માધુરી દિક્ષિતની બાળપણની તસવીરો જોઇ લો તમે પણ, જેમાં દેખાય છે અત્યાર કરતા વધારે સ્માર્ટ

બાળપણમાં આવી દેખાતી હતી ધકધક ગર્લ માધુરી, માધુરી દીક્ષિતની અદ્રશ્ય તસવીરો

૫૩ વર્ષની માધુરી દીક્ષિતનો જન્મ 15 મેના રોજ થયો હતો. ડાન્સિંગ ક્વીન તરીકે પ્રખ્યાત માધુરી દીક્ષિત લોકડાઉનના સમય દરમિયાન પોતાના બાળકોને કથક અને તબલા વગાડવાની ટ્રેનીંગ આપતી નજરે પડી હતી. ત્રણ વર્ષની નાની ઉમરથી જ કથક નૃત્ય શીખતી માધુરી દીક્ષિતનો જન્મ એક મધ્યમ વર્ગના મરાઠી પરિવારમાં થયો હતો.

image source

બોલીવુડમાં આવ્યા પછી ફિલ્મોમાં તેમના અભિનયની સાથે જ એમની સુંદરતાની ચર્ચાઓ પણ દુનિયાભરમાં ફેલાઈ હતી, જો કે મહત્વની વાત તો એ છે કે આ સુંદરતાના ચર્ચાઓ આજે પણ કાયમ રહ્યા છે. ફિલ્મ જગતમાં પ્રતિષ્ઠિત એવોર્ડથી લઈને પદ્મ શ્રી મેળવી ચુકેલી માધુરી દીક્ષિતની કેટલીક તસ્વીરો જે એમના એક અલગ જ સ્વરૂપને દર્શાવે છે. તો આજે આપણે માધુરીના એ સ્વરૂપને પણ જોઈશું.

image source

માધુરી દીક્ષિત એક શ્રેષ્ઠ અભિનેત્રી હોવાની સાથે જ ટ્રેનીંગ પામેલી એક પરફેક્ટ કથક નૃત્યાંગના પણ છે. જો કે ફિલ્મ જગતમાં શરૂઆતી સમયમાં એમને જોઈએ એટલી સફળતા મળી ન હતી. પણ સમયની સાથે ધીરે ધીરે એમને સફળતા મળવા લાગી હતી. ફિલ્મ જગતમાં ધક ધક ગર્લના નામ સાથે પ્રીતિષ્ઠા પામેલી માધુરીએ ૧૯૯૨માં અચાનક જ શ્રીરામ નેને સાથે લગ્ન કરીને પોતાના ફેન્સના દિલ તોડ્યા હતા. લગ્ન પછી માધુરી ભારત છોડીને અમીરીકામાં સ્થાયી થઇ ગઈ હતી.

image source

લગ્નના સમયે માધુરી પોતાના લગ્ન પોશાકમાં અનેરી સુંદર લાગી રહી હતી. આ સમયે તેણે સોનેરી રંગનો લેંગો અને લાલ રંગની ચુનરી પહેરી હતી. લગ્ન પછી રખાયેલા રિસેપ્શનમાં બોલીવુડની લગભગ તમામ સેલેબ્રેટી કાર્યક્રમમાં હાજર રહી હતી. વર્તમાન સમયમાં માધુરી દીક્ષિત બે બાળકોની માતા છે, જેમાં એકનું નામ રિયાન નેને છે અને બીજાનું નામ એરીન નેને છે.

image source

દરેક એક્ટર ભણેલા ગણેલા નથી હોતા, જો કે માધુરી દીક્ષિત પાસે માઇક્રોબાયોલોજીની ડિગ્રી છે. માધુરીએ મુંબઈની વિલે પાર્લે સ્થિત કોલેજમાંથી ડીગ્રી મેળવી હતી. આ સમયે માધુરીએ સપનેય વિચાર્યું ન હતું કે તે ફિલ્મોમાં અભિનય કરશે. જો કે માધુરી દીક્ષિતે તેના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1984માં રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ‘અબોધ’ દ્વારા કરી હતી.

image source

માધુરીના ઠુમકા આજે પણ એની ઓળખ બની ચુક્યા છે. માધુરી દીક્ષિતના ચાહકોમાં માત્ર સામાન્ય માણસો જ નહી ખાસ લોકો પણ છે. માધુરીના ચાહકોમાં એક પ્રખ્યાત ચિત્રકાર એમ. એફ. હુસેન હતો. તેણે માધુરીની એક જ ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ લગભગ 67 વાર જોયું હતું. એવું કહેવામાં આવે છે કે માધુરી દીક્ષિતે જ્યારે ‘આજા નચ લે’ ફિલ્મથી કમ બેક કર્યું ત્યારે પેઇન્ટર હુસેને આખું થિયેટર બુક કરાવ્યું હતું.

image source

માધુરી પોતાના ફિલ્મી કારકિર્દીમાં ક્યારેય વિવાદમાં ફસાઇ ન હતી. જો કે અપવાદ સ્વરૂપ વિનોદ ખન્નાની સાથે તેમની ફિલ્મ દયાવનમાં આવતો કિસ સીન ઘણા વિવાદોમાં ફસાયો હતો. લોકોએ તેની આકરી ટીકાઓ પણ કરી હતી. જો કે ત્યાર પછીની એક મુલાકાતમાં માધુરીએ પોતે પણ સ્વીકાર્યું હતું કે તેણે આ દ્રશ્ય નહતું કરવું જોઈતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ