અક્ષય કુમારને શીખવી પડશે હવે આ ભાષા, કારણ જાણશો તો ચોંકી જશો તમે પણ

અક્ષય કુમાર હિન્દી શીખે છે.

image source

બોલીવુડમાં કમાણીની બાબતમાં નંબર વન અભિનેતા અક્ષય કુમાર શું હિન્દી બોલવાની બાબતમાં પણ નંબર વન છે? ઓછામાં ઓછું તેમના આગલા પ્રોજેક્ટ ઐતિહાસિક ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના નિર્દેશકને આવું નથી લાગતું. સામાન્ય રીતે શુટિંગ દરમિયાન ફિલ્મ નિર્દેશકો પર ભારે પડનાર અક્ષય કુમારની ડાયલોગ ડીલીવરી પર ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના નિર્દેશકએ મુશ્કેલી જણાવી છે અને એટલું જ નહી સુત્રોનું માનીએ તો અક્ષય કુમારને ખાસ હિન્દીના સંવાદોને યોગ્ય રીતે બોલવાનું શીખવા માટે એક કોચની પણ વ્યવસ્થા કરી દીધી છે.

image source

બોલીવુડના ખિલાડી અભિનેતા અક્ષય કુમારને હિન્દી ફિલ્મોમાં આશરે છેલ્લા ત્રીસ વર્ષોથી કામ કરી રહ્યા છે. આ ત્રીસ વર્ષોમાં અક્ષય કુમારે ૧૨૫ કરતા વધારે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. કહેવા માટે અક્ષય કુમાર પોતાને હિન્દીના સેવક જ જણાવે છે પરંતુ હિન્દી ભાષાને લઈને અક્ષય કુમાર પહેલેથી જ તાણમાં રહ્યા છે. કરિયરમાં આટલો લાંબો સમય વિતાવ્યા પછી પણ તેઓ હિન્દી પત્રકારોથી દુર રહે છે.

image source

હિન્દી ન્યુઝ પેપરના સંપાદકો સાથે પણ તેઓ વાત કરતા ગભરામણ અનુભવે છે. જયારે પણ અક્ષય કુમારને હિન્દીમાં કોઈ ઇન્ટરવ્યુ ન્યુઝ પેપરમાં આપવાનું હોય છે તો તેમની પીઆર ટીમની સાથે ચાર-પાંચ એવા વ્યક્તિઓને સાથે બેસાડવામાં આવે છે જેઓ અક્ષય કુમારને સહજ કરતા રહે છે.

image source

પરંતુ, આ વખતે આ બાબત ફિલ્મ ‘પૃથ્વીરાજ’નો છે. આમ તો પૃથ્વીરાજ ચૌહાણ અને તેમના ભાઈ હરિરાજ ચૌહાણનો જન્મ ગુજરાતમાં જ થયો છે, પરંતુ તેઓની વીરતા રાજસ્થાનના રણમાં જ જોવા મળી. ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના એક શેડ્યુલ તાજેતરમાં જ ફિલ્મના નિર્દેશક ચંદ્ર પ્રકાશ દ્વિવેદીએ રાજસ્થાનમાં જ પૂરું કર્યું છે.

image source

સુત્રોની પાસેથી મળેલ જાણકારી મુજબ અત્યાર સુધી ફિલ્મની જેટલી પણ શુટિંગ થઈ શકી છે, તેને ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપડાએ પણ જોઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ ફિલ્મના નિર્માતા અને નિર્દેશક બંનેનો આ મત છે કે, અક્ષય કુમારએ આ પાત્ર માટે પોતાના હિન્દી ઉચ્ચારણ અને તેને બોલવાની પદ્ધતિને સુધારવાની જરૂરિયાત છે. અને એટલા માટે જ હવે તેમને હિન્દી શીખવાડવા માટે એક કોચની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

image source

એક્શન ફિલ્મોથી પોતાના કરિયરની શરુઆત કરનાર અભિનેતા અક્ષય કુમારના કરિયરનો આ સમય પોતાના ચરમ સીમા પર છે. તેમના ફિલ્મોની વાર્તા અને તેમના અભિનયમાં પણ ઘણો સુધારો આવ્યો છે, પરંતુ અક્ષય કુમાર પોતાની ડાયલોગ ડીલીવરીમાં વધારે સુધારો કરી શક્યા નથી.

image source

આ વાતને ધ્યાનમાં રાખીને ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના નિર્દશક અને નિર્માતાઓનો આ વિચાર હતો કે, તેઓ પૃથ્વીરાજ ચૌહાણ જેવા મહાન વ્યક્તિત્વનું પાત્ર નિભાવવા માટે પોતાની ડાયલોગ ડીલીવરી પર કામ કરે. કેમ કે, પૃથ્વીરાજ ચૌહાણ ૧૨મી સદીના સૌથી શક્તિશાળી યોદ્ધા અને રાજપૂતોના પૂજનીય રાજા રહ્યા છે, તો આવામાં ફિલ્મના નિર્માતા અને નિર્દેશકની જવાબદારી છે કે, પૃથ્વીરાજ ચૌહાણના પાત્રને પરદા પર ઉતારવામાં કોઈ ખામી રહેવી જોઈએ નહી.

image source

હિન્દી ફિલ્મોમાં ડાયલોગ કોચ રાખવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે, પરંતુ સામાન્ય રીતે આ ડાયલોગ ડીલીવરી કોચ ત્યારે જ રાખવામાં આવે છે જયારે અભિનેતા કે અભિનેત્રીને કોઈ ખાસ ભાષાની બોલી બોલવા માટે મદદની જરૂરિયાત હોય છે, જેમ કે, આમીર ખાન માટે ફિલ્મ ‘પીકે’માં ડાયલોગ કોચ રાખવામાં આવ્યા હતા.

image source

કોઈ હિન્દી ફિલ્મમાં કોઈ સુપરસ્ટાર હીરોની હિન્દી પર નજર રાખવા માટે કોચ રાખવાનો આ પહેલો બનાવ બન્યો હોય તેમ જણાવાય રહ્યો છે. આ વિષયમાં યશરાજ ફિલ્મ્સની અત્યારે કોઈ ટીપ્પણી આપવામાં આવી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ