તારક મહેતા..માં જેઠાલાલની દુકાનમાં કામ કરતા નટુકાકા આજે બની ગયા છે પૈસાદાર, જોઇ લો તસવીરોમાં એમનું ઘર કેટલુ મસ્ત છે તે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક આજે તો ઘેર-ઘેરનું જાણીતું નામ બની ગયા છે. આપણા નટુકાકાએ ગત સતર સપ્ટેમ્બરે પોતાનો પંચોતેરમો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે નટુકાકાને ગ્લેમરવર્લ્ડમાં આવ્યાને પંચાવનવર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે. એક સમય હતો કે નટુકાકાને નાના મોટા રોલ કરવાના ફક્ત ત્રણ રૂપિયા મળતા હતાં. આજે નટુકાકા પાસે મલાડમાં બે બેડરૂમ હૉલ કિચનનો ફ્લેટ છે.

image source

પત્રકારને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઘનશ્યામ નાયકે પોતાના સંઘર્ષ અંગે વાત કરી હતી. નટુકાકાએ કહ્યું હતું કે એક સમયે તેઓ ચોવીસ કલાક કામ કરતાં અને વેતનમાં તેમને માત્ર ત્રણ રૂપિયા મળતા હતાં. એક સમય હતો કે તેઓ થોડાક રૂપિયા માટે રોડ ઉપર પરફોર્મ કરતા હતા.

image source

બીજા પાસેથી રૂપિયા ઉધાર લાવીને સંતાનો માટે ફી ભરતા હતાંઃ નટુકાકાએ કહ્યું તે સમયે તેમને આ કામમાં બિલકુલ નાબરોબર પૈસા મળતા. જેમાં ગુજરાન ચલાવવું અઘરું હતું, માટે તેઓ સંતાનોની ફી ભરવા ખાતર ઉધાર રૂપિયા લાવતા હતાં અને તેમ જ નાનકડા ઘરનું ભાડું ભરતા હતા.

image source

ઘનશ્યામ નાયક એટલે કે આપણા નટુકાકાએ આગળ વાત વધારતા કહ્યું હતું કે તેમણે આખું જીવન કઠણ સંઘર્ષમાં પસાર કર્યું હતું પરંતુ તેમને લાગે છે કે ‘તારક મહેતાના ઉલ્ટા ચશમા.’ને કારણે તેમના જીવનમાં છેવટે સુખ અને શાંતિ આવ્યા છે. હવે તેમને નામ અને દામ બંને કમાવવાનું શરૂ કર્યું છે. આજે તેમને લોકો પાત્રના નામથી ઓળખે છે અને સન્માન આપે છે. ઘનશ્યામ નાયકે વધુ વાત કરતા કહ્યું હતું કે એક સમય એવો હતો કે જ્યારે તેઓ ભાડાના ઘરના પૈસા ભરી શકતા નહોતા અને આજે મુંબઈ જેવા મહાનગરમાં તેમના બે-બે ઘર છે.

image source

જાણવા જેવી વાત એ છે કે નટુકાકાએ 200 જેટલી ગુજરાતી ફિલ્મ્સ સહિત 350 જેવી હિંદી સિરિયલોમાં કામ કર્યું છે. તેમણે ઘણી ભવાઈ તથા અનેક નાટકોમાં પણ કામ કર્યું છે. આજે તેમને મળેલી ઓળખાણથી તેઓ બહુ ખુશ છે..

આ પણ વાંચવાનું ચુકતા નહિ.

તારક મહેતા..ના કલાકારોની આ રેર તસવીરો જોઇને તમે પણ ઓળખવામાં ખાઇ જશો થાપ

રિયલ લાઇફમાં ‘તારક મહેતા..’ના આ કલાકારો છે એકબીજાના સંબંધીઓ, સંબંધો જાણશો તો લાગશે નવાઇ

તારક મહેતા..માં સીધી સાદી દેખાતી સોનુ છે એકદમ સ્ટાઇલિશ ગર્લ, આ તસવીરો જોઇને બોલી ઉઠશો સાચી વાત!

તારક મહેતામાં જોવા મળતો ગોગીએ લીધુ નવુ ઘર, તસવીરો છે ખાસ, જોઇ લો તમે પણ

જોઇ લો તસવીરોમાં તારક મહેતાની માધવીભાભી રિયલ લાઇફમાં કેટલી છે મોર્ડન અને સ્ટાઇલિશ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ