બાલિકા વધુના પરિવારને પડી રહી છે આર્થિક તંગી, પોતાની વેદના વ્યક્ત કરી કાંઈક આવા શબ્દોમાં, જાણીને તમે પણ થઈ જશો ગદગદ્

ટીવી શો બાલિકા વધુમાં લીડ રોલ કરનારી દિવંગત ટીવી એક્ટ્રેસ પ્રત્યુશા બેનર્જીના માતા પિતા દીકરીના ચાલ્યા ગયા બાદ આર્થિક તકલીફનો સામનો કરી રહ્યા છે. હાલમાં જ એમને એ વિશે ખુલીને વાત કરી છે. પ્રત્યુશાના પિતા શંકર બેનર્જીએ જણાવ્યું કે એમને 1 બીએચકે હાઉસમાં રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા કારણ કે એ પોતાની દીકરીને અવસાન પછી એક રીતે બધું જ ગુમાવી ચુક્યા હતા.

આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યા છે પેરેન્ટ્સ.

image soucre

એક રિપોર્ટ અનુસાર પ્રત્યુશા બેનર્જીના પિતા શંકર બેનર્જીએ કહ્યું કે આ દુર્ઘટના પછી એવી લાગે છે કે એક તોફાન આવ્યો અને અમારી પાસેથી જાણે બધું જ છીનવીને લઈ ગયું. અમારી પાસે એક ફુટેલી કોડી પણ નથી બચી. બીજી કે કેસ લડવા દરમિયાન અમે અમારું જે પણ કઈ બચ્યું હતું એ પણ ગુમાવી દીધું.

દીકરીના ગયા પછી રોડ પર આવી ગયા માતા પિતા.

image soucre

એમને કહ્યું કે અમારી પાસે પ્રત્યુશા સિવાય અન્ય કોઈ સ્પોર્ટ નહોતો. એ અમને આસમાનની ઊંચાઈઓ સુધી લઈ ગઈ હતી અને હવે એની મોત પછી અમે અહીંયા જમીન પર આવી ગયા છે. અમે હવે 1 બીએચકે ઘરમાં રહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ કેસે અમારી પાસેથી અમારું બધું જ છીનવી લીધું. અમને ઘણીવાર કરજ લેવા માટે પણ ઉશ્કેરવામાં આવ્યા.

આ રીતે ચાલી રહ્યો છે પરિવારનો ખર્ચો.

image soucre

શંકર બેનર્જીએ કહ્યું કે એમની પત્ની હાલના દિવસોમાં એક ચાઈલ્ડ કેર સેન્ટરમાં કામ કરી રહી છે અને વાર્તાઓ લખી રહી છે જેથી કંઈક કમાણી થઈ શકે. પ્રત્યુશા બેનર્જીના પિતાએ જણાવ્યું કે અમે ખૂબ જ વધુ આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યા છે પણ અમે હિંમત નથી હારી. હું મારા છેલ્લા શ્વાસ સુધી મારી દીકરી પ્રત્યુશા માટે લડતો રહીશ અને એના માટે ન્યાય મેળવીને જ રહીશ.

image soucre

તમને જણાવી દઈએ કે નાના પડદા પર ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક અલગ ઓળખ બનાવનારી એક્ટ્રેસ પ્રત્યુશા બેનર્જીએ ફક્ત 25 વર્ષની ઉંમરમાં જ આ દુનિયાને અલવિદા કહી દીધું. વર્ષ 2016માં એમને આત્મહત્યા કરી લીધી પણ એમની પાછળ ઘણા સવાલ મૂકતી ગઈ જેના જવાબ આજે પણ લોકો જાણવાની કોશિશ કરી રહ્યા છે. પ્રત્યુશાના બોયફ્રેન્ડ રાહુલ રાજ પર એમને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો છે. અને આ મામલે હજી કેસ ચાલી રહ્યો છે.