વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો રાજ્યમાં અઠવાડિયામાં કેટલો થશે મેઘો મહેરબાન

ચોમાસું દેશભરમાં જોરમાં છે ત્યારે રાજ્યમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે હવામાન વિભાગે તાજેતરમાં જે આગાહી કરી છે તેનાથી લોકોની ચિંતા વધી શકે છે. કારણે હજું પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં જોઈએ તેવો વરસાદ થયો નથી. તેવામાં હવામાન વિભાગે કહ્યું છે કે હજું પણ લોકોએ સારા વરસાદ માટે રાહ જોવી પડશે.

image soucre

આગામી સપ્તાહને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 4થી 5 દિવસ સુધી સારો એવો વરસાદ થવાની કોઈ સંભાવના નથી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં લોકોએ વરસાદને લઈને વધુ રાહ જોવી પડશે. આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ખાસ કરીને સુરત સહિત આસપાસના વિસ્તારોમાં 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને છૂટોછવાયો વરસાદ નોંધાવાની શક્યતા છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરે છે.

image soucre

હવામાન વિભાગે જણાવ્યાનુસાર સોમવારથી રાજ્યના કેટલાક શહેરોમાં વાતાવરણ વાદળછાયું રહેશે. પરંતુ અતિ ભારે વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી. કારણ એક એવું પણ છે કે હાલ એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી કે જે વરસાદ લાવે. તેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. બાકી જે વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે તે વરસાદ હજુ પણ 5 દિવસ સુધી થશે નહીં.

image soucre

ગત સપ્તાહમાં થયેલા વરસાદ પર નજર કરીએ તો રવિવારે રાજ્યના 58 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો જ્યારે 3 જ તાલુકા એવા છે કે જ્યાં અડધા ઈંચ જેટલો વરસાદ થયો છે. ઉલ્લેખનીય છે ક રાજ્યમાં ચોમાસાની શરુઆતથી લઈ અત્યાર સુધીમાં સીઝનના કુલ વરસાદમાંથી માત્ર 35 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં જુલાઈ માસમાં સરેરાશ 6.92 ઈંચ વરસાદ થયો હતો.

image soucre

ગત સપ્તાહથી મેઘરાજા જાણે લોકોને હાથ તાળી આપી જતા રહે છે તેમ કાળા ડિબાંગ વાદળો ઘેરાય જાય છે અને ત્યારબાદ વરસાદ થતો નથી. દિવસ દરમિયાન માત્ર છૂટાછવાયા વરસાદથી લોકોને સંતોષ માનવો પડે છે. તેવામાં આગામી 5 દિવસ પણ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.