શું તમે જોયો જોની લીવર અને તેની પુત્રી સાથે બનાવેલો આ પહેલો TikTok વીડિયો?

બોલિવુડનાં હાસ્યકલાકાર જોની લીવરે પોતાની પુત્રી સાથે બનાવ્યો પ્રથમ TikTok વીડિયો અને બંને વચ્ચે થયો ઝગડો!

image source

એક્ટિંગ અને કૉમિક ટાઈમિંગ માટે જોની લીવરને કોણ નથી ઓળખતુ? તે જ્યારે પણ પડદા ઉપર આવે છે, તો તમને હસાવ્યા વગર જતા જ નથી. જોનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તે તેમની પુત્રી જેમી લીવરની સાથે દેખાઇ રહ્યા છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જોની લીવરે તેમની પુત્રી જેમીની સાથે મળીને પ્રથમ ટિક-ટોક વીડિયો બનાવ્યો છે. જોની અને તેમની પુત્રી તેમની ફિલ્મના ડાયલોગ ઉપર લિપસિંગ કરી રહ્યા છે. જેમાં જોની પરેશ રાવલની એક્ટિંગ કરતા નજર આવી રહ્યા છે અને તેમની પુત્રી તેના પિતાના ડાયલોગ બોલી રહી છે.

image source

આ વીડિયોમાં જોની લીવર પોતાની પુત્રીનું નામ ભૂલી જાય છે અને પોતાની પુત્રીને એક નવું નામ આપે છે. તેની પુત્રી તેના પિતા પર ગુસ્સે થઈ જાય છે. આ વીડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરીને લખ્યુ,મારી પુત્રી જેમી લીવરે મારી એક્ટિંગ કરી છે અને મેં દર્શકો માટે પરેશ રાવલની એક્ટિંગ કરી છે.

જેમીએ શેર કરેલી ક્લિપમાં, તેઓ 2002 માં આવેલી ફિલ્મ ‘આવારા પાગલ દીવાના’નો કોમેડી સીન બનાવતી જોવા મળી છે. મૂળ દ્રશ્યમાં પરેશ રાવલ અને જોની હતાં. બંને તેમના દોષરહિત હાસ્યજનક સમય અને રમુજી અભિવ્યક્તિઓ સાથે લોકોને હાસ્ય સાથે મજા કરાવતા હોવાનું લાગતું હતું.

image source

જોની લીવરના આ વીડિયો પર પરેશ રાવલે રીએક્શન આપતાં કહ્યુ છે કે જોની તેમના પ્રિય વ્યક્તિ છે. પરેશ રાવલે લખ્યું, ‘તમારો આભાર જોની ભાઈ, તમે હંમેશાં મારા માટે પ્રિય રહ્યા છો અને હું જાણું છું કે લોકોમાં તમે ઉત્તમ વ્યક્તિ છો, તેમજ જેમી ખુશમિજાજની સાથે પ્રતિભાશાળી છે. ભગવાન હંમેશા તમારી સાથે રહે.’ સામાન્ય રીતે દર્શકોને જોની લીવર ખૂબ પસંદ છે. આ ઉપરાંત દર્શકો તેમની પુત્રીને પિતાની કાર્બન કોપી જણાવી રહ્યા છે.

image source

જોની લીવર એક ભારતીય ફીલ્મી દુનિયાનાં બહુ જ પ્રખ્યાત હાસ્યકલાકાર તેમજ અભિનેતા છે. તેમને ઉત્તમ હાસ્યકલાકાર તરીકે ૧૩ ફીલ્મફેર અવોર્ડ મળી ચૂક્યા છે. તેમણે તેમની કારકીર્દી ૧૯૮૪માં શરૂ કરી હતી અને તેમણે ૩૦૦ કરતાં વધુ ફીલ્મોમાં અભિનય કર્યો છે.તેઓ ટેલીવિઝનમાં આવતાં ખુબજ જાણીતા કોમેડી શો “કોમેડી સર્કસ”માં નિર્ણાયક તરીકે રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ મીમીક્રિ આર્ટીસ્ટ એસોશીએશન મુંબઇના પ્રમુખ છે અને દુનિયાભરમાં હજરો લાઇવ કોમેડી શો કરી ચૂક્યા છે.

image source

જેમીએ તેની કારકિર્દીની શરૂઆત ઓગસ્ટ 2012માં લંડન સ્થિત બજાર સંશોધન એજન્સી વિઝનગૈન ખાતેના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કરી હતી. તેણે સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે 2012થી મુંબઇના કોમેડી સ્ટોરમાં પર્ફોમન્સ આપ્યું હતું. તેણે 2013માં સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર “કોમેડી સર્કસ કે મહાબલી” શોમાં પર્ફોમન્સ આપ્યું હતું.

image source

આપણે જે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં છીએ તેમાં આવા વિડિઓઝ તણાવ ઘટાડવામાં મદદ કરે છે. સતત કોરોનાવાયરસ ફાટી નીકળવાની પોસ્ટ્સ અને સમાચારો અને સાવચેતીનાં પગલાં વચ્ચે, આવા અસંબંધિત રમુજી વિડિઓઝ તાજી હવાના શ્વાસ જેવા છે. તેથી, જો તમે આ સમયગાળા દરમિયાન પોતાને કેવી રીતે હળવા રાખવા વિચારી રહ્યાં છો,તો ફક્ત જેમી અને જોનીના વિડિઓઝ જોતા રહો!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ