તારક મહેતામાં જોવા મળતો ગોગીએ લીધુ નવુ ઘર, તસવીરો છે ખાસ, જોઇ લો તમે પણ

તારક મેહતાના “ગોગી પુત્તર” ઉર્ફે સમય શાહે ખરીદ્યું અધધધ કીંમતનું! જુઓ સુંદર તસ્વીરો

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છેલ્લા 11વર્ષોથી લોકોને મનોરંજન પુરુ પાડી રહી છે અને સાથે સાથે અસંખ્ય લોકોને રોજગાર પણ પુરો પાડી રહી છે.

image source

તારક મેહતા…નું એક એક પાત્ર આજે જાણે લોકોના ઘરનું જ સભ્ય બની ગયું હોય તેટલું લોકપ્રિય બની ગયું છે. તે પછી જેઠાલાલ હોય કે પછી દયા બેન હોય કે પછી દાદાજી હોય કે પછી ટપુ સેનાના નાના બાળકલાકારો હોય.

આ સિરિઝમાં કંઈ કેટલાએ કલાકારો આવ્યા અને ગયા કેટલાએ પાત્રોના ચેહરા બદલાયા તેમ છતાં મનોરંજનમાં તો કોઈ જ કમી નથી આવી. આજે આટલા વર્ષો બાદ પણ લોકો એટલાજ એક્સાઇટમેન્ટથી આ સિરિઝ જુએ છે અને પોતાની સાંજને હળવી ફુલ બનાવે છે.

image source

તારક મેહતાના ટપુસેનાના ગોગી પુત્તર એટલે કે રોશન સિંહ સોઢીના દીકરાનું પાત્ર નિભાવનાર સમય શાહને આપણે નાનપણથી જ ગોગીના રોલમાં જોતા આવ્યા છે તે જાણે આપણી નજર સામે જ મોટો થયો છે.

તેણે લોકોને પોતા અભિનયથી મનોરંજન પણ પુરુ પાડ્યું અને સાથે સાથે રૂપિયા પણ કમાવ્યા છે. ખુબ જ નાની ઉંમરમાં તેણે લાખો રૂપિયાની કમાણી કરી લીધી છે. જો કે તેણે પોતાના ભણતરમાં પણ તેટલુ જ ધ્યાન આપ્યું છે.

image source

બે વર્ષ પહેલા તેણે મુંબઈના પોશ વિસ્તારમાં સવા કરોડનો 3 બીએચકે ફ્લેટ ખરીદ્યો હતો. જો કે આ ફ્લેટ તેના માતાપિતાએ ખરીદ્યો હતો પણ તેમાં કોઈ જ બે મત નથી કે તેની પાછળ આર્થીક ટેકો સમય નો જ રહ્યો હશે.

સમયે આ ભવ્ય ફ્લેટ બોરીવલીના પોશ વિસ્તારમાં ખરીદ્યો હતો. તેણે તે વખતે પોતાના માતાપિતા અને બહેન સાથે વિધિવત ગૃહ પ્રવેશ પણ કર્યો હતો. ઘણા લાંબા સમયથી સમયનું સ્વપ્ન હતું કે તેને પોતાનો બેડરૂમ મળે તેને પણ પોતાની પ્રાઇવસી મળે.

image source

તેણે પોતાના જુના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે જ્યાં સુધી આ ઘર નહોતું લીધું ત્યાં સુધી તે જમીન પર સુતો હતો જે જરા પણ આરામદાયક નહોતું.

મેં હમેશા મારા પોતાના બેડરૂમ મારા પોતાના વોર્ડરોબ હોય તેવું સ્વપ્ન જોયું હતું અને હવે મારું તે સ્વન પુર્ણ થઈ ગયું છે. મારા માટે આ ગર્વની અનુભુતિ છે.

આમ તો આ ઘર બે બાડરૂમનું હતું પણ તેમાં બે મોટી મોટી બાલ્કની આવેલી હોવાથી તેમાંની એકબાલ્કનીને તેના માતાપિતા એક બેડરૂમમાં ફેરવવા માગતા હતા. માટે હવેથીતે થ્રી બીએચકે ફ્લેટ કહેવાશે.

image source

સમય અને તેના માતાપિતા વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ ધરાવે છે માટે તેમણે ઘરના ઇન્ટિરિયરની ડીઝાનમાં પણ વાસ્તુશાસ્ત્રનું ખાસ ધ્યાન રાખ્યું છે. તેમણે પોતાના ઘરના ઇન્ટિરિયર ડીઝાઈનીંગ માટે જાણીતા ડીઝાઈનરને હાયર કર્યા હતા.

આ ભવ્ય ફ્લેટ ખરીદતાં જ સમયના કુટુંબમાં એક ઉત્સાહનો માહોલ સર્જાયો છે અને સમય આશા રાખે છે કે આ નવા ઘરમાં બધું જ પોઝિટીવ રહે.

image source

તેણે આ ફ્લેટ 2016માં 1.3 કરોડ આસપાસ બુક કરાવ્યો હતો જેની હાલની કીંમત ચોક્કસ તેનાથી વધારે થઈ ગઈ હશે. આ વર્ષની શરૂઆતમાં જ ઘરનું ઇન્ટિરિયર કરાવીને તે પોતાના કુટુંબ સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ ગયો હતો.

ગોગીએ પોતે અને તેની મોટી બહેને પણ પોતપોતાના રૂમ માટે સુંદર આઇડીઝા અપનાવ્યા છે. ગોગીને પોતાનું એક્ટિંગ ફીલ્ડ ખુબ જ પસંદ છે અને તે ઇચ્છે કે તે તેમાં જ આગળ વધે.

image source

જો કે તે તેના કારણે પોતાના ભણતર સાથે પણ કોઈ જ કોમ્પ્રોમાઇઝ કરવા નથી માગતો. તેણે 2017માં દસમું ધોરણ 82% સાથે પાસ કર્યું હતું અને ત્યાર બાદ કોમર્સ સ્ટ્રીમમાં એડમીશન લીધું હતું અને ત્યાર બાદ તેની ઇચ્છા એમબીએ કરવાની છે.

ગૃહ પ્રવેશ કર્યા બાદ તેણે પોતાના કુટુંબ સાથે એક નાનકડી પુજા પણ ઘરમાં રખાવી હતી. તારક મેહતામાં સમય પંજાબી છોકરાનું પાત્ર એટલી સુંદર રીતે ભજવી રહ્યો છે કે ભાગ્યે જ કોઈને ખ્યાલ આવે કે તે ગુજરાતી છે.

તમને જણાવી દઈએ કે સમય શાહ જુના ટપુડા એટલે કે ભવ્ય ગાંધીના માસીનો દીકરો છે.

image source

સમય અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની બેહનો સાથે કે પછી શૂટની કે પછી ઘરની ત્સવીરો શેર કરતો રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના હજારો ફોલોઅર્સ છે. હાલ તે પોતાના અભ્યાસ અને સાથે સાથે પોતાની એક્ટિન પર ફોકસ કરવા માગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ