કોરોના મહામારીની આશંકા વચ્ચે કેરળમાં ઝડપથી કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે કેરળ સરકારે 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ કેરળ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો નિણર્ય કર્યો છે. તો કેન્દ્રએ રાજ્ય સરકારની મદદ માટે વિશેષજ્ઞની એક ટીમ મોકલી છે.

સૂત્રોએ જણાવ્યું છે જે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષને હાલમાં જ કેરળમાં મનાવવામાં આવેલા ઇદને સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ જણાવતા રાજ્ય સરકારને પત્ર લખ્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે કોરોનાની ગાઈડલાઇન્સનું કડકાઇથી પાલન કરવાની જરૂર છે. તહેવાર કે સામાજિક સમારોહ દરમિયાન કોરોનાના નિયમોનું કડકાઇથી પાલન કરાવવાની જરૂર છે જેથી મહામારી પર કાબુ મેળવી શકાય. તમને જણાવી દઈએ કે કેરળ સરકારે ઈદ દરમિયાન રાજ્યમાં લોકડાઉનમાં ઢીલ આપી દીધી હતી જેના પર સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

કેરળમાં કોરોના સંક્રમણના કેસ અચાનક જ ખૂબ જ ઝડપથી વધતા જોવા મળી રહ્યા છે..કેરળમાં વધતા કોરોના સંક્રમણના દર્દીઓને જોતા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રના નિર્દેશકની અધ્યક્ષતા હેઠળ 6 સભ્યોની ટીમ કેરળ મોકલી છે. વિશેષજ્ઞની આ ટીમ રાજ્ય સરકાર સાથે મળીને કોરોના વાયરસ પર કાબુ મેળવવામાં મદદ કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવીયાએ એ વિશે જાણકારી આપી.

તમને જણાવી દઈએ કે કેરળમાં બુધવારે કોવિડ 19ના 22 056 નવા કેસ સામે આવ્યા હતા, જેનાથી સંક્રમણના કેસની કુલ સંખ્યા વધીને 33, 27, 301 થઈ ગઈ છે જ્યારે અન્ય 131 લોકોના મોત થઈ જતા વાયરસથી મરનાર લોકોની સંખ્યા વધીને 16, 457 થઈ ગઈ છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરેલા આંકડામાં કહેવામાં આવ્યું છે કે 17, 761 લોકો સંક્રમણમાં સાજા થયા છે જેનાથી અત્યાર સુધી કોરોનાથી સાજા થનાર લોકોનું કુલ સંખ્યા વધીને 31, 60, 804 થઈ ગઈ છે. રાજ્યમાં હવે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1, 49, 534 થઈ ગઈ છે.
કેરળમાં સૌથી વધુ પ્રભાવિત જિલ્લામાં મલ્પપુરમમાં 3931, ત્રિશૂરમાં 3005, કોઝીકોડમાં 2400, એરનાકુલમમાં 2397, પલકકડમાં 1649, કોલલમમાં 1462, અલ્લાપુઝમાં 1461, કન્નુરમાં 1179, તિરુવંતપુરમમાં 1101 અને કોટ્ટાયમમાં 1067 કેસ આવ્યા છે.

તમને જણાવી દઈએ કે દેશભરના કુલ કેસમાં 50 ટકા કેસ કેરળમાં છે. આ આંકડાઓ સામે આવ્યા પછી કેરળ સરકારે લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાની બીજી લહેરનો સંપૂર્ણપણે અંત નથી આવ્યો. કેરળ, મહારાષ્ટ્ર અને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong