ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતેન કુમારની સોસાયટીમાં એક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝીટિવ આવતા તેમની સોસાયટી સીલ કરવામાં આવી છે. આ જાણકારી ખુદ હિતેનકુમારે ફેસબુકના માધ્યમથી મૂકી છે. ગુજરાતી ફિલ્મોની વાત આવે એટલે અમુક ચુનીંદા કલાકારોના નામ લેવા જ પડે. આવા જ એક કલાકાર એટલે ગુજરાતી સુપરસ્ટાર હિતેન કુમાર. ગુજરાતી ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા પછી જો કોઈએ સૌથી વધુ ચર્ચા જગાવી હોય તો તે હિતેન કુમારે જગાવી છે. સમાચાર આવ્યા છે કે મુંબઈમાં રહેતા હિતેન કુમારના બિલ્ડિંગને સીલ કરાયું છે. તેમની સોસાયટીમાં એક સભ્યનો કોરોના પોઝિટિવ આવતા સોસોયટી સીલ કરાઈ છે.

આપણા ઢોલિવૂડ એટલે કે ગુજરાતી ફિલ્મોમાં હિતેન કુમારે એક પછી એક હિટ ફિલ્મોની હારમાળા સર્જી હતી. જેમાં, ‘મહિયર માં મનડું નથી લાગતું’, ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’, ‘ઉંચી મેડી ના ઊંચા મોલ’ ,’પાલવડે બાંધી પ્રિત’વગેરે સુપર હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. હિતેન કુમારે અત્યાર સુધીમાં 100થી વધુ ફિલ્મો અને 70થી વધુ નાટકોમાં કામ કર્યું છે. તો આજે અમે તેમના જીવનની થોડીક રસપ્રદ વાતો જણાવીશું…
હિતેન કુમાર ડબલ ગ્રેજ્યુએટ છે.

હિતેન કુમારના પિતા ઈશ્વરલાલ જગજીવનદાસ મહેતા મુંબઈમાં નોકરી કરતા હતા. તેઓના પરિવારમાં કોઈને અભિનય સાથે કશું જ લાગતું વળગતું નહોતું. હિતેન કુમારે મલાડની દલમિયા કોલેજમાંથી ડબલ ગ્રેજ્યુએશન કરેલું છે. જો કે આપણા સુપર સ્ટારને નાનપણથી જ અભિનય કરવાનો ઘણો જ શોખ જાગ્યો હતો.
હિતેન કુમારનું મૂળ વતન

ગુજરાતી ફિલ્મોમાં અભિનયથી ચકચાર જગાવનાર હિતેન કુમારનું મૂળભૂત વતન સુરત શહેર પાસે આવેલ ગણદેવી નજીક રહેલું તોરણ ગામ છે. હાલ હિતેન તેમની પત્ની સાથે મુંબઈમાં રહે છે. ગુજરાતી ફિલ્મોમાં અનેક સુપર હિટ ફિલ્મો આપી આઠથી વધુ વખત રાજ્ય સરકાર તરફથી એવોર્ડ મેળવનાર હિતેન કુમારને કુલ પચાસ કરતાં વધુ એવોર્ડ મળ્યા છે.
હિતેન કુમાર ધાર્મિક પણ છે તેઓને શંકર ભગવાનમાં છે સંપૂર્ણ શ્રદ્ધા
હિતેન કુમારના પત્નીનું નામ સોનલ છે. 30 નવેમ્બર, 1989માં હિતેન કુમારે સોનલ મહેતા નામના ડિઝાઇનર અને એસ્ટ્રોલોજર સાથે લગ્ન કર્યા છે. હિતેન કુમારને શંકર ભગવાનમાં અતૂટ શ્રદ્ધા છે. તેઓ જ્યોતિષમાં માને છે, પણ તેઓ અંધશ્રદ્ધાથી દૂર રહે છે.

હિતેન કુમારને ખસ ખસનું શાક ખૂબ જ પસંદ છે
હિતેન કુમારના ખાવાના શોખની વાત કરીએ તો તેમને જુવારનો રોટલા સાથે ખસ ખસનું શાક, ભાત અને છાશ ખૂબ જ ભાવે છે. તેમની ફરવા માટેની ગમતું સ્થળ માથેરાન છે.
કલાકાર ન બન્યો હોત તો તેઓ જાનવરોના ડૉક્ટર બન્યા હોત
સુપર સ્ટાર હિતેન કુમારને પશુ-પ્રાણીઓ પ્રત્યે અનહદ પ્રેમ છે. કોઈ એક ઈન્ટરવ્યૂમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો તે અભિનેતા ન બન્યા હોત તો શું બન્યા હોત? તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે હું વેટરનીટી ડૉક્ટર બન્યો હોત. કેમ કે મને જાનવરો માટે ખુબ જ લાગણી છે.
આપણે જેને ચાહીએ છીએ તે હિતેન કુમારના મનગમતા કલાકારો કોણ છે.

હિતેન કુમારે એક વાર મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓના મનગમતા ક્લાકરો અમિતાભ બચ્ચન, નાના પાટેકર, સંજીવ કુમાર, કાજલ, વિદ્યાબાલન અને વહીદા રહેમાન છે.
ફુરસતની પળોમાં વાંચવાનો શોખ ધરાવે છે હિતેન કુમાર.
હિતેન કુમારને ખાલી સમય વિતાવવો બિલકુલ પસંદ નથી. તેમના ઘરના લોકો હિતેન કુમારને વર્કોહોલિક ગણે છે. અત્યારે અથવા તો જ્યારે પણ ફરજિયાત ખાલી સમય મળે તો તેઓ ફુરસતની એ પળોમાં વાંચન કરે અથવા ફિલ્મો જુવે પણ સાવ ખાલી બેસી રહેતા નથી.

બદલાતા સમય સાથે તાલ મેળવવા ‘અભિલાષા’ સીરિયલથી ટીવીમાં કર્યું છે પદાર્પણ
હિતેન કુમારે તેમની કારકીર્દીમાં વિવિધ પ્રકારના રોલ કર્યા છે. અનેક ફિલ્મો અને નાટકો કર્યા બાદ હવે હિતેન કુમાર નાના પડદે ચમક્યા છે. તેઓએ ગુજરાતી ટીવી સીરિયલ ‘અભિલાષા’માં પદાર્પણ કર્યું છે.
હિતેન કુમારને અર્બન ગુજરાતી ફિલ્મો તરફ વિરોધ છે.
હિતેન કુમાર હાલ બની રહેલી અર્બન ગુજરાતી ફિલ્મો માટે ઘણીવાર પોતાનો અણગમો વ્યક્ત કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે ‘અર્બન ગુજરાતી ફિલ્મ’ એ સાવ જ હાસ્યાસ્પદઅને ખોટો શબ્દ છે. વિશ્વમાં ક્યાંય ફિલ્મો, નાટક કે સાહિત્ય માટે રૂરલ કે અર્બન હોતું નથી. તમે જ જુઓ અમુક ફિલ્મોને બાદ કરતાં મોટાભાગની ફિલ્મો પીટાઈ ગઈ છે. આનો સમય લાંબો નહીં ચાલે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ