કોરોના પર વિજય મેળવવા ભારતમાં 3 મે સુધી લોકડાઉન વધારાયું, PM મોદીએ માંગ્યા આ 7 વચન

કોરોનાને પ્રસરતો રોકવા સરકારે 21 દિવસ માટે દેશભરમાં લાગુ કરેલા લોકડાઉનની મુદત 14મીએ એટલે કે આજે પૂરી થઈ રહી છે. ત્યારે પીએમ મોદી આજે ફરી એકવાર રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ પર આ તેમનું 26 દિવસમાં દેશના નામે ચોથું સંબોધન છે.

કોરોના વાયરસને પગલે મોદીના સંબોધનના મહત્વના મુદ્દાઓ

  • તમામ લોકોની ભલામણ છે કે લોકડાઉનને વધારવામાં આવે. કેટલાંય રાજ્ય તો પહેલેથી જ લોકડાઉનને વધારવાનો નિર્ણય કરી ચૂકયા છે. સાથીઓ, તમામના મંતવ્યોને ધ્યાનમાં રાખતા એ નક્કી કરાયું છે કે ભારતમાં લોકડાઉનને હવે 3મે સુધી વધુ વધારાશે : પીએમ મોદી
  • લોકોએ અનુશાસિત રીતે લોકડાઉન પાળ્યું તે માટે જનતાને નમન કરુ છું
  • આજે કોરોના વૈશ્વિક મહામારી બની ગયો છે

    image source
  • ભારતે સમય પહેલા જ આઈસોલેશનની પ્રક્રિયા શરૂ કરી દીધી
  • કોરોના વૈશ્વિક મહામારીના વિરૂદ્ધ ભારતની લડાઇ, ખૂબ મજબૂતીની સાથે આગળ વધી રહ્યો છે. તમારી તપસ્યા, તમારા ત્યાગના લીધે ભારત અત્યાર સુધી, કોરોનાથી થનાર નુકસાનને કેટલીક હદ સુધી ટાળવામાં સફળ રહ્યા છે.
  • પીએમ મોદીએ કોરોનાની વિરૂદ્ધ લડાઇમાં દેશવાસીઓના સહયોગની પ્રશંસા કરી
  • લોકડાઉનના આ સમયમાં દેશના લોકો જે રીતે નિયમોનું પાલન કરી રહ્યા છે જે સંયમથી પોતાના ઘરમાં રહીને તહેવાર મનાવી રહ્યા છે તે ખૂબ જ પ્રશંસનીય છે.

    image source
  • ભારતે ઝડપથી નિર્ણય લઈને કોરોનાને ફેલતો અટકાવવામાં ખૂબ સારા પ્રયત્નો કર્યા છે
  • – અન્ય દેશોમાં જે પ્રમાણે કોરોનાનો આંકડો વધી રહ્યો છે તેની સરખામણીએ ભારતની સ્થિતિ ઘણી સારી છે
  • – જે જિલ્લામાં કોરોના વાઈરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત લેવામાં આવશે.

PM મોદીએ આ 7 વાતો પર લોકોનો સાથ માંગ્યો

  • 1) ઘરના વૃદ્ધોનું ધ્યાન રાખો, જેમને જૂની બીમારી હોય તેમની ખાસ કાળજી કરો, તેમને કોરોનાથી ખાસ બચાવીને રાખવાના છે.
  • 2) લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન સંપૂર્ણપણે પાલન કરો. ઘરમાં બનેલા ફેસ કવર કે માસ્કનો ચોક્કસ ઉપયોગ કરો.

    image source
  • 3) તમારી હ્યુમિનિટી વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરો. ગરમ પાણી વગેરેનું પાલન કરો.
  • 4) કોરોના ઈન્ફેક્શન રોકવા માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરો.
  • 5) શક્ય હોય એટલું ગરીબ પરિવારની મદદ કરવી, તેમના ભોજનની જરૂરિયાત પૂરી કરવી.
  • 6) વ્યવસાય-ઉદ્યોગમાં સાથે કામ કરતાં લોકો પ્રત્યે સંવેદના રાખવી, કોઈને નોકરીમાંથી ન કાઢવા.
  • 7) દેશના કોરોના યોદ્ધાઓને ડૉકટર્સ, નર્સીસ , સફાઇ કર્મી બધાનું સમ્માન , ગૌરવ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ