ય તમામ પોષક ઉત્પાદનો કરતાં વધુ અસરકારક હોય છે.

છોકરાઓએ દરરોજ ઓછામાં ઓછું 15 મિનિટ પોતાના માટે સમય કાઢીને દેશી ઘીના થોડા ટીપાં પોતાની હથેળી પર લઈ તેનાથી તેમના ચહેરા અને ગળા પર મસાજ કરવો જોઈએ. દેશી ઘી ત્વચાની સંભાળ માટે એક ખૂબ જ અસરકારક ઉત્પાદન છે, એ પણ ખાસ કરીને છોકરાઓની ત્વચા માટે. કારણ કે છોકરાઓના ચહેરા પરના દાઢીના (બિયર્ડ) વાળ હોવાને કારણે, તેમના ચહેરાની ત્વચાની ખાસ કાળજી લેવાની જરૂર રહે છે.

image source

ઉપરાંત, છોકરાઓની ત્વચાને છોકરીઓની ત્વચા કરતાં અલગ અને વધુ મોઇશ્ચરિઝિંગ જરૂર હોય છે. આવી સ્થિતિમાં, છોકરાઓને કંઈક એવું જોઈએ, જે તેમની ત્વચાને મહત્તમ પોષક તત્વો આપી શકતું હોય. દેશી ઘીની મુખ્ય લાક્ષણિકતા એ છે કે તે જેટલું અસરકારક છે તેટલું જ તે કુદરતી પણ છે. એટલે કે, સંપૂર્ણપણે રાસાયણિક મુક્ત. આથી ત્વચાને કુદરતી રીતે મુલાયમ અને ચમકતી બનાવવામાં મદદ કરે છે.

દેશી ઘી છોકરાઓની ત્વચા માટે કેમ ખાસ છે?

image source

દેશી ઘી આપણા બધાની ત્વચા માટે ફાયદાકારક હોય છે પરંતુ તે છોકરાઓના ચહેરા માટેના અન્ય બ્યુટી પ્રોડક્ટ્સ કરતા વધારે અસરકારક હોઈ શકે છે. છોકરાઓના ચહેરા પર દાઢીના વાળ હોવાને કારણે, તેમની ત્વચાને નરમ, કોમલ અને ગ્લોઇંગ કરવા માટે તેમને વધુ અસરકારક મોઇશ્ચરિઝિંગ ગુણવત્તાવાળા ઉત્પાદનની જરૂર હોય છે. અને આ સ્થિતિમાં દેશી ઘી કરતાં કાંઇ બીજું સારું હોઈ જ ન શકે.

આરોગ્યના દરેક પાસા પર અસરકારક:-

image source

દેશી ઘી અને ગાયના દૂધમાંથી વિશેષરૂપે તૈયાર કરેલું ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે. તે આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે જેટલું વધારે ફાયદાકારક હોય છે, તેટલું જ તે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે પણ વધુ ફાયદાકારક હોય છે. તેવી જ રીતે, દેશી ઘી આપણી સુંદરતાને વધુ ઊંચા સ્તર પર લઈ જવાનું કાર્ય કરે છે. કારણ કે તે ઓર્ગેનિક મોઇશ્ચરાઇઝિંગ તત્વોથી ભરેલું હોય છે.

દેશી ઘીનો ફેસ માસ્ક બનાવવાની રીત:-

image source

રાતે પલાળી રાખેલી 2-3 ચમચી મગની દાળને પીસી લો. હવે આ દાળમાં એક ચમચી દેશી ઘી મિક્સ કરો. તમારો ફેસ માસ્ક તૈયાર છે. આ ફેસ માસ્કને ચહેરા અને ગળાના ભાગ પર 25 થી 30 મિનિટ માટે લગાવો. તે પછી તેને હળવા પાણીથી ધોઈ લો અને સાફ કરો. આ માસ્કને અઠવાડિયામાં 3 વાર લગાડવાથી તમે તમારી ત્વચામાં નિખાર અને કોમળતા જ નહીં અનુભવો. પણ તમારા દાઢી ના વાળ પણ ખૂબ નરમ બનશે. આનાથી તમને શેવિંગ કરવામાં સરળતા રહેશે અને શેવિંગ કર્યા પછી ત્વચા ગ્લોઇંગ અને કોમળ દેખાશે.

આ રીતે કામ કરવાનું છે:-

image source

– દેશી ઘી ત્વચાના ડેડ સેલ્સને દૂર કરવાનું કામ કરે છે. તે અંદરની નરમ અને સ્પષ્ટ ત્વચા પર સંરક્ષણ સ્તર બનાવે છે. દેશી ઘી ત્વચાના ક્ષતિગ્રસ્ત કોષોને સુધારવાનું કામ કરે છે. દરરોજ 15 મિનિટ દેશી ઘીથી ચહેરા પર માલિશ કરનારા પુરુષોના ચહેરા પર એક અલગ આકર્ષણ જોઇ શકાય છે.

– દેશી ઘીમાં રહેલ વિટામિન-ઇ ત્વચાને ભેજ આપવાની ક્ષમતાની સાથે સારી માત્રામાં વિટામિન-ઇ ધરાવે છે. જે ત્વચા માટે એન્ટીએજિંગ એલિમેન્ટની જેમ કામ કરે છે. એટલે કે, વધતી ઉંમરની અસર ત્વચા પર ઝડપથી દેખાતી નથી.

image source

– આજકાલ લેપટોપ અને મોબાઈલના વધુ ઉપયોગને કારણે આંખોની આજુબાજુની નાજુક ત્વચાનો રંગ ઝડપથી ડાર્ક થઈ જાય છે. અને ધીરે ધીરે ડાર્ક સર્કલ ની સમસ્યા થઈ જાય છે. દેશી ઘી સાથે ચહેરા અને આંખોની આ નાજુક ત્વચાની માલિશ કરવાથી ડાર્ક સર્કલની સમસ્યા થતી નથી.

– દેશી ઘી છોકરાઓના ચહેરાની સખત ત્વચાને નરમાશ આપે છે. તેનાથી તેમના વાળના મૂળ નરમ બને છે. આથી ત્વચાને કોમલ અને સ્મૂધ ટેક્ષચર મળે છે. ત્વચા સ્વસ્થ અને હાઇડ્રેટેડ બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ