કોરોના સામે લડવા PM મોદીએ આ 7 વાતોમાં માંગ્યો દેશવાસીઓનો સાથ

પ્રધાન મંત્રી મોદીએ દેશવાસીઓ પાસે માગ્યા આ સાત વચનો – તમે પણ પીએમના આ સાત વચનનું પાલન કરશો ને ?

છેલ્લા પાંચ- છ દિવસથી લોકો તેમજ નિષ્ણાતો દ્વારા સતત એવી અટકળો કરવામાં આવી રહી હતી કે લૉકડાઉનને વધારવામાં આવશે. વિશ્વના ઘણા બધા દેશોમાં પણ લૉકડાઉનની અવધી વધારીને મે મહિના સુધી કરવામાં આવી છે. ભારતની વાત કરીએ તો વિવિધ રાજ્ય સરકાર દ્વારા પણ લૉકડાઉન લંબાવવાની માંગ કરવામાં આવી હતી.

image source

અને આખરે વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન આપી દીધું છે અને આ સંબોધન દરમિયાન તેમણે લૉકડાઉનને લઈને કેટલીક જાહેરાતો કરી છે. સૌ પ્રથમ તો તેમણે સમગ્ર દેશમાં લૉકડાઉનને લંબાવીને 3 મે સુધી કરી દીધું છે. આ સાથે સાથે તેમણે દેશવાસીઓ તેમજ કોરોનાની મહામારી સામે લડનારા યોદ્ધાઓ તેમજ વ્યવસ્થા સંભાળી રહેલા લોકોનો આભાર માન્યો છે.

અને દેશની જનતા પાસે આ સાત વચનો માગ્યા છે જેનું એક સાચા નાગરીક દ્વારા પાલન થવું જ જોઈએ

પ્રથમ વચન – વડાપ્રધાન મોદીએ લોકોને અરજ કરી છે કે લોકો પોતાના ઘરમાં રહેલા વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખે, ઘરમાં જો કોઈ વ્યક્તિ પહેલેથી બિમાર હોય તો તેમની ખાસ સંભાળ લેવામાં આવે.

image source

બીજું વચન – દેશની જનતા દ્વાસા સોશિયલ ડિસ્ટન્સિંગનું ઓર વધારે કડક પાલન કરવામાં આવે

image source

ત્રીજું વચન – લોકો દ્વારા માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવામાં આવે અને લોકોએ પોતાની રોગપ્રતિકાર શક્તિ વધારવા બનતા પ્રયાસ કરવા. તેના માટે આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશોને અનુસરો.

image source

ચોથું વચન – આરોગ્ય સેતુ મોબાઈલ એપ જરૂરથી ડાઉનલોડ કરો અને બીજા ત્રીસ લોકોને તેને ડાઉનલોડ કરવા પ્રેરીત કરો. (આરોગ્ય સેતુ મોબાઈલ એપ બાબતનો અમારો અત્યંત મહત્ત્વનો લેખ અહીં વાંચો)

પાંચમું વચન – ગરીબ પરિવારો કે જેઓ રોજનું કમાઈને ખાતા હોય તેમને બનતી મદદ કરવી અને તેમનું ધ્યાન રાખવું

image source

છઠ્ઠું વચન – તમારા કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલ બનો અને તેમને નોકરીમાંથી છુટ્ટા ન કરો પણ તેમની મદદ કરો

image source

સાતમું વચન – દેશના કોરોના યોદ્ધાઓ – ડોક્ટર્સ, નર્સ, સફાઈ કર્મચારીઓ તેમજ પોલીસનું સમ્માન કરો

image source

અમે પણ આગ્રહ કરીએ છે કે એક સાચ્ચા નાગરિક તરીકે આપણે પણ માનનીય વડાપ્રધાન દ્વારા માગવામાં આવેલા આ સાત વચનને ચોક્કસ પાળવા જોઈએ અને કોરોનાની મહામારી સામેની આ લડતમાં યોગદાન આપવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ