જોઇ લો તસવીરોમાં તારક મહેતાની માધવીભાભી રિયલ લાઇફમાં કેટલી છે મોર્ડન અને સ્ટાઇલિશ

માધવી ભાભી કા નયા રૂપ

image source

સબ ટીવી પર પ્રસારિત કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ જેણે છેલ્લા દસ વર્ષથી દર્શકોને જકડી રાખ્યા છે. ઉપરાંત આ ટીવી શોમાં આવતા દરેક કલાકાર પોતાની અલગ ઓળખ દરેક વ્યક્તિના દિલોદિમાગમાં છવાઈ ગયા છે. તેમજ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ અદ્ભુત પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે.

આ કોમેડી સીરીયલના દરેક પાત્ર પોતાની આગવી ઓળખ જમાવી ચુક્યા છે જે હટાવી કે તેના બદલે કઈક બીજું જોવું ખુબ મુશ્કેલ છે. મુખ્ય વાર્તા જેઠાલાલ અને દયા ભાભીની આસપાસ વધારે રહેતી હતી. પણ આ સીરીયલના દરેક પાત્રએ પોતાની ખાસ વિશેષતા ધરાવે છે.

image source

આજે અમે આપને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સીરીયલમાં આવતા એક પાત્ર નિભાવી રહેલ માધવી ભાભી એટલે કે સોનાલીકા જોશી વિષે કેટલીક જાણકારી આપવા જઈ રહ્યા છીએ. તેમજ સોનાલીકા જોશી દ્વારા કરાવવામાં આવેલ ફોટોશુટ વિષે પણ જાણકારી આપીશું.

આવી રીતે કરી હતી ફિલ્મમાં કરિયરની શરુઆત:

image source

સોનાલીકા જોશીનો જન્મ ૫ જુન, ૧૯૭૬ના રોજ મહારાષ્ટ્ર રાજ્યમાં થયો હતો. સોનાલીકા જોશીએ કરિયરની શરુઆતમાં કેટલીક મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. ઉપરાંત મરાઠી ફિલ્મોની સાથે કેટલાક વિજ્ઞાપનોમાં પણ કામ કર્યું છે. માધવી ભાભી તરીકે જાણીતી સોનાલીકા જોશીના પતિનું નામ સમીર જોશી છે.

સિગરેટનો કસ લેતા જોવા મળી રહી છે માધવી ભાભી:

image source

સબ ટીવીના કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ દ્વારા ઘર ઘરમાં જાણીતી બનેલ સોનાલીકા જોશી એટલે કે માધવી ભાભી તરીકેની એક સુવ્યવસ્થિત છવી દર્શકોમાં ધરાવે છે. શોમાં જોવા મળતો માધવી ભાભીનો સિમ્પલ લુક છે, પરંતુ ખરેખરમાં સોનાલીકા જોશી પણ અન્ય અભિનેત્રીઓની જેમ પોતાનો અલગ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અંદાજ ધરાવે છે. જે આપ કેટલાક ફોટોઝમાં જોઈ શકો છો.

પાપડ બનાવતા જોવા મળી રહ્યા છે માધવી ભાભી:

image source

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં સોનાલીકા જોશી એક સીધી સરળ ગૃહિણીનું પાત્ર ભજવી રહી છે. જેનું નામ માધવી આત્મારામ ભીડે છે. માધવીના પતિ એટલે કે આત્મારામ ભીડે ગોકુલ ધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી છે ઉપરાંત ટ્યુશન કલાસીસ પણ ચલાવે છે. જયારે માધવી ભાભી પતિને મદદ કરવા માટે અને વધારે આવક મેળવવા માટે અથાણા અને પાપડનો ગૃહ ઉદ્યોગ પણ ચલાવે છે.

image source

માધવી ભાભીના પતિનું પાત્ર એટલે કે આત્મારામ ભીડેનું પાત્ર મંદાર ચંદાવડકર નિભાવી રહ્યા છે. માધવી ભાભીનું પાત્ર ભજવી રહેલ સોનાલીકા જોશીની મરાઠી છાંટવાળી બોલી અને સરળ સ્વભાવ દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

image source

માધવી ભીડે અને આત્મારામ ભીડેની એક મરાઠી કપલ તરીકે ખુબ સારી કેમેસ્ટ્રી ધરાવે છે. આ જોડી સીધી અને સરળ બતાવવામાં આવી છે. શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં સીધી સાદી ગૃહિણીનું પાત્ર ભજવનાર સોનાલીકા જોશીનું આ ફોટોશુટ ક્યારનું છે તેની કોઈ યોગ્ય માહિતી મેળવી શક્યા નથી. પરંતુ આં ફોટોઝમાં સોનાલીકા જોશી ઘણી સુંદર અને કેટલાક બોલ્ડ ફોટોઝ પણ જોઈ શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ